Oscars 2022 : સૂર્યાની ‘જય ભીમ’ અને મોહનલાલની ‘મરાક્કર’ ઓસ્કર ફિલ્મોની લિસ્ટમાં સામેલ

સુર્યા સ્ટારર 'જય ભીમ' ગયા વર્ષે OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મને સર્વત્ર પ્રશંસા મળી. થોડા દિવસો પહેલા આ ફિલ્મનો એક સીન પણ ઓસ્કરે તેની યુટ્યુબ ચેનલ પરથી રિલીઝ કર્યો હતો.

Oscars 2022 : સૂર્યાની જય ભીમ અને મોહનલાલની મરાક્કર ઓસ્કર ફિલ્મોની લિસ્ટમાં સામેલ
Film 'Jai Bheem' and 'Marakkar'
| Edited By: | Updated on: Jan 22, 2022 | 3:44 PM

ગત વર્ષ સાઉથ સિનેમા ઈન્ડસ્ટ્રી માટે ખૂબ જ યાદગાર રહ્યું છે. ભલે આખા વર્ષમાં મોટાભાગના સમય સિનેમાઘરો બંધ રહ્યા, પરંતુ સાઉથ ઈન્ડસ્ટ્રી લોકો માટે શ્રેષ્ઠ ફિલ્મો લઈને આવી છે. આ વર્ષે ઓટીટીથી (OTT) લઈને સિનેમા હોલ સુધી માત્ર સાઉથની ફિલ્મો જ ચાલી છે. હવે ભારતની બહાર પણ સાઉથની ફિલ્મો એકેડેમી એવોર્ડ્સ (Oscars 2022) સુધી પહોંચી ગઈ છે, જે વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહમાંથી એક છે.

ઓસ્કરમાં, એવોર્ડ સમારોહ માટે વિશ્વભરમાંથી 276 ફિલ્મોની પસંદગી કરવામાં આવી છે, જેમાં બે ભારતીય ફિલ્મો છે અને આ બંને ફિલ્મો દક્ષિણની છે. જેમાં સૂર્યની ‘જય ભીમ’ અને મોહનલાલની ‘મરાક્કર’ સામેલ છે. આ બંને ફિલ્મો વર્ષ 2021ની સૌથી સફળ અને શ્રેષ્ઠ ફિલ્મોમાં સામેલ છે. ભારતમાં પ્રતિષ્ઠા મેળવ્યા બાદ તે વિદેશમાં પોતાની ખ્યાતિ ફેલાવવા તૈયાર છે.

 

એકેડેમી ઑફ મોશન પિક્ચર્સ આર્ટસ એન્ડ સાયન્સીસ, જે એકેડેમી એવોર્ડ્સનું આયોજન કરે છે, તેણે વિશ્વભરમાંથી 276 ફિલ્મોને એવોર્ડ માટે પાત્ર તરીકે માન્યતા આપી છે. ભારતના લોકો માટે ખુશીની વાત છે કે તેમાં ભારતીય ફિલ્મો છે, એક છે તમિલ ફિલ્મ ડ્રામા ફિલ્મ ‘જય ભીમ’ અને બીજી મલયાલમ એક્શન એડવેન્ચર ફિલ્મ ‘મરાક્કર’.

 

આ ફિલ્મના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી છે. જય ભીમના નિર્માતાઓએ ટ્વીટ કરીને લખ્યું છે કે અમે ઓસ્કારની રેસમાં છીએ. 94મા એકેડેમી એવોર્ડ નોમિનેશન માટે 276 ફિલ્મો પસંદ કરવામાં આવી છે, જેમાં જય ભીમે પ્રવેશ કર્યો છે. તેમણે તે લિંક પણ શેર કરી છે જેની સાથે તમામ ફિલ્મોની સંપૂર્ણ યાદી છે.

તમને જણાવી દઈએ કે, સુર્યા સ્ટારર ‘જય ભીમ’ ગયા વર્ષે OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મને સર્વત્ર પ્રશંસા મળી. થોડા દિવસો પહેલા, આ ફિલ્મનો એક સીન પણ ઓસ્કર દ્વારા તેની યુટ્યુબ ચેનલ પરથી રિલીઝ કરવામાં આવ્યો હતો, જેના કારણે આ ફિલ્મ ઓસ્કારમાં સારો દેખાવ કરશે અને હવે તેને ટોપ લિસ્ટમાં પસંદ કરવામાં આવી છે. ભારતના સિનેમા પ્રેમીઓને આ ફિલ્મને લઇને ઘણી આશાઓ છે.

આ પણ વાંચો –

મલાઈકાએ અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા બાદ પણ ના છોડયું કામ, એક્ટ્રેસે કામ અને બાળકને લઈને તોડયું મૌન

આ પણ વાંચો –

કોણ છે Bhaukal Season 2 ની એક્ટ્રેસ બિદિતા બાગ ? જાણો OTT પર છવાયેલી આ એક્ટ્રેસ વિશે