Birthday Special: ખુબ ફિલ્મી છે આયુષ્માન-તાહિરાની લવ સ્ટોરી, લગ્ન પછી 4 વર્ષ રહ્યા એકબીજાથી દૂર

|

Sep 14, 2021 | 11:59 AM

ચાહકોના દિલ પર રાજ કરનાર આયુષ્માન ખુરાનાનો આજે (14 સપ્ટેમ્બર) જન્મદિવસ છે. જેમણે વિકી ડોનર સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, એ આયુષ્માનની પત્ની તાહિર સાથેની પ્રેમ કહાની (Ayushmann khurrana Tahira Lovestory) એકદમ રોમેન્ટિક છે.

Birthday Special: ખુબ ફિલ્મી છે આયુષ્માન-તાહિરાની લવ સ્ટોરી, લગ્ન પછી 4 વર્ષ રહ્યા એકબીજાથી દૂર
On the ayushmann khurrana birthday know the love story of Ayushmann and Tahira

Follow us on

કહેવાય છે કે પ્રેમમાં ડૂબેલ વ્યક્તિ કંઈ પણ કરે છે. બોલિવૂડમાં પણ ઘણા એવા સ્ટાર્સ છે જેમની લવ સ્ટોરી ઘણી રસપ્રદ છે. તેમાંથી એક આયુષ્માન ખુરાના અને તાહિરા છે. પોતાની કારકિર્દીમાં ઘણો સંઘર્ષ કરનાર આયુષ્માનની પ્રેમ કહાની એકદમ રસપ્રદ છે. આજે (9 સપ્ટેમ્બર) અભિનેતાના જન્મદિવસ પર, તમને તેના વિશે જણાવીશું.

આયુષ્માને પોતાના દમ પર સિનેમામાં ખાસ જગ્યા બનાવી છે. આયુષ્માન આજે જ્યાં છે, ત્યાં મોટા સ્ટાર્સ ત્યાં પહોંચી શકતા નથી. અભિનેતાની પત્ની તાહિરા સાથેની પ્રેમ કહાની ખૂબ ફિલ્મી છે

કેવી રીતે શરૂ થઈ હતી લવ સ્ટોરી?

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

તમને જણાવી દઈએ કે આયુષ્માન ખુરાના (Ayushmann khurrana) અને તાહિરાની (Tahira) લવ સ્ટોરી ફિઝિક્સ કોચિંગ ક્લાસથી શરૂ થઈ હતી. તે સમયે બંને 11 -12 માં ધોરણમાં હતા. તેમની નજીક આવવાની વાર્તા પણ ઘણી રમુજી છે. એકવાર અભિનેતાના ભાઈ અપાર શક્તિએ પોતે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મારા જ્યોતિષ પિતાની કોલમ અખબારમાં પ્રકાશિત થતી હતી જેમાં તેમના ભાભીના (તાહિરા) પિતા રાજન કશ્યપ હતા. અભિનેતાએ કહ્યું કે પપ્પા અને અંકલ એકબીજાને ઓળખતા હતા. તે જ સમયે, ભાઈ-ભાભી પણ તે સમયે કોચિંગ પર મળતા હતા.

ડિનર પર થઇ મુલાકાત

એક દિવસ આયુષ્માન અને તાહિરાના પિતાએ નક્કી કર્યું કે બંને પરિવારોએ સાથે ઘરે જમવાનું રાખવામાં આવે. ત્યારે આયુષ્માન અને તાહિરાને ખ્યાલ ન હતો કે તેઓના પિતા મિત્રો છે. સાંજે બંને પરિવાર ડિનર માટે ભેગા થયા ત્યારે આયુષ્માન અને તાહિરા એકબીજાને જોઈને સ્તબ્ધ થઈ ગયા. સાથે ટ્યુશન પછી બંને આવ્યા હતા. તે સમયે બંનેને ખબર નહોતી કે તેઓ એકબીજાના પરિવારના સભ્યોની સાથે જ જઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે દરેકને તે બંનેની પ્રેમ કહાની ફેન્સને ખુબ ગમે છે. બંનેએ ચંદીગઢમાં સાથે થિયેટર કર્યું. એવું કહેવામાં આવે છે કે બંનેને પ્રથમ નજરમાં પ્રેમ થયો હતો. આયુષ્માને સૌથી પહેલા તેના ભાઈ અપશક્તિને તાહિરા વિશે જણાવ્યું હતું.

લગ્ન બાદ દૂર હતા

તમને જણાવી દઈએ કે લગ્ન પછી પણ બંને ચાર વર્ષ સુધી લોંગ ડીસ્ટન્સ રિલેશનશિપમાં રહ્યા હતા. તે સમયે આયુષ્માન ખુરાના મુંબઈમાં અને તાહિરા ચંદીગઢમાં રહેતા હતા. ત્યાં સુધીમાં તેનો પહેલો પુત્ર વિરાજ પણ જન્મ્યો હતો, જ્યારે બંનેને એક પુત્રી હતી ત્યારે તાહિરા મુંબઈ શિફ્ટ થઈ ગઈ હતી. બંનેના જીવનમાં મોટો વળાંક હતો જ્યારે તાહિરાને કેન્સર હોવાનું નિદાન થયું. આ સમયે આયુષ્માને દરેક ક્ષણ તેનો સાથ આપ્યો. આજે આ સુંદર કપલ સાથે મળીને પોતાનું જીવન સુખેથી જીવી રહ્યું છે. બંનેને બોલિવૂડના શ્રેષ્ઠ દંપતી માનવામાં આવે છે.

 

આ પણ વાંચો: Big News: પ્રતિક ગાંધીની ફિલ્મ રાવણ લીલાનું નામ બદલીને કરવામાં આવ્યું ‘ભવાઈ’, જાણો શું આપ્યું મેકર્સે કારણ

આ પણ વાંચો: Big News: વિવાદો વચ્ચે શિલ્પા શેટ્ટી કરશે નવી શરૂઆત, OTT પર ધૂમ મચાવવા તૈયાર અભિનેત્રી

Next Article