AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Big News: વિવાદો વચ્ચે શિલ્પા શેટ્ટી કરશે નવી શરૂઆત, OTT પર ધૂમ મચાવવા તૈયાર અભિનેત્રી

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી વર્ષોથી તેના ચાહકોના દિલ પર રાજ કરી રહી છે. હવે શિલ્પાના ચાહકો માટે એક ખુશખબર આવી છે. શિલ્પા જલ્દી જ મોટી વેબ સિરીઝમાં જોવા મળી શકે છે.

Big News: વિવાદો વચ્ચે શિલ્પા શેટ્ટી કરશે નવી શરૂઆત, OTT પર ધૂમ મચાવવા તૈયાર અભિનેત્રી
Shilpa Shetty will make OTT debut and will play such a strong role for the first time
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 10:18 AM
Share

શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) લાંબા સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે. શિલ્પાના પતિ રાજ કુન્દ્રા (Raj Kundra) લાંબા સમયથી જેલમાં છે. રાજની અશ્લીલ ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં પતિ જેલમાં હોવાને કારણે શિલ્પા પણ હેડલાઇન્સમાં છે. દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે શિલ્પા તેની કારકિર્દીની નવી શરૂઆત કરવા જઈ રહી છે.

વાસ્તવમાં શિલ્પા શેટ્ટી OTT પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. ઘણા બોલિવૂડ સ્ટાર્સ લાંબા સમયથી OTT ડેબ્યૂ કરી રહ્યા છે. આ લીસ્ટમાં સુષ્મિતા સેન પછી શાહિદ કપૂર, માધુરી દીક્ષિત, સોનાક્ષી સિન્હા, જુહી ચાવલાના નામ સામેલ છે. પરંતુ હવે આ યાદીમાં શિલ્પા શેટ્ટી કુંદ્રાનું (Shilpa Shetty Kundra) નામ પણ સામેલ થવા જઈ રહ્યું છે.

શિલ્પા ઓટીટી પર ડેબ્યૂ કરશે

ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલો અનુસાર, હવે શિલ્પાના ચાહકો ખૂબ ઉત્સાહિત થઈ શકે છે. શિલ્પા ઓટીટી પર પગ મૂકવા માટે તૈયાર છે. શિલ્પા શેટ્ટીએ પણ ઓટીટી પર ડેબ્યૂ કરવાની તમામ તૈયારીઓ કરી લીધી છે.

રિપોર્ટ અનુસાર, શિલ્પાનો OTT ડેબ્યુ પ્રોજેક્ટ મહિલા લીડ સેન્ટ્રીક પ્રોજેક્ટ હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રીનો આ રોલ લગભગ સુષ્મિતા સેનની આર્યા જેવો હોઇ શકે છે. અભિનેત્રી સાથે સિરીઝને લઈને લગભગ અંતિમ વાતચીત ચાલી રહી છે. હવે માત્ર રાહ જોવાઈ રહી છે કે અભિનેત્રી ક્યારે તેના નવા સફરની જાહેરાત કરશે. તે જ સમયે, શિલ્પા શેટ્ટીના ચાહકો તેની નવી શરૂઆતના સમાચારથી ખૂબ ખુશ છે.

શિલ્પાનું કામ

બીજી બાજુ, જો આપણે શિલ્પાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ, તો તાજેતરમાં ફેન્સે પ્રિયદર્શનની ફિલ્મ ‘હંગામા 2’માં શિલ્પા શિલ્પાને જોઈ. વર્ષો બાદ શિલ્પાએ આ ફિલ્મથી કમબેક કર્યું. જોકે હંગામા 2 બહુ ખાસ કરી શકી નથી. ફિલ્મમાં શિલ્પા સાથે પરેશ રાવલ, આશુતોષ રાણા, મીજાન જાફરી, જોની લીવર જેવા સ્ટાર્સ હતા.

આ સિવાય શિલ્પા શેટ્ટી ડાન્સિંગ રિયાલિટી શો સુપર ડાન્સર 4 ને પણ જજ કરી રહી છે. ફેન્સ શિલ્પાને આ શોમાં જજ તરીકે ખૂબ પસંદ કરે છે. તે જ સમયે, છેલ્લા કેટલાક મહિનાઓ તેમના અંગત જીવનમાં ખૂબ ખરાબ રહ્યા છે. તેના પતિ જેલમાં ગયા પછી, શિલ્પાએ પોતાની જાતને થોડા સમય માટે સુપર ડાન્સરથી દૂર કરી હતી.

આ પણ વાંચો: KBC 13: જ્યારે ‘સાત હિન્દુસ્તાની’ ના નિર્દેશકને લાગ્યું ઘરેથી ભાગી ગયા છે બિગ બી, અમિતાભે સંભળાવ્યો મજેદાર કિસ્સો

આ પણ વાંચો: Met Gala 2021: રેડ કાર્પેટ પર ‘ફેશન કા જલવા’ વિખેર્યા સેલેબ્સે, કિમ કાર્દશિયને પહેર્યો એવો ડ્રેસ કે ઓળખવામાં જ ના આવી

Follow Us
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
યુદ્ધના ફંડિંગ માટે યુક્રેનની સંસદ Porn Industryને કાયદેસર કરશે?
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
અમેરિકા જવાની ઘેલછા: ઇથોપિયામાં 3 ગુજરાતી બંધક
જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી બચકા ભરાવ્યા, યુવાન ઈજાગ્રસ્ત
જૂની અદાવતમાં પાલતુ જર્મન શેફર્ડ શ્વાનથી બચકા ભરાવ્યા, યુવાન ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">