Maharashtra : બોમ્બે હાઈકોર્ટે BMCને (Bombay Municipal Corporation) નિર્દેશ આપ્યો છે કે, રોડ પહોળા કરવા માટે જુહુમાં અમિતાભ બચ્ચનની(Amitabh Bachchan) મિલકતનો એક ભાગ હસ્તગત કરવાની તેમની નોટિસ પર કોઈ જબરદસ્તી કાર્યવાહી ન કરવામાં આવે.સાથે જ બચ્ચન પરિવારને 2 અઠવાડિયામાં BMC સમક્ષ રજૂઆત કરવાનું કહેવામાં આવ્યું છે,જ્યારે BMCને 6 અઠવાડિયામાં રજૂઆત પર વિચાર કરવા માટે જણાવવામાં આવ્યુ છે. બચ્ચન દંપતીએ આ સપ્તાહની શરૂઆતમાં BMCની નોટિસને હાઈકોર્ટમાં પડકારી હતી.
જસ્ટિસ આરડી ધાનુકા અને જસ્ટિસ એસએમ મોડકની ડિવિઝન બેન્ચે તેમને બે અઠવાડિયામાં BMC સમક્ષ રજૂઆત કરવાનો નિર્દેશ આપ્યો હતો.બેન્ચે કહ્યુ કે જ્યારે રજૂઆત દાખલ કરવામાં આવશે, ત્યારે BMC છ અઠવાડિયા પછી તેની સુનાવણી કરીને નિર્ણય લેશે. નિર્ણય બાદ ત્રણ અઠવાડિયા સુધી અરજદારો સામે કોઈ જબરદસ્તી કાર્યવાહી કરવામાં આવશે નહીં. કોર્ટે એમ પણ કહ્યું કે જો જરૂર પડશે તો બચ્ચન દંપતીના વકીલોની અંગત સુનાવણી પણ થઈ શકે છે.
Bombay HC has directed BMC not to take any coercive action on their notice to acquire a portion of Amitabh Bachchan’s property in Juhu for a nearby road widening; has asked Bachchans to file a representation to BMC in 2 weeks & asked BMC to consider the representation in 6 weeks
— ANI (@ANI) February 24, 2022
અરજીમાં BMCની નોટિસને રદ કરવાની અને નાગરિક સંસ્થાને જમીન સંપાદન તરફ કોઈ પગલાં લેવાથી રોકવાના મનાઈ હુકમની માંગ કરવામાં આવી હતી.તમને જણાવીલદઈએ કે, બચ્ચન દંપતીને 20 એપ્રિલ, 2017ના રોજ બે નોટિસ આપમાં આવી હતી,જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે તેમની રહેણાંક મિલકતની નજીકના પ્લોટના અમુક ભાગ રોડની નિયમિત લાઇનની અંદર છે અને BMC સંબંધિત દિવાલો અને માળખાં સાથે આવી જમીન હસ્તગત કરવા માગે છે.
બચ્ચન દંપતિએ નોટિસ વિશે માહિતી એકત્ર કરવા અને નાગરિક સંસ્થાના અધિકારીઓ સાથે આ બાબતે ચર્ચા કરવા તેમના પ્રતિનિધિઓની નિમણૂક કરી હતી. પ્રતિનિધિઓએ BMC અધિકારીઓને કહ્યું કે, નાગરિક સંસ્થા માટે પ્લોટની સામેની બાજુએ રસ્તો પહોળો કરવો સરળ રહેશે.