નીતા અંબાણીએ આ ગિફ્ટને સ્પર્શતા પહેલા કેમ ઉતાર્યા પોતાના સેન્ડલ, લોકોના દિલને સ્પર્શી ગયો આ VIDEO

|

Jun 24, 2023 | 6:06 PM

Nita Ambani Video: નીતા અંબાણીએ (Nita Ambani) પોતાના સેન્ડલ આ ગિફ્ટને સ્પર્શતા પહેલા ઉતારી દીધા. આ વીડિયો જોયા બાદ લોકો તેના વખાણ કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

નીતા અંબાણીએ આ ગિફ્ટને સ્પર્શતા પહેલા કેમ ઉતાર્યા પોતાના સેન્ડલ, લોકોના દિલને સ્પર્શી ગયો આ VIDEO
Nita Ambani

Follow us on

Nita Ambani Video: નીતા અંબાણી અને મુકેશ અંબાણી પીએમ માટે આયોજિત ડિનર માટે વ્હાઈટ હાઉસ ખાતે ખાસ આમંત્રિત મહેમાનોમાં સામેલ હતા. ટ્વિટર પર જો બાઈડેન અને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ સાથેના તેમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. નીતા અંબાણીના આ વીડિયોની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ વીડિયો જોઈને ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે. આ વીડિયોમાં નીતા અંબાણી એક કલાકારની સામે ઉભા છે, જેની પેઈન્ટિંગને સ્પર્શે તે પહેલા તેમણે તેના સેન્ડલ ઉતારી દીધા.

નીતા અંબાણીએ જીત્યું ફેન્સનું દિલ

આ વીડિયો વ્હાઇટ હાઉસનો નથી પરંતુ NMACCનો પ્રમોશનલ વીડિયો છે. NMACCની ઓપનિંગ ઈવેન્ટ એપ્રિલમાં યોજાઈ હતી. NMACC ને ભારતીય કલા અને સંસ્કૃતિની સુંદરતાને ઉજાગર કરવા માટે કરવામાં આવી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક આર્ટિસ્ટ નીતા અંબાણીને ભગવાન શ્રીનાથજીની મોટી તસવીર બતાવે છે. આ જોઈને નીતા પોતાના સેન્ડલ ઉતારે છે, કારણ કે તેમાં શ્રીનાથજીનું ચિત્ર બનેલું છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

અહીં જુઓ વીડિયો

(VC: ambani_update)

લોકોએ કહ્યું- આને કહેવાય સંસ્કૃતિ

આ વીડિયોમાં જોઈ શકાય છે કે નીતા અંબાણી પેઈન્ટિંગને સ્પર્શતાની સાથે જ તેના સેન્ડલને ઉતારી દે છે. બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીની પત્ની નીતાની ભક્તિ અને કલાકાર પ્રત્યેની વિનમ્રતા જોઈને સોશિયલ મીડિયા પર લોકો ભાવુક થઈ ગયા. લોકો તેમના વખાણ કરતા થાકતા નથી. કેટલાક ફેન્સ કહી રહ્યા છે કે આ નીતા અંબાણીની સફળતાનું રહસ્ય છે તો કેટલાક ફેન્સ કહી રહ્યા છે કે આ જ સાચા ભક્તની ઓળખાણ છે. તમને જણાવી દઈએ કે NMACCની મદદથી રિલાયન્સ ફાઉન્ડેશન બનારસી હેન્ડીક્રાફ્ટને આગળ લઈ જવા માટે ફંડિંગ કરી રહ્યું છે. આ વીડિયો તેના પ્રમોશન માટે બનાવવામાં આવ્યો હતો.

(PC: ambani_update)

આ પણ વાંચો : Viral Video : રવીના ટંડને પુત્રી રાશાનો શેર કર્યો સિંગિંગ વીડિયો, તેનો અવાજ સાંભળીને તમે પણ થઈ જશો ખુશ

રેશમની સાડીમાં વ્હાઈટ હાઉસ પહોંચી નીતા અંબાણી

પીએમ માટે આયોજિત ડિનરમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી સાથે જોવા મળ્યા હતા. તેણે આ પ્રસંગ માટે સફેદ રેશમની સાડી પસંદ કરી હતી. નીતા અંબાણીએ સટલ મેકઅપ કર્યો હતો. આ કાર્યક્રમ જો બાઈડેન દ્વારા હોસ્ટ કરવામાં આવ્યો હતો. ડિનરમાં એપલના સીઈઓ ટિમ કુક પણ હાજર હતા. ઈન્દ્રા નૂયી, આનંદ મહિન્દ્રા, નિખિલ કામથ, રાલ્ફ લોરેન ત્યાં અન્ય પ્રમુખ મહેમાનો હતા.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article