અંકિતા લોખંડે પતિ વિકી જૈન સાથે રિયાલિટી શો ‘સ્માર્ટ જોડી’માં થશે સામેલ, જુઓ VIDEO

સ્ટાર પ્લસ પર ટૂંક સમયમાં આવી રહેલા નવા શો 'સ્માર્ટ જોડી'માં ઘણા પ્રખ્યાત સેલિબ્રિટી કપલ્સ એકબીજા સાથે ટકરાશે અને સાબિત કરવાનો પ્રયાસ કરશે કે તેઓ સૌથી સ્માર્ટ કપલ છે.

અંકિતા લોખંડે પતિ વિકી જૈન સાથે રિયાલિટી શો સ્માર્ટ જોડીમાં થશે સામેલ, જુઓ VIDEO
Ankita lokhande and vicky jain to be part of reality show
| Edited By: | Updated on: Feb 22, 2022 | 6:56 PM

Video : તાજેતરમાં લગ્નના બંધનમાં બંધાયેલ અભિનેત્રી અંકિતા લોખંડે (Ankita Lokhande) તેના પતિ વિકી જૈન (Vicky Jain) સાથે સ્ટાર પ્લસના આગામી સેલિબ્રિટી રિયાલિટી શો ‘સ્માર્ટ જોડી’માં (Smart Jodi) જોવા મળશે. સ્ટાર પ્લસ ટીવીએ 22 ફેબ્રુઆરીએ તેમના શોનો નવો પ્રોમો શેર કરતી વખતે ચાહકો સાથે અંકિતા અને વિકીની ઝલક શેર કરી હતી.

તમને જણાવી દઈએ કે, અંકિતા અને વિકી 14 ડિસેમ્બર, 2021ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા અને આ કપલનો પહેલો રિયાલિટી શો હશે. આ બંનેની સાથે ટીવી અને બોલિવૂડના ઘણા પ્રખ્યાત કપલ્સ આ શોમાં જોવા મળશે.

જુઓ અંકિતા અને વિકી જૈનના નવા શોનો પ્રોમો

નવો શો ટૂંક સમયમાં શરૂ થશે

અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈનનો પ્રોમો શેર કરતી વખતે, કેપ્શનમાં લખ્યું છે કે “જ્યારે ફક્ત કોઈની સાથે રહેવાથી બધું બરાબર લાગે છે, તો સમજો કે જોડી સંપૂર્ણ છે. હવે અંકિતા અને વિકીને જ જુઓ. આ બંનેને મળો, સ્ટાર પ્લસ પર ” આ રિયાલિટી શો સ્ટાર પ્લસના ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ પ્લસ’નું સ્થાન લેવા જઈ રહ્યો છે.

આ અગાઉ સ્ટાર પ્લસે બોલિવૂડ અભિનેત્રી ભાગ્યશ્રી અને તેના પતિ હિમાલય દસાનીના નામ જાહેર કરતા ‘સ્માર્ટ જોડી’ શો નો પ્રોમો શેર કર્યો હતો અને હવે તેણે અંકિતા લોખંડે અને તેના પતિ વિકીનો પ્રોમો શેર કર્યો છે. બંનેમાં એક વાત કોમન છે કે પત્ની એક્ટ્રેસ છે અને પતિ બિઝનેસમેન છે. જો કે, આ તમામ જોડીઓ એક જ રીતે હશે કે કેમ તે અંગે હજુ સુધી ખુલાસો કરવામાં આવ્યો નથી.

આ કલાકારો સ્માર્ટ જોડીનો ભાગ બનશે

અંકિતા- વિકી અને ભાગ્યશ્રી હિમાલય ઉપરાંત લગભગ 12 જોડીઓ આ શોમાં સામેલ થઈ શકે છે, હાલમાં નીલ ભટ્ટ અને ઐશ્વર્યા શર્મા, રાહુલ મહાજન અને નતાલ્યા ઈલિનાનું નામ પણ ચર્ચામાં છે. અહેવાલો મુજ ફેમસ એક્ટર અને એન્કર મનીષ પોલ કપલ્સના આ ફન શોને હોસ્ટ કરતા જોવા મળશે.

 

આ પણ વાંચો: ફરી એક્શન અવતારમાં જોવા મળશે જોન અબ્રાહમ, Tehran નું પોસ્ટર શેર કરી આપી જાણકારી