Maharashtra : કોંગ્રેસ બાદ મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) પર નિશાન સાધ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા એક નિવેદનાં કહ્યુ હતુ કે ‘ભારતને આઝાદી ભીખમાં મળી’. નવાબ મલિકે કહ્યું કે, કંગના રનૌતની ધરપકડ કરીને પદ્મશ્રી એવોર્ડ પાછો લેવો જોઈએ. સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયેલી 24 સેકન્ડની ક્લિપમાં કંગનાએ કહ્યુ હતુ કે, “1947માં આઝાદી નહીં, પણ ભીખ માંગવી અને જે આઝાદી આપણને 2014માં મળી.”
આ નિવેદન ગાંધીજીથી લઈને ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન છે
નવાબ મલિકે (Nawab Malik) વધુમાં કહ્યું કે, કંગનાનુ આ નિવેદન ગાંધીજીથી લઈને ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન છે. અમે કંગનાના નિવેદનની સખત નિંદા કરીએ છીએ. જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે 1947ની આઝાદી ભીખ માંગીને અપાઈ હતી, અમને લાગે છે કે સ્વાતંત્ર્ય સેનાનીઓનું અપમાન થયું છે. કેન્દ્ર સરકારે તેમની સામે કેસ નોંધવો જોઈએ અને તેમની પાસેથી પદ્મશ્રી પરત લેવો જોઈએ.
Mumbai | We strongly condemn actress Kangana Ranaut’s statement (India got freedom in 2014). She insulted freedom fighters. Centre must take back the Padma Shri from Kangana & arrest her: Maharashtra Minister Nawab Malik pic.twitter.com/xTy2VPFohk
— ANI (@ANI) November 12, 2021
કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ કંગના પર આકરા પ્રહાર કર્યા
અગાઉ કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ કહ્યું હતું કે, ‘કંગના રનૌતનું નિવેદન માત્ર મહાત્મા ગાંધી, પંડિત નેહરુ અને સરદાર પટેલ જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓનું જ નહીં, પરંતુ સરદાર ભગત સિંહ, ચંદ્રશેખર આઝાદ (Chandra Shekhar Azad) જેવા ક્રાંતિકારીઓના બલિદાનનું પણ અપમાન છે.’ તેણે એમ પણ કહ્યું કે, વડાપ્રધાને પોતાનું મૌન તોડવું જોઈએ અને દેશને જણાવવું જોઈએ શું તેઓ કંગના રનૌતના અભિપ્રાયનું સમર્થન કરે છે ? સરકારે કંગના વિરુધ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ.
કંગના રનૌતે તમામ દેશવાસીઓની માફી માંગવી જોઈએ : કોંગ્રેસ પ્રવક્તા
કંગના પર પ્રહાર કરતા કોંગ્રેસના પ્રવક્તા ગૌરવ વલ્લભે (Gaurav Vallabh) કહ્યું કે, “કંગના રનૌતે તેના નિવેદન માટે તમામ દેશવાસીઓની માફી માંગવી જોઈએ કારણ કે તેનાથી આપણા સ્વતંત્રતા ચળવળ અને સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન થયું છે.” ભારત સરકારે મહાત્મા ગાંધી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, પંડિત નેહરુ, સરદાર ભગતસિંહનું અપમાન કરનાર મહિલા પાસેથી પદ્મશ્રી એવોર્ડ પાછો ખેંચી લેવો જોઈએ. આવા લોકોને પદ્મશ્રી આપવાનો અર્થ એ છે કે સરકાર આવા લોકોને પ્રોત્સાહન આપી રહી છે.
આ પણ વાંચો: Sameer Wankhede Case: નવાબ મલિક સામે દાખલ કરવામાં આવેલા માનહાનિના દાવા પર બોમ્બે હાઈકોર્ટ આજે કરશે સુનાવણી
Published On - 1:40 pm, Fri, 12 November 21