Aryan Khan Case : શું આર્યન ખાનના જામીન સામે NCB સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે ? બોમ્બે હાઈકોર્ટ જામીન અંગે કરી આ સ્પષ્ટતા

|

Nov 22, 2021 | 4:37 PM

NCB દ્વારા આર્યન ખાનના જામીન સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવી કે નહીં તે અંગે વિચારણા કરવામાં આવી રહી છે. જામીનના આદેશ પર આગળનું સ્ટેન્ડ લેતા પહેલા હાલ NCB કાયદાકીય સલાહ લઈ રહી છે.

Aryan Khan Case : શું આર્યન ખાનના જામીન સામે NCB સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે ? બોમ્બે હાઈકોર્ટ જામીન અંગે કરી આ સ્પષ્ટતા
Aryan Khan Drugs Case

Follow us on

Aryan Khan Case Updates : મુંબઈ ક્રૂઝ ડ્રગ કેસમાં બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાન (SRK)ના પુત્ર આર્યન ખાનને જામીન મળ્યા બાદ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (Narcotics Control Bureau)નું વલણ શું હશે ? શું NCB બોમ્બે હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીનના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં જશે ? આ અંગે ચર્ચાઓ શરૂ છે. NCB દ્વારા આ મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે કે શું આર્યન ખાનના જામીનના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવી કે નહીં. હાલ NCB બોમ્બે હાઈકોર્ટના (Bombay High Court) આદેશનો અભ્યાસ કરી રહી છે.

શનિવારે આર્યન ખાનના જામીન સંબંધિત મુંબઈ હાઈકોર્ટના આદેશની વિગતવાર નકલ બહાર આવી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે આર્યન ખાન પાસેથી ડ્રગ્સ મળી આવ્યું નથી. તેમજ તેની ચેટથી સાબિત થતું નથી કે તે ડ્રગ્સ સંબંધિત કેસમાં (Cruise Drugs Case) સામેલ છે. ઉપરાંત કોર્ટના જણાવ્યા અનુસાર આરોપીઓએ ગુનો કરવાની એવી કોઈ યોજના બનાવી હોય તેવા કોઈ પુરાવા નથી. આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટ ક્રુઝમાં સ્વતંત્ર રીતે મુસાફરી કરી રહ્યા હતા.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

આર્યન ખાનના જામીન માટે બોમ્બે હાઈકોર્ટે આપેલા કારણો

બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાનને જામીન આપવાના નિર્ણયમાં ઘણા કારણો આપ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે આર્યન ખાન (Aryan Khan) વિરુદ્ધ કોઈ ગુનાહિત પુરાવા મળ્યા નથી. આર્યન ખાનની વોટ્સએપ ચેટ ક્રાઈમ પ્લાનિંગના કોઈ પુરાવા આપતી નથી. સાથે જ આર્યન ખાન પાસેથી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી. મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટ પાસેથી નજીવી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું હતું. આર્યન ખાને અન્ય આરોપીઓ સાથે મળીને આ પ્રકારનું આયોજન કરવાનો પણ કોઈ આધાર નથી. આર્યનની ચેટમાંથી કોઈ પ્રકારનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે તે સ્પષ્ટ નથી.

 

આ પણ વાંચો: Maharashtra : “રાજકીય રોટલા શેકવા માટે ભાજપ આક્રમક બની રહી છે”, શિવસેના સાસંદ સંજય રાઉતે ધરણાને લઈને ભાજપને આડે હાથ લીધી

આ પણ વાંચો: Parambir Singh Case : સુપ્રીમ કોર્ટે મુંબઈના ભૂતપૂર્વ કમિશનર પરમબીર સિંહની ધરપકડ પર લગાવી રોક

Next Article