Nayanthara Vignesh Wedding: નયનતારા આવતીકાલે વિગ્નેશ સાથે સાત ફેરા લેશે, લગ્નના કાર્ડનો વીડિયો વાયરલ

Nayanthara Vignesh Shivan Wedding:નયનતારા ( Nayanthara) અને વિગ્નેશે તેમના લગ્નમાં ઘણા લોકોને આમંત્રણ આપ્યું નથી. બંનેના આ લગ્ન ખૂબ જ ખાનગી હશે, જેમાં ફક્ત પરિવારના સભ્યો અને કેટલાક નજીકના લોકો જ સામેલ થશે.

Nayanthara Vignesh Wedding: નયનતારા આવતીકાલે વિગ્નેશ સાથે સાત ફેરા લેશે, લગ્નના કાર્ડનો વીડિયો વાયરલ
નયનતારા આવતીકાલે વિગ્નેશ સાથે સાત ફેરા લેશે
Image Credit source: instagram
| Edited By: | Updated on: Jun 08, 2022 | 12:30 PM

Nayanthara and Vignesh Shivan Wedding: જ્યારથી સાઉથની સુપરસ્ટાર નયનતારાના ફિલ્મ નિર્માતા વિગ્નેશ શિવન સાથેના લગ્નના સમાચાર સામે આવ્યા છે, ત્યારથી અભિનેત્રીના ચાહકો તેના લગ્ન સંબંધિત દરેક અપડેટ જાણવા ઉત્સુક છે. નયનતારા અને વિગ્નેશ આવતીકાલે એટલે કે 9મી જુલાઈએ એકબીજા સાથે સાત ફેરા લેવાના છે. નયનતારા અને વિગ્નેશ (Vignesh)ના લગ્નના એક દિવસ પહેલા જ બંનેના આમંત્રણનો વીડિયો સોશિયલ મીડિયા (Social media)પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમના ચાહકોને નયનતારા અને વિગ્નેશના લગ્નનું આ વિડિયો કાર્ડ ખૂબ જ પસંદ આવ્યું છે અને તેઓ અભિનેત્રી પાસે તેમના લગ્ન વિશે વધુ અપડેટ્સ આપવાની માંગ કરી રહ્યા છે.

ઓનલાઈન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નયનતારા અને વિગ્નેશએ આ વેડિંગ કાર્ડનો વીડિયો તેમના નજીકના મિત્રો અને સંબંધીઓને મોકલ્યો છે. આ વીડિયો એક ગ્રાફિકલ વીડિયો છે, જેમાં વર-કન્યાને નયનતારા અને વિગ્નેશ જેવા દેખાડવામાં આવ્યા છે. આ આમંત્રણનો વિડિયો ન તો નયનતારાએ તેના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને ન તો તેને ફિલ્મ નિર્માતા વિગ્નેશ દ્વારા ક્યાંય શેર કરવામાં આવ્યો છે.

નયનતારા અને વિગ્નેશના લગ્નના આમંત્રણનો વીડિયો અહીં જુઓ

નયનતારા અને વિગ્નેશના લગ્નના આમંત્રણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બેકગ્રાઉન્ડમાં નનુમ રાઉડી પૌડીનું સંગીત વાગી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, નયનતારા અને વિગ્નેશે પહેલીવાર વર્ષ 2015માં આ ફિલ્મ દ્વારા સાથે કામ કર્યું હતું.

 

 

નયનતારા અને વિગ્નેશે તેમના લગ્નમાં ઘણા લોકોને આમંત્રણ આપ્યું નથી. બંનેના આ લગ્ન ખૂબ જ ખાનગી હશે, જેમાં ફક્ત પરિવારના સભ્યો અને કેટલાક નજીકના લોકો જ સામેલ થશે. લગ્ન માટે ડ્રેસ કોડ પણ રાખવામાં આવ્યો છે, જે એથનિક પેસ્ટલ છે. વિગ્નેશ અને નયનથારા આવતીકાલે એટલે કે 9 જૂને ચેન્નાઈના મહાબલીપુરમમાં લગ્ન કરવા જઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, 7 જૂને વિગ્નેશે ચેન્નાઈમાં પ્રી-વેડિંગ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં નયનતારા અને વિગ્નેશે તેમના ચાહકો સાથે શેર કર્યું હતું કે તે બંને 9 જૂને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. આ બંને વિગ્નેશે જણાવ્યું હતું કે તે અને નયનતારા તેમના લગ્ન તિરુપતિમાં થાય તેવું ઈચ્છતા હતા, પરંતુ કોઈ કારણસર તેઓએ લગ્નનું સ્થળ બદલવું પડ્યું હતું. એટલું જ નહીં, વિગ્નેશે આ અવસર પર મીડિયાના લોકોનો પણ આભાર માન્યો કે તેણે આટલા લાંબા સમય સુધી ફિલ્મમેકર તરીકે તેને સપોર્ટ કર્યો.