નાગિન 6: અભિનેત્રી રશ્મિ દેસાઈ અને તેજસ્વી પ્રકાશ વચ્ચે જોવા મળશે કાંટાની ટક્કર

એક સમયે અભિનેત્રી તેજસ્વી પ્રકાશ અને રશ્મિ દેસાઈ વચ્ચે ઘણી સારી મિત્રતા હતી. પરંતુ જ્યારે બંને જાણીતા રિયાલિટી શો 'બિગબોસ 15'માં સાથે આવ્યા ત્યારે તેમની આ મિત્રતા ટકી શકી નહીં.

નાગિન 6: અભિનેત્રી રશ્મિ દેસાઈ અને તેજસ્વી પ્રકાશ વચ્ચે જોવા મળશે કાંટાની ટક્કર
Tejaswi Prakash & Rashmi Desai - File Photo
| Edited By: | Updated on: Mar 26, 2022 | 11:12 PM

કલર્સ ટીવીનો સૌથી લોકપ્રિય ફેન્ટસી ફિક્શન શો ‘નાગિન 6’ (Naagin 6) દર અઠવાડિયે નવા ટ્વીસ્ટ અને ટર્ન સાથે પોતાની પકડ દર્શકો પર વધુને વધુ મજબૂત બનાવે છે. આ અઠવાડિયે આપણે નાગિન 6માં એક નવા પાત્રની એન્ટ્રી જોવા જઈ રહ્યા છીએ. અમે તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી આ સીરિયલમાં તેજસ્વી પ્રકાશ (Tejaswi Prakash) અને મહેક ચહલ (Mahek Chahal) ‘શેષ નાગિન’નું પાત્ર ભજવી રહ્યા છે. હવે આ શોમાં ‘બિગબોસ’ ફેમ રશ્મિ દેસાઈની તેજવી પ્રકાશ સામે એન્ટ્રી થવા જઈ રહી છે. આ સમાચારોથી તેજસ્વી પ્રકાશના ફેન્સમાં મિક્સ્ડ રિએક્શન જોવા મળી રહ્યા છે.

 આ શોમાં ઘણા રસપ્રદ ટ્વિસ્ટ જોવા મળશે

અત્યાર સુધી આપણે શોમાં જોઈએ તો, શેષ નાગિન પ્રથાએ બે અસુરોનો વધ કર્યો છે અને બાકીના ત્રણ અસુર તેના અને તેની બહેન મહેકની ચાંપતી નજર છે. આ દુશ્મનોએ અગાઉ આ બંને બહેનોને વશમાં કરવા માટે એક મહાસપેરા એટલે કે મદારીને મોકલ્યો હતો, જો કે તેનો શેષ નાગિન પ્રથાએ વધ કર્યો હતો. હવે શેષ નાગિન પ્રથાના દુશ્મનો તેને હરાવવા માટે એક વિશાલ લાલ નાગિનને મોકલી રહ્યા છે. કલર્સ ટીવી દ્વારા તાજેરમાં રજૂ કરાયેલા આ પ્રોમોમાં તમે શેષ નાગિન પ્રથા વિરુદ્ધ નવા શત્રુની આ શોમાં એન્ટ્રી નિહાળી શકો છો.

 રશ્મિ દેસાઈ આ પૂર્વે નાગિન 4 નો ભાગ બની છે

અભિનેત્રી રશ્મિ દેસાઈ આ પહેલા પણ ‘નાગિન 4’નો ભાગ રહી ચૂકી છે. તેણી નાગિન 4માં ‘નયનતારા’ નો રોલ પ્લે કરી રહી હતી. તેનું પાત્ર પણ ‘ગ્રે શેડ’માં હતું. આ નાગિન સીઝન 4માં, રશ્મિ દેસાઈની સાથે નિયા શર્મા અને વિજયેન્દ્ર કુમેરિયા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. જોકે નાગિન 6 સીઝન આ ‘લાલ નાગિન’નું રશ્મિ દેસાઈનું પાત્ર ‘કેમિયો’નું હશે. એટલે કે થોડા સમય માટે તે આ પાત્ર ભજવીને શોમાંથી બહાર નીકળી જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યારે રશ્મિ દેસાઈ શોમાં તેજસ્વી પ્રકાશની સામે કાંટાની ટક્કર આપતી જોવા મળશે. અત્યારે રશ્મિ દેસાઈએ તેના સોશિયલ મીડિયા પર તેના આ શોના ફર્સ્ટ લુકની તસવીરો શેર કરી છે. જે ખુબ જ વાયરલ થઇ રહી છે.

શું આ બંને ફરી મિત્રો બનશે?

એક સમયે અભિનેત્રી તેજસ્વી પ્રકાશ અને રશ્મિ દેસાઈ વચ્ચે ઘણી સારી મિત્રતા હતી. પરંતુ જ્યારે બંને જાણીતા રિયાલિટી શો ‘બિગબોસ 15’માં સાથે આવ્યા ત્યારે તેમની આ મિત્રતા ટકી શકી નહીં. આ શોમાં બંનેના વિચારો અને વિચાર એકદમ અલગ હતા. જો કે, બિગબોસમાં, લોકો ઘરની બહાર આવતા પહેલા એક બીજા વચ્ચેના ઝઘડાને ભૂલી જાય છે. હવે ફરી એકવાર સાથે કામ કર્યા બાદ તેજસ્વી પ્રકાશ અને રશ્મિ દેસાઈ વચ્ચે કેવી કેમેસ્ટ્રી જોવા મળશે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. આ બંને અભિનેત્રીઓની ફેન ફોલોવિંગ ખુબ જ વફાદાર છે, અને વિશાળ પણ છે.

આ પણ વાંચો – કેટરીના કૈફ અને વિકી કૌશલે ફરહાન અખ્તરની પાર્ટીમાં લગાવી આગ – જુઓ વાયરલ વિડીયો