Cruise Drug Case : NCBએ ક્રુઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં મુંબઈના વર્સોવા વિસ્તારમાંથી વધુ એક ડ્ર્ગ્સ પેડલરની અટકાયત કરી છે. શ્રેયસ નાયરના કહેવાથી આ પેડલરની અટકાયત કરી હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. તમને જણાવી દઈએ કે, ક્રુઝ પર રેવ પાર્ટીનું આયોજન કરનાર ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના (Event Management Company) ધરપકડ કરાયેલા 4 આરોપીઓને બુધવારે કિલા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જેમાં ગોપાલ આનંદ, સમીર સહગલ, માનવ સિંઘલ અને ભાસ્કર અરોરાનો સમાવેશ થાય છે.
સોમવારે NCBએ આર્યન સહિત 8 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા
ઉલ્લેખનીય છે કે, સોમવારે એનસીબીએ આર્યન સહિત 8 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા, જેમને 7 ઓક્ટોબર સુધી કસ્ટડીમાં રાખવા આદેશ કરવામાં આવ્યો છે. મંગળવારે NCB એ 8 લોકોને ધરપકડ કરી હતી, પરંતુ માત્ર 4 લોકોને જ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેની કસ્ટડી 11 ઓક્ટોબર સુધી મળી છે.
આર્યનની પૂછપરછ ચાલુ છે
બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી (Drugs party) કેસમાં 7 ઓક્ટોબર સુધી રેકોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની કસ્ટડીમાં છે. આર્યનની મંગળવારે મોડી રાત સુધી પૂછપરછ કરવામાં આવી હતી. એનસીબીના જણાવ્યા અનુસાર, આર્યન ખાનને અન્ય આરોપીઓ સાથે એનસીબી કચેરી નજીકની રાષ્ટ્રીય હિન્દુ રેસ્ટોરન્ટમાંથી ભોજન આપવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, આર્યનના પરિવારના સભ્યો દ્વારા ભોજનની માંગણી કરવામાં આવી હતી, જેને ઠુકરાવી દેવામાં આવી છે.
શાહરૂખ અને ગૌરી આર્યનને મળવા પહોંચ્યા
સુત્રો અનુસાર, શાહરૂખ ખાન (Shahrukh Khan) અને ગૌરી પણ આર્યનને મળવા આવ્યા હતા. આ દરમિયાન ગૌરી આર્યન માટે બર્ગર લાવી હતી, પરંતુ એનસીબીએ તેને તે આપવાની મંજૂરી આપી ન હતી. માહિતી અનુસાર, એનસીબી લોકઅપમાં આર્યને (Aryan Khan) તપાસ એજન્સી પાસેથી વિજ્ઞાનના કેટલાક પુસ્તકો મંગાવ્યા હતા, જે અધિકારીઓએ આપ્યા હતા. આર્યનને તે જ રેસ્ટોરન્ટમાંથી ભોજન પણ આપવામાં આવી રહ્યું છે જ્યાંથી બાકીના આરોપીઓ માટે ભોજન આવે છે.
અત્યાર સુધીમાં 16 લોકોની ધરપકડ કરવામાં આવી
NCBએ મંગળવારે ક્રૂઝ ડ્રગ પાર્ટી સાથે જોડાયેલા ચાર લોકોને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે ચારેય આરોપી અબ્દુલ કાદિર શેખ, શ્રેયસ નાયર, મનીષ દરિયા, અવિન સાહુને 11 ઓક્ટોબર સુધી એનસીબીની કસ્ટડીમાં (NCB Custody) મોકલી દીધા છે. ઉપરાંત આ કેસમાં એનસીબીએ ગોપાલ જી આનંદ, સમીર સેહગલ, માનવ સિંઘલ અને ભાસ્કર અરોરાની પણ ધરપકડ કરી છે. તે બધા દિલ્હીમાં નમસ ક્રે નામની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરે છે. ત્યારે આ કેસમાં અત્યાર સુધીમાં 16 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો : Drugs Case: આર્યન ખાનની ધરપકડ બાદ, સમીર વાનખેડે કહ્યું – ફેમસ હોવાને કારણે નિયમો તોડવાનો અધિકાર મળતો નથી…
આ પણ વાંચો : Maharashtra: જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની પેટાચૂંટણી માટે આજે મત ગણતરી, 63 ટકા મતદાન
Published On - 1:14 pm, Wed, 6 October 21