Aryan Khan Drug Case: ડ્રગ્સ કેસ 7 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી આર્યન ખાન અને તેના મિત્રોની રિમાન્ડ, NCB કરશે પૂછપરછ

|

Oct 04, 2021 | 6:39 PM

આર્યન ખાન સહિત બાકીના આરોપીઓને પણ કિલા કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા. એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આર.એ. નર્લીકરે આ કેસની સુનાવણી કરી હતી.

Aryan Khan Drug Case: ડ્રગ્સ કેસ 7 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી આર્યન ખાન અને તેના મિત્રોની રિમાન્ડ, NCB કરશે પૂછપરછ
Aryan Khan

Follow us on

બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન (Shahrukh Khan)ના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સ કેસ (Aryan Khan Drugs Case)માં ધરપકડ કરવામાં આવી છે. આજે આ મામલે કિલા કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ કેસમાં કોર્ટે આર્યન ખાન અને તેના મિત્રોના રિમાન્ડ 7 ઓક્ટોબર સુધી લંબાવ્યા છે. હવે NCB આગામી ત્રણ દિવસમાં દરેકની વધુ પૂછપરછ કરશે.

 

સુનાવણી દરમિયાન એનસીબીએ જણાવ્યું કે તેમને આર્યનના મોબાઈલમાંથી ચોંકાવનારા ફોટા મળ્યા છે. ફોટોમાંથી ઘણી ચોંકાવનારી માહિતી પણ બહાર આવી છે. આ કારણે NCBએ ડ્રગ્સ રેકેટની તપાસ માટે આર્યનની કસ્ટડી જરૂરી ગણાવી છે. NCBએ કહ્યું કે ક્રુઝ પાર્ટી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ સાથે જોડાયેલી છે. આ સાથે કહેવામાં આવ્યું કે ડ્રગ્સ લેવા માટે કોડ વર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ જોઈને સરકારી વકીલે 11 ઓક્ટોબર સુધી તમામ આરોપીઓની કસ્ટડીની માંગણી કરી હતી.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

 

તે જ સમયે, આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદેએ ખાનનો બચાવ કરતા કહ્યું કે, સર્ચ દરમિયાન આર્યન પાસેથી કોઈ પ્રતિબંધિત સામગ્રી મળી નથી. તેને અતિથિ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. તેની પાસે બોર્ડિંગ પાસ પણ નહોતો. એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આર.એ. નર્લીકરે આ મામલે સુનાવણી કરી હતી. આ દરમિયાન એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે પણ કોર્ટમાં હાજર હતા.

 

આર્યન પર માત્ર ડ્રગ્સ સેવનનો આરોપ

અગાઉ, NCBની ટીમ તમામ આરોપીઓને JJ હોસ્પિટલમાં લઈ ગઈ હતી, જ્યાં તેમનો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. NCBએ રવિવારે દાવો કર્યો હતો કે તેની પાસે મુંબઈ કિનારે ક્રૂઝ જહાજમાંથી પકડાયેલા ડ્રગ કેસમાં બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન અને સહિત પકડાયેલા ત્રણ આરોપીઓ અને ડ્રગ સ્મગલરો વચ્ચેના સંબંધો દર્શાવવા માટે પુરાવા છે. જોકે NCBના વકીલે કોર્ટને જણાવ્યું છે કે આર્યન પર માત્ર ડ્રગ્સ લેવાનો આરોપ છે.

 

આ ધારાઓ હેઠળ નોંધાયેલ કેસ

આર્યન ખાન વિરુદ્ધ એનડીપીએસ અધિનિયમની ધારા -27 (માદક પદાર્થનું સેવન કરવું), 8 સી (માદક પદાર્થોનું ઉત્પાદન, રાખવું, ખરીદી અથવા વેચાણ) અને અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. NCB દ્વારા ધરપકડ બાદ તૈયાર કરવામાં આવેલા મેમો અનુસાર દરોડા બાદ 13 ગ્રામ કોકેન, પાંચ ગ્રામ MD, 21 ગ્રામ ચરસ અને 22 નશીલી ગોળીઓ મળી આવી છે. આ સાથે 1.33 લાખની રોકડા જપ્ત કરવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો: ભારતમાં ઝડપથી વધી રહ્યો છે વેક્સીનેશનનો ગ્રાફ, આરોગ્ય મંત્રી માંડવિયાએ કહ્યું- દેશના 70 ટકા લોકોને મળ્યો પ્રથમ ડોઝ

 

આ પણ વાંચો :- આર્યનનું નામ ડ્રગ્સ કેસમાં આવ્યા બાદ બોલિવૂડમાં જૂથવાદ થયો શરૂ, શાહરૂખના મિત્ર Sunil Shettyએ કર્યો આર્યનને સપોર્ટ

 

Published On - 6:25 pm, Mon, 4 October 21

Next Article