Yaariyan 2 Review : દિવ્યા ખોસલા કુમારની આ ફિલ્મ અપેક્ષા કરતા વધારે સારી, ઈમોશનલની સાથે કરશે એન્ટરટેઈન

Yaariyan 2 Review In Gujarati : કેટલીક ફિલ્મો એવી હોય છે કે તેના માટે તમને બિલકુલ આશા ના હોય કે તે સારી બની શકે. યારિયાં 2 પણ આવી જ ફિલ્મ છે. આ ફિલ્મનું ટ્રેલર અને આ ફિલ્મના પ્રમોશનની સ્ટાઇલ બધી મુવી કરતા અલગ રહી હતી. આ ફિલ્મ એક સરપ્રાઈઝ છે અને આ સરપ્રાઈઝ ખૂબ જ સુંદર છે. આ એક ફ્રેશ ફિલ્મ અને સરપ્રાઈઝ છે. આ ફિલ્મ પાસેથી આશાઓ ઓછી હતી. આશા કરતાં તો મુવી વધારે રીટર્ન આપે છે. ફર્સ્ટ હાફ થોડો બોરિંગ લાગે છે, પણ સેકન્ડ હાફ ફિલ્મની લાઈફ છે પણ ફિલ્મ ઘણા સમય પછી એક પોઈન્ટ પર આવે છે અને લોકોને મજા આવે છે.

Yaariyan 2 Review : દિવ્યા ખોસલા કુમારની આ ફિલ્મ અપેક્ષા કરતા વધારે સારી, ઈમોશનલની સાથે કરશે એન્ટરટેઈન
Yaariyan 2 movie review
| Edited By: | Updated on: Oct 21, 2023 | 4:14 PM

સ્ટારર : દિવ્યા ખોસલા કુમાર, મીઝાન જાફરી, અનસ્વરા રાજન, યશ દાસગુપ્તા, ભાગ્યશ્રી બોરસે, પર્લ વી પુરી, વારિના હુસૈન, પ્રિયા પ્રકાશ વોરિયર, લિલેટ દુબે, મુરલી શર્મા

ડાયરેક્ટર : રાધિકા રાવ, વિનય સપ્રુ

કેટેગરી : હિન્દી, રોમાન્સ, ડ્રામા

સ્ટાર : 3.5 સ્ટાર

ફિલ્મની સ્ટોરી

આ સ્ટોરી ત્રણ કઝિન ભાઈ-બહેનની વાર્તા છે. દિવ્યા ખોસલા કુમાર, શિખર એટલે કે મીઝાન જાફરી અને બજરંગ એટલે કે પર્લ વી પુરી. તેમના અંગત અને વ્યાવસાયિક જીવનમાં જે પણ થાય છે. એવું જ આ ફિલ્મમાં પણ છે. લાડલી તેના લગ્નજીવનથી પરેશાન છે. બજરંગનું દુ:ખ એ છે કે તેને પ્રેમમાં છેતરવામાં આવ્યો છે. શિખરનો જુસ્સો બાઇક રેસિંગનો છે પણ તેનું જીવન પણ અરાજકતાથી ભરેલું છે. એટલે કે ત્રણેય લોકોનું જીવન અસ્તવ્યસ્ત છે.

સૌથી સારી કહાની તો લાડલીની છે. લાડલીને તેના પતિની ગર્લફ્રેન્ડના ઘરમાં માન-સન્માન મેળવવું પડે છે. જેનું કારણ કંઈક બીજું છે. જેણે તેના પતિનું જીવન બદલી નાખ્યું. હવે લાડલી શું કરશે તે જોવા માટે તમારે થિયેટરમાં જવું પડશે.

આવી છે મુવી

આ એક ફ્રેશ ફિલ્મ અને સરપ્રાઈઝ છે. આ ફિલ્મ પાસેથી આશાઓ ઓછી હતી. આશા કરતાં તો મુવી વધારે રીટર્ન આપે છે. ફર્સ્ટ હાફ થોડો બોરિંગ લાગે છે, પણ સેકન્ડ હાફ ફિલ્મની લાઈફ છે પણ ફિલ્મ ઘણા સમય પછી એક પોઈન્ટ પર આવે છે અને લોકોને મજા આવે છે. દિવ્યા ખોસલા કુમારે ફિલ્મમાં શાનદાર કામ કર્યું છે. તે તમને ઈમોશનલ પણ કરશે અને આ ફિલ્મની યુએસપી છે.

એક્ટિંગ

દિવ્યા ખોસલા કુમાર ફિલ્મની હીરોઈન છે અને હીરો પણ તે પોતે જ છે. આખી ફિલ્મ તેની આસપાસ ફરે છે. અહીં દિવ્યા તમને આશ્ચર્યચકિત કરે છે. તે તમારી અપેક્ષા કરતાં વધુ સારી રીતે એક્ટિંગ કરતી જોવા મળશે. ફિલ્મના અંત સુધીમાં તમને લાગે છે કે તે એક સારી એકટ્રેસ છે. મીઝાન જાફરી એ પણ બતાવે છે કે તે જાવેદ જાફરીના પુત્ર હોવાને કારણે ફિલ્મમાં નથી.

તેની પાસે કામ કરવાની ક્ષમતા અને આર્ટ છે અને તે સારું કામ કરી શકે છે. અહીં પણ મીઝાને શાનદાર કામ કર્યું છે. પર્લ વી પુરીનું કામ પણ સારું છે. અનસ્વરા રાજે મીઝાનની ગર્લફ્રેન્ડની ભૂમિકામાં સારી રીતે અભિનય કર્યો છે. યશ દાસગુપ્તાએ લાડલીના હસબન્ડનો રોલમાં સારી રીતે નિભાવ્યો છે.

ડાયરેક્શન

આ ફિલ્મનું નિર્દેશન રાધિકા રાવ અને વિનય સપ્રુએ કર્યું છે. જેમણે ટી-સિરીઝ માટે ઘણા મ્યુઝિક વીડિયો પણ બનાવેલા છે. તે ફિલ્મને નવો અને ફ્રેશ અહેસાસ આપવામાં સફળ રહ્યો છે. તેની સ્ટોરીને જે રીતે ગૂંથી છે તેને માટે તેને સંપૂર્ણ સ્ટાર મળવા જોઈએ.

તો પછી શું ખૂટ્યું

સ્ક્રીનપ્લે વધુ સારી બની શકી હોત. શરૂઆતમાં ત્રણેય બ્રધર-સિસ્ટરની વાર્તા કહેવામાં ઘણો સમય પસાર થયો છે અને તેના કારણે પ્રથમ હાફ પણ બોરિંગ બનતો જાય છે. ફિલ્મને અહીં સુધારી શકી હોત.

મ્યુઝિક

આ ફિલ્મ ટી સીરીઝની છે. તેથી દેખીતી રીતે જ ગીતો પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે અને મહેનત કરવામાં આવી છે. સંગીત શાનદાર છે. સરેરાશ આ ફિલ્મ જોવા જેવી છે.

આ પણ વાંચો : Ganpath Review: ટાઈગર શ્રોફની આ ફિલ્મ જોઈને તમે પણ કહેશો કે-છોટા બચ્ચા સમજે હૈ ક્યાં?

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો