Runway 34 Review In Gujarati : એવિએશન પર બનેલી એકમાત્ર ભારતીય ફિલ્મમાં રકૂલ પ્રીત સિંઘે કર્યો છે શાનદાર અભિનય

|

Apr 28, 2022 | 7:42 PM

દર્શકો અજય દેવગનની (Ajay Devgn) આ બહુચર્ચિત ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મમાં અજય દેવગણને અમિતાભ બચ્ચનની સામે ઊભા રહીને પહેલીવાર સવાલનો જવાબ આપતો જોવો ખૂબ જ રસપ્રદ છે.

Runway 34 Review In Gujarati : એવિએશન પર બનેલી એકમાત્ર ભારતીય ફિલ્મમાં રકૂલ પ્રીત સિંઘે કર્યો છે શાનદાર અભિનય
Runway 34 Film Poster (File Photo)

Follow us on

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં (Bollywood) ભાગ્યે જ એવી કોઈ ફિલ્મ હશે, જેમાં લેન્ડિંગ દરમિયાન હવામાનને કારણે પાઈલટને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હોય તે જણાવવામાં આવ્યું હોય. હોલીવુડમાં (Hollywood) ટોમ હેન્ક્સની ‘સુલી’ અને ડેન્ઝલ વોશિંગ્ટનની ‘ફ્લાઇટ’ પછી, બોલિવૂડમાં અજય દેવગનની (Ajay Devgn) ‘રનવે 34’ દર્શકોને મનોરંજનની સાથે વિચારવા પણ મજબૂર કરશે. ફિલ્મની વાર્તા 2015માં દોહાથી કોચીન આવી રહેલી જેટ એરવેઝની ફ્લાઈટ પર આધારિત સત્ય ઘટના છે. એ સમયે કંઈક બન્યું એવું કે ખરાબ હવામાનને કારણે પાયલોટ અને કંટ્રોલ ટાવર વચ્ચે કોઈ કોમ્યુનિકેશન નહોતું.

જેના કારણે પ્લેન ક્રેશ થવાની ભીતિ હતી, પરંતુ પાયલટની સમજદારીથી બધાને મોટી દુર્ઘટનાનો શિકાર બનતા બચાવી લીધા.

આ પણ વાંચો

શું છે આ ફિલ્મની વાર્તા?

આ ફિલ્મમાં અજય દેવગન વિક્રાંત ખન્ના નામના સ્ટાઈલિશ પાયલોટની ભૂમિકામાં છે. તે જ સમયે, રકુલ પ્રીત સિંહ, જે એક સુંદર યુવતી છે, તે તેની કો-પાયલોટની ભૂમિકા પણ નિભાવી રહી છે. ફિલ્મમાં તે દોહાથી કોચી સુધી ફ્લાઈટનું સંચાલન કરે છે, પરંતુ ખરાબ હવામાનને કારણે પ્લેનને લેન્ડ કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. આવી પરિસ્થિતિમાં પાયલોટ વિક્રાંત (અજય દેવગન) પ્લેનને બેંગ્લોરને બદલે ત્રિવેન્દ્રમમાં લેન્ડ કરવાનું નક્કી કરે છે. વાસ્તવમાં, ટીમ પ્લેન નિર્ધારિત રનવે પર લેન્ડ કરવાના લાખ પ્રયાસો છતાં લેન્ડ કરી શકતું નથી.

વિક્રાંત, એક અનુભવી પાયલોટ, કોઈ પણ જાનહાનિ વિના આશ્ચર્યજનક મુશ્કેલીઓ હોવા છતાં રનવે 34 પર પ્લેનને લેન્ડ કરે છે. આ ફલાઈટના ઉતરાણ સાથે ફિલ્મની વાર્તામાં મોટો વળાંક આવે છે. તેના તરફ આંગળી ચીંધવામાં આવે છે કે જ્યાં વિક્રાંતને તેના સાહસિક કાર્ય માટે બિરદાવવો જોઈએ. એકંદરે આ ફિલ્મની વાર્તા રસપ્રદ છે. હવે જાણવાનું છે કે આ વાર્તામાં પાયલોટનું શું થાય છે? અને સમગ્ર મામલાની સત્યતા કેવી રીતે બહાર આવે છે? આ સવાલોના જવાબ માટે તમારે આ રોમાંચક ફિલ્મ જોવી પડશે.

એક્ટિંગ અને ફિલ્મ કેવી છે?

‘રનવે 34’ ભારતની એકમાત્ર એવિએશન ફિલ્મ છે, જે તેને વધુ ખાસ બનાવે છે. આ ઉપરાંત, તે કહેવાની જરૂર નથી કે આ એક ખૂબ જ શાનદાર રીતે બનેલી ફિલ્મ છે, જેમાં અજય દેવગણે અભિનય ક્ષમતાની સાથે દિગ્દર્શનમાં પણ પોતાનો જીવ રેડ્યો છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચન વિશે વાત કરીએ તો જે ઈન્ટરવલ પછી શાનદાર રીતે ફિલ્મમાં પ્રવેશ કરે છે, તેઓ પહેલેથી જ રોમાંચક વાર્તાને નોંધપાત્ર પ્રોત્સાહન આપે છે.

તે જ સમયે, બે મોટા સ્ટાર્સ સાથે સ્ક્રીન શેયર કરનાર સુપર ટેલેન્ટેડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહે પણ તેના રોલથી ફિલ્મમાં પોતાની ઊંડી છાપ છોડી છે. અભિનેત્રીએ કો-પાયલોટ તરીકેની ભૂમિકાને પૂરો ન્યાય આપ્યો છે. એવું કહેવું ખોટું નહીં હોય કે આ અભિનેત્રી પોતાના આત્મવિશ્વાસથી શાનદાર અભિનય સાથે એક મજબૂત કલાકાર તરીકે ઉભરી આવી છે.

તદ્દન નવી સ્ટોરીલાઈન સાથે રનવે 34 એક સંતુલિત ફિલ્મ છે, જેમાં ટેક્નિકલ અને ઈમોશનલ મસાલાના તડકાને યોગ્ય રીતે ન્યાય આપવામાં આવ્યો છે.  ફિલ્મમાં આ તમામ મોટા સ્ટાર્સ ઉપરાંત આકાંક્ષા સિંહ, અંગિરા ધર અને સુપ્રસિદ્ધ યુટ્યુબર કેરી મિનાટી પણ છે. જો તમે તમારા પરિવાર અને મિત્રો સાથે રનવે 34 જોવાનું વિચારી રહ્યા છો, તો આ તમારા માટે સારો વિકલ્પ બની શકે છે.

 

Next Article