Ram Setu Review: અક્ષયની ફિલ્મ ‘રામ સેતુ’ જોવાનો છે પ્લાન? ટિકિટ બુક કરાવતા પહેલા વાંચો આ રિવ્યુ

|

Oct 25, 2022 | 8:14 PM

તમામ કલાકારોની સારી એક્ટિંગને કારણે આ ફિલ્મ દર્શકોનું ઘણું મનોરંજન કરે છે. આ ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક તેને વધુ ખાસ બનાવે છે. આ ફિલ્મની સિનેમેટોગ્રાફી, VFX અને CGI પર શાનદાર કામ કરવામાં આવ્યું છે.

Ram Setu Review: અક્ષયની ફિલ્મ રામ સેતુ જોવાનો છે પ્લાન? ટિકિટ બુક કરાવતા પહેલા વાંચો આ રિવ્યુ
ram setu akshay kumar

Follow us on

ફિલ્મ: રામ સેતુ

કાસ્ટ : અક્ષય કુમાર, જેકલીન ફર્નાન્ડીઝ, નુસરત ભરૂચા, સત્યદેવ અને નસ્સાર

નિર્દેશક: અભિષેક શર્મા

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ક્યાં જોઈ શકશો : થિયેટર

રેટિંગ: ***

અક્ષય કુમારની (Akshay Kumar) ફિલ્મ રામ સેતુ (Ram Setu) આજે એટલે કે 25 ઓક્ટોબરે રિલીઝ થઈ છે. આ ફિલ્મ એક્શનથી ભરપૂર એડવેન્ચર થ્રિલર ફિલ્મ છે, જેમાં ખિલાડી કુમાર એક પુરાતત્વ અધિકારી આર્યનનું પાત્ર ભજવી રહ્યો છે, એક્ટ્રેસ નુસરત ભરૂચા આર્યનની પત્ની ગાયત્રીનો રોલ કરી રહી છે તો જેકલીન એનવારમેન્ટલ સાઈન્ટિસ્ટ બની છે. અક્ષય કુમારની ફિલ્મ ‘રામ સેતુ’ની વાર્તા સત્ય ઘટનાઓ પર આધારિત છે, પરંતુ ફિલ્મના મેકર્સે તેને ક્રિએટિવ લિબર્ટી સાથે રજૂ કરી છે. લાંબા સમય બાદ દર્શકોને પૈસા વસૂલ એન્ટરટેઈનમેન્ટ ફિલ્મ જોવા મળી રહી છે.

જાણો શું છે ફિલ્મની સ્ટોરી

આ ફિલ્મમાં અક્ષય એક નાસ્તિક પુરાતત્વ અધિકારી છે, પરંતુ તે સત્યને ટ્વિસ્ટ કર્યા વિના લોકો સમક્ષ રજૂ કરે છે. જ્યારે સરકારની સર્વોચ્ચ અદાલત ભગવાન રામને કાલ્પનિક પાત્ર ગણાવે છે, ત્યારે તેમની વાનર સેના દ્વારા બનાવવામાં આવેલ રામ સેતુ માત્ર એક નેચરલ ફિનોમિના કહે છે અને રામેશ્વરમથી શ્રીલંકા સુધી આ રામ સેતુને તોડી નાખવાનો નિર્દેશ આપે છે. પછી આ સ્ટોરીમાં અક્ષય કુમારની એન્ટ્રી થાય છે. વિપક્ષી પાર્ટીના એક નેતા અક્ષય કુમારને રામ સેતુની સત્યતા જાણીને તેને લોકો સમક્ષ રજૂ કરવાનું મિશન આપે છે. જેનું નામ છે ‘રામ સેતુ સાચું છે કે એક કલ્પના’

અહીં જુઓ ફિલ્મનું ટ્રેલર

જાણો ફિલ્મમાં શું છે ખાસ

તમામ કલાકારોની સારી એક્ટિંગને કારણે આ ફિલ્મ દર્શકોનું ઘણું મનોરંજન કરે છે. આ ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક તેને વધુ ખાસ બનાવે છે. આ ફિલ્મની સિનેમેટોગ્રાફી, VFX અને CGI પર શાનદાર કામ કરવામાં આવ્યું છે. સમુદ્રની અંદરનો નજારો CGIથી બતાવવામાં આવ્યો છે, જે ખૂબ જ અદભૂત છે. આ ફિલ્મના ઘણા લોકેશન પણ સુંદર છે.

શા માટે જુઓ આ ફિલ્મ

અક્ષય કુમારની ફિલ્મ ‘રામ સેતુ’ એક પરફેક્ટ દિવાળી ફિલ્મ છે, જેને પરિવાર સાથે જોઈને તમે એન્જોય કરી શકો છે. ફિલ્મમાં ડ્રામા છે, ઈમોશન્સ છે, કોમેડી છે અને ઘણી બધી એક્શન છે. ધર્મ અને સાઈન્સનું આ મિશ્રણ લોકોની ઉત્સુકતા પણ વધારશે અને દરેકનું ભરપૂર મનોરંજન પણ કરશે. જો તમે આ તહેવારના અવસર પર તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરવા માંગતા હો, તો તમે ચોક્કસપણે થિયેટરમાં જઈને આ ફિલ્મ જોઈ શકો છો.

Next Article