Good Luck Jerry Review : જાહ્નવી કપૂરની ‘ગુડ લક જેરી’ મનોરંજકથી ભરપુર, તમને સુંદર સફર પર લઈ જશે

આ ફિલ્મ જેરી નામની એક યુવાન અને નિર્દોષ છોકરીની આસપાસ ફરે છે. જેરી તેની વિધવા માતા અને નાની બહેન સાથે રહે છે. તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે તેમની માતા મોમો વેચે છે.

Good Luck Jerry Review : જાહ્નવી કપૂરની ગુડ લક જેરી  મનોરંજકથી ભરપુર, તમને સુંદર સફર પર લઈ જશે
જાહ્નવી કપૂરની 'ગુડ લક જેરી' મનોરંજકથી ભરપુર
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Aug 01, 2022 | 11:32 AM

Good Luck Jerry Review : ફિલ્મ : ગુડ લક જેરી

કાસ્ટ : જાહ્નવી કપુર, દીપક ડેબ્રિયાલ, સુશાંત સિંહ, નીરજ સુદ, સોહિલ મહેતા, મીતા વશિષ્ઠ, જસવંત સિંહ દલાલ

નિર્દેશક : સિદ્ધાર્થ સેન ગુપ્તા

જાહ્નવીકપુરની આમ તો ફિલ્મ સુપર એવરેજ પરફોર્મન્સ રહી છે પરંતુ આ ફિલ્મ તેમની અન્ય ફિલ્મને ટક્કર આપે છે. તમને જાહ્નવીની આ ફિલ્મને તમે Experimental ફિલ્મ કહી શકો છો. આ ફિલ્મને જોઈ તમે આનંદ અનુભવશો.

કોકિલાની ઓફિશિયલ હિન્દી રીમેક છે ગુડ લક જૈરી

જાહ્નવી કપુરની મુખ્યભુમિકા નિભાવનાર ફિલ્મ ગુડ લુક જેરી તમિલ ફિલ્મ કોકિલાની ઓફિશિયલ હિન્દી રિમેક છે.આ ફિલ્મ જેરી નામની એક યુવાન અને નિર્દોષ છોકરીની આસપાસ ફરે છે. જેરી તેની વિધવા માતા અને નાની બહેન સાથે રહે છે. તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે તેમની માતા મોમો વેચે છે. જેરી એક મસાજ કરનારની ભુમિકામાં છે જે પરિવાર ચલાવવામાં કોશિષ કરી રહી છે અને પ્રોફેશનલ લાઈફને લઈ તેની માતા તરફથી કોઈ પરમિશન મળી રહી નથી.જેરીના જીવનમાં દુઃખદ વળાંક આવે છે જ્યારે તેની માતાને ફેફસાના કેન્સરની ખબર પડે છે.

શાનદાર છે આ ફિલ્મની સ્ટોરી

હાથમાં પૈસા ન હોવાથી, તે ડ્રગ સપ્લાયર પાસે જાય છે જે પૈસાના બદલામાં તેને પંજાબમાં ડ્રગ્સ સપ્લાય કરવા લઈ જાય છે. જેરી તેની માતાને મેડિકલ બીલ ચૂકવતી જુએ છે જે પછી તે કામ પર જાય છે. પરંતુ એક વખત તે પોલીસના હાથે પકડાઈ જાય છે અને તે પછી તે આ વ્યવસાય છોડવાનો નિર્ણય લે છે પરંતુ જેરીનો બોસ ટિમ્મી (જસવંત સિંહ દલાલ) તેને જવા દેવાનો ઇનકાર કરે છે. પછી તેનો આખો પરિવાર ડ્રગ્સની દુનિયામાંથી છટકી જવાના પ્રયાસમાં લાગી જાય છે. તેના પરિવારને બચાવવા માટે, ટીમીના બોસ (સુશાંત સિંહ) તેને ગ્રાહકને 100 કિલો ડ્રગ્સ પહોંચાડવાનો આદેશ આપે છે.

જાહ્નવી કપુર સિવાય અન્ય કલાકારોની શાનદાર એક્ટિંગ

અમે તમને એ જરુર જણાવી શકીએ કે, આ ફિલ્મ તમારે એક વખત જરુર જોવી જોઈએ. જાહ્નવી કપુરે આ ફિલ્મમાં બિહારી ભાષાને સારી રીતે નિભાવી છે.ફિલ્મમાં હંમેશની જેમ દીપક ડોબરિયાલ પોતાની એક્ટિંગનું એક અલગ સ્તર લોકોને બતાવવામાં સફળ રહ્યા છે. એકતરફી પ્રેમીની ભૂમિકા ભજવતા દીપકે અદ્ભુત કામ કર્યું છે. જ્યારે સાહિલ મહેતા ચોંકાવનારા ફોર્મમાં બહાર આવે છે. સૌરભ સચદેવા, સુશાંત સિંહ અને મીતા વશિષ્ઠને ફિલ્મમાં અભિનય કરવા માટે ફિલ્મમાં સારી જગ્યા મળી છે.