અક્ષય કુમારની ‘રક્ષાબંધન’ અને આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ વચ્ચે સ્પર્ધા નક્કી, બંને કલાકારો નહીં બદલે રિલીઝ ડેટ

|

Feb 20, 2022 | 6:00 PM

ફિલ્મની ડેટ એક સાથે નક્કી થયા પછી લોકોને અપેક્ષા હતી કે અક્ષય આ વખતે પણ આમિર ખાનની ફિલ્મ માટે તેની ફિલ્મની તારીખ બદલી શકે છે, પરંતુ જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ આ બાબત નક્કી છે કે બંને કલાકારો રિલીઝ ડેટ બદલશે નહીં.

અક્ષય કુમારની રક્ષાબંધન અને આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા વચ્ચે સ્પર્ધા નક્કી, બંને કલાકારો નહીં બદલે રિલીઝ ડેટ
akshay kumar rakshabandhan and aamir khan laal singh chaddha will clash both the actors will not change the release date

Follow us on

આમિર ખાને (Aamir Khan) જ્યારે તેની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની (Laal Singh Chaddha) રિલીઝ ડેટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો ત્યારે બૉલીવુડમાં હલચલ મચી ગઈ હતી. કારણ કે તે તારીખે પહેલાથી જ બે મોટી ફિલ્મોની રીલીઝ ડેટ નક્કી હતી. પરંતુ આમિરે જાહેરાત સાથે એ પણ કહ્યું કે તેની વર્ષની સૌથી મોંઘી ફિલ્મ ‘આદિપુરુષ’ તે તારીખે રિલીઝ થશે નહીં. તેમણે ‘આદિપુરુષ’ની ટીમનો આભાર માન્યો હતો. આદિપુરુષની ડેટ શિફ્ટ થવાથી આમિર માટે ઘણી રાહતની બાબત હતી પરંતુ હજુ પણ તે તારીખે અક્ષય કુમાર (Akshay Kumar) સાથે તેની ટક્કર થવાની છે. તેઓ આનાથી અજાણ નહીં હોય. આ ફિલ્મની ડેટ એક સાથે નક્કી થયા પછી લોકોને અપેક્ષા હતી કે અક્ષય આ વખતે પણ આમિર ખાનની ફિલ્મ માટે તેની ફિલ્મની તારીખ બદલી શકે છે, પરંતુ જે સમાચાર આવી રહ્યા છે તે મુજબ આ બાબત નક્કી છે કે બંને કલાકારો રિલીઝ ડેટ બદલશે નહીં.

અક્ષય કુમારની ફિલ્મ માટે આ રિલીઝ ડેટ એકદમ પરફેક્ટ છે

અહેવાલ અનુસાર, તેણે એક પોર્ટલને કહ્યું છે કે, અક્ષય કુમારની રિલીઝ ડેટ ન બદલવાના ઘણા કારણો છે. પહેલું એ કે તે રક્ષાબંધન પર જ તેની ફિલ્મના ટાઈટલ પ્રમાણે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ પણ આ જ વિષય પર આધારિત છે. બીજું, આ ફિલ્મને રક્ષાબંધનની સાથે ઈન્ડિપેન્ડન્સ વીકએન્ડ પણ મળશે. જેનો પૂરો ફાયદો ફિલ્મને મળે તેવી શક્યતા છે. બીજી તરફ, કારણ જણાવવામાં આવ્યું છે કે અક્ષય પણ તેની ફિલ્મની સફળતાને લઈને સકારાત્મક છે પણ  નુકસાન થશે કે ફાયદો તે તો ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે.

આમિરની ફિલ્મ પહેલા ‘KGF 2’ સાથે ટકરાઈ હતી

આમિર ખાને થોડા દિવસો પહેલા એક નોટીસ જાહેર કરી હતી. જેની જાહેરાતની સાથે થેંક્યુ નોટ કહી શકાય. કારણ કે તેમાં ‘આદિપુરુષ’ની ટીમનો આભાર માન્યો હતો. આમિરની ફિલ્મ અગાઉ ‘KGF ચેપ્ટર 2’ સાથે રિલીઝ થવાની હતી. સાઉથ સ્ટાર વિજયની ‘બીસ્ટ’ પણ આ જ દિવસે રિલીઝ થવાની છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ વર્ષે એટલી હરીફાઈ છે કે આવી અથડામણો પણ વધુ જોવા મળશે. હવે 14 એપ્રિલે શાહિદ કપૂરની ‘જર્સી’ પણ ‘KGF 2’ સાથે ટકરાઈ રહી છે. હવે કોઈ તારીખ ફિલ્મ રીલીઝ માટે સુરક્ષિત નથી. દરેક જગ્યાએ મજબૂત સ્પર્ધા છે.

આ પણ વાંચો: સાચી ઘટનાઓ પર બની છે Netflixની આ 5 વેબ સીરીઝ, ક્રાઈમ-થ્રિલર અને બોલ્ડ સીન્સ જોઈને તમને પણ થશે આશ્ચર્ય

આ પણ વાંચો: Bollywood News : મહાનાયક અમિતાભ બચ્ચનને પાન મસાલાની જાહેરાત ન કરવા તંબાકૂ વિરોધી જૂથોએ કરી અપીલ

Next Article