Alia-Ranbir Wedding: રણબીર કપૂર વિશે સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા પ્રશ્નો, જાણો અહીં તમામ જવાબો

આલિયા અને રણબીરે (Actor Ranbir Kapoor) ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગથી જ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. જે બાદ હવે બંનેએ લગ્નના ચક્રો ગતિમાન કર્યા છે. બંને કલાકારોના ચાહકો તેમના અંગત જીવન સાથે જોડાયેલા લાખો પ્રશ્નો ગૂગલ પર સર્ચ કરતા રહે છે. ત્યારથી બંને કલાકારોના નામનો હેશટેગ પણ ઘણો ટ્રેન્ડ કરી રહ્યો છે.

Alia-Ranbir Wedding: રણબીર કપૂર વિશે સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા પ્રશ્નો, જાણો અહીં તમામ જવાબો
Ranbir-Alia Wedding
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Apr 14, 2022 | 7:19 PM

Alia-Ranbir Wedding: બોલિવૂડના પ્રખ્યાત સ્ટાર કપલ રણબીર કપૂર (Actor Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ લગ્નના સાત ફેરા લઈને નવા જીવનની શરૂઆત કરી છે. આ સાથે જ આતુરતાથી રાહ જોઈ રહેલા તેના ચાહકોની રાહનો અંત આવ્યો છે. આ ટ્રેન્ડિંગ કપલ સોશિયલ મીડિયા પર તેમના લગ્નને લઈને ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યું છે.  બંને કલાકારોના ચાહકો તેમના અંગત જીવન સાથે જોડાયેલા લાખો પ્રશ્નો ગૂગલ (Google Search) પર સર્ચ કરતા રહે છે. ત્યારથી, બંને કલાકારોના નામનું હેશટેગ (Hashtag)પણ ખૂબ ટ્રેન્ડ કરી રહ્યું છે.

આ સાથે, આ જોડી છેલ્લા ઘણા દિવસોથી સૌથી વધુ સર્ચ કરવામાં આવતું કપલ (Most Seaeched Couple) બની ગયું છે.

આલિયા અને રણબીરે ફિલ્મ બ્રહ્માસ્ત્ર(Film brahmastra)ના શૂટિંગથી જ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. જે બાદ હવે બંનેએ લગ્ન કરી રહ્યા છે

આવો જાણીએ તેમના ફેન્સના 10 રસપ્રદ પ્રશ્નો અને તેમના જવાબો.

1- અભિનેતા રણબીર કપૂરની ઉંમર કેટલી છે?

જવાબઃ અભિનેતા રણબીર કપૂરની ઉંમર 39 વર્ષની છે.

2- અભિનેતા રણબીર કપૂરના પિતાનું નામ શું છે?

જવાબ- અભિનેતા સ્વ.ઋષિ કપૂર

3- અભિનેતા રણબીર કપૂરની પ્રથમ ફિલ્મ કઈ છે?

જવાબ- સાંવરિયા (સોનમ કપૂર સાથે રણબીર મુખ્ય ભૂમિકામાં હતો)

4- અભિનેતા રણબીર કપૂરને કેટલા ભાઈઓ છે?

જવાબ- તેમના કાકા અભિનેતા રણધીર કપૂર અને કાકા અભિનેતા રાજીવ કપૂર છે અને નિખિલ નંદા તેમના પિતરાઈ નાના ભાઈ છે.

5- અભિનેતા રણબીર કપૂરને કેટલી બહેનો છે?

જવાબ- રિદ્ધિમા કપૂર તેની એકમાત્ર બહેન છે. અભિનેત્રી કરિશ્મા કપૂર અને કરીના કપૂર તેની પિતરાઈ બહેનો છે.

6- અભિનેતા રણબીર કપૂરનો જન્મ ક્યારે થયો હતો?

જવાબ- રણબીર કપૂરનો જન્મ 28-સપ્ટેમ્બર-1982ના રોજ થયો હતો.

7- અભિનેતા રણબીરની માતા કોણ છે?

જવાબ- રણબીર કપૂરની માતા પણ જાણીતી અભિનેત્રી છે જેનું નામ નીતુ કપૂર છે.

8- અભિનેતા રણબીર કપૂરની પત્ની કોણ છે?

જવાબ- રણબીર કપૂરની પત્નીનું નામ આલિયા ભટ્ટ છે. બંનેએ 14 એપ્રિલ 2022ના રોજ લગ્ન કર્યા હતા.

9- અભિનેતા રણબીર કપૂરની ગર્લફ્રેન્ડ કોણ હતી?

જવાબ- રણબીરની ગર્લફ્રેન્ડનું લિસ્ટ ઘણું લાંબુ છે, પરંતુ કેટલીક ફેમસ ગર્લફ્રેન્ડ દીપિકા પાદુકોણ, સોનમ કપૂર, નરગીસ ફખરી રહી છે. આલિયા તેની ગર્લફ્રેન્ડ પણ હતી જેની સાથે બંનેએ લાંબા સમય સુધી ડેટ કર્યા બાદ લગ્ન કર્યા.

10- અભિનેતા રણબીર કપૂરની આગામી ફિલ્મ કઈ છે?

જવાબ- બ્રહ્માસ્ત્ર અને શમશેરા. બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં અભિનેતા સાથે તેની પત્ની આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

આ પણ વાંચો : Ahmedabad : કોર્પોરેશને લોકોને હીટવેવ સામે રક્ષણ આપવા ORS ના પાઉચ આપવાની શરૂઆત કરી