બોલિવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez)ની મુશ્કેલીઓ વધી રહી છે. ગઈકાલે તેને ભારતની બહાર જતા પહેલા મુંબઈ એરપોર્ટ પર રોકી લેવામાં આવી હતી, તેમની વિરૂદ્ધ ઈડી (ED)એ લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી. તે છતાં તે ભારતની બહાર જઈ રહી હતી. હવે સમાચાર આવી રહ્યા છે કે જેક્લિનને 200 કરોડના ખંડણી કેસમાં ઈડી તરફથી ફરી સમન મોકલવામાં આવ્યું છે અને 8 ડિસેમ્બરે પૂછપરછ માટે બોલવવામાં આવી છે. આ કેસ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલો છે, જેમાં જેક્લિનનું નામ પણ આવ્યું છે.
થોડા દિવસ પહેલા સુકેશ ચંદ્રશેખર અને જેક્લિનની ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ હતી. આ તસવીરો બંનેની નિકટતા બતાવવા માટે પૂરતી હતી. સુકેશ ઘણી વખત જેક્લિનને મળ્યા હતા અને તેને જેક્લિનને મોંઘી ગિફ્ટસ પણ આપી હતી. આ વાતનો ખુલાસો ઘણા રિપોર્ટસમાં થયો છે, એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા હતા. તેની અને સુકેશની નિકટતાએ તેને આ કેસમાં ફસાવી દીધી છે. ઈડીએ આ કેસમાં કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી હતી, જેમાં ઘણા ખુલાસા થયા હતા.
આ રિપોર્ટમાં તે તમામ ગિફ્ટ અને તેમની કિંમતનો ઉલ્લેખ છે અને જણાવવામાં આવ્યું છે કે સુકેશે જેક્લિન ફર્નાન્ડીઝને લગભગ 10 કરોડ રૂપિયાની ગિફ્ટ આપી છે. જેમાં 52 લાખનો ઘોડો અને 9 લાખની કિંમતની એક પર્શિયલ બિલાડી પણ છે. એટલું જ નહીં તેને નોરા ફતેહી પર પણ ઘણા રૂપિયા ખર્ચ કર્યા હતા. નોરાને BMW ગાડી અને એક આઈફોન આપ્યો હતો. ઈડી પોતાની ચાર્જશીટને એક કોર્ટમાં રજૂ કરતા આ જાણકારી આપી. ચંદ્રશેખર પર તિહાર જેલમાં બંધ રહીને એક મોટા ઉદ્યોગપતિની પત્ની પાસેથી 200 કરોડ રૂપિયાની ખંડણી લેવાનો આરોપ છે.
સુત્રો મુજબ જેક્લિન ફર્નાન્ડીઝની વિરૂદ્ધ ઈડીએ લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી, તેની 200 કરોડ રૂપિયાના ખંડણીકેસ મામલે પૂછપરછ ચાલી રહી છે. જેમાં તેમનું નામ સુકેશ ચંદ્રશેખરની સાથે જોડવામાં આવી રહ્યું છે. જેક્લિન પર હવે ભારતથી બહાર જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેનાથી તેમની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. તેમની ફિલ્મોના શુટિંગ પર પણ તેની અસર પડશે. જ્યાં સુધી કેસની તપાસ ચાલી રહી છે, ત્યાં સુધી જેક્લિન પર આ પ્રતિબંધ લાગુ રહેશે.
આ પણ વાંચો: UP Election: CM યોગીએ અખિલેશ યાદવ પર કટાક્ષ કર્યો, કહ્યું- નવો વેરિઅન્ટ આવી ગયો છે હવે તો વેક્સીન લઈ લો
આ પણ વાંચો: ગુજરાતમાં ઓમીક્રોનની એન્ટ્રી બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓમિક્રોન વોર્ડ શરૂ કરાયો