મિસ વર્લ્ડ 2021 (Miss world 2021) સ્પર્ધા રદ કરવામાં આવી છે. આ ઈવેન્ટ પર કોરોનાની એન્ટ્રી બાદ આયોજકોએ આ નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે 17 જેટલા સ્પર્ધકોના અને ઇવેન્ટના કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આયોજકોને આ નિર્ણય લેવાની ફરજ પડી હતી. પ્યુર્ટો રિકોમાં (Puerto Rico) આજે સવારે લગભગ 4.30 વાગ્યે આ કાર્યક્રમ યોજાવાનો હતો. ભારતમાંથી મનસા વારાણસી (Mansa Varanasi) આ સ્પર્ધામાં પોતાની પ્રતિભા અને નસીબ અજમાવવા આવી છે. જેની જીત માટે આખો દેશ પ્રાર્થના કરી રહ્યો હતો.
આ માહિતીની જાહેરાત કરતા આયોજકોએ તેમની પોસ્ટમાં જણાવ્યું છે કે આરોગ્ય વિભાગ અને તબીબી નિષ્ણાંતોની સલાહ બાદ આ કાર્યક્રમ 90 દિવસની અંદર યોજવાની જાહેરાત કરવામાં આવી છે. જો કે સ્પર્ધકોને કોરોનાના કહેરથી દૂર રાખવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા, પરંતુ તમામ સાવચેતી પછી પણ આ સ્પર્ધા પર કોરોનાનું ગ્રહણ લાગ્યુ હતુ. આ સમયે સમગ્ર વિશ્વ ઓમિક્રોનના ભય હેઠળ છે અને આયોજકો તેને ધ્યાનમાં રાખીને કોઈ જોખમ લેવા તૈયાર નથી કારણ કે સમગ્ર વિશ્વની નજર આ સ્પર્ધા પર છે અને સ્પર્ધકો વિશ્વના ખૂણે ખૂણેથી આવ્યા છે.
CEOનો દાવો જલ્દી પરત આવશું
મિસ વર્લ્ડ સ્પર્ધાના સીઈઓ, જુલિયા મોર્લેએ દાવો કર્યો છે કે તે ટૂંક સમયમાં આ જ શહેરમાં ફરીથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.
ભારતની મનસા વારાણસી સ્પર્ધક
હૈદરાબાદની મનસા વારાણસી આ વખતે મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા પ્યુર્ટો રિકો ગઈ છે. જો કે તે કોરોનાના કહેરથી દૂર છે અને સમગ્ર દેશના લોકો તેની જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે.
17 સ્પર્ધકો કોરોનાની ઝપેટમાં
મિસ વર્લ્ડ 2021 આ વખતે પ્યુર્ટો રિકોમાં યોજાઈ રહી છે. ત્યાંના આરોગ્ય વિભાગે પુષ્ટિ કરી છે કે લગભગ 17 ઉમેદવારો અને કર્મચારીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –