Sonu Sood : વર્ષ 2010માં આવેલી સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ દબંગ (Dabangg) તમે જોઈ જ હશે. આ ફિલ્મમાં સલમાન ખાન (Salman Khan) ચુલબુલ પાંડેના રોલમાં જોવા મળ્યો હતો, જે એક પોલીસમેન હતો. સોનુ સૂદે (Sonu Sood)ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવી હતી, જેનું નામ છે chhedi Singh હતુ. એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સોનુ સૂદ પણ જોવા મળી રહ્યો છે.
ખાસ વાત એ છે કે આ વીડિયો સોનુ સૂદે પોતે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. આ એક ખૂબ જ ફની વિડીયો છે, જેને જોયા પછી તમે હસવાનું રોકી શકશો નહિ
આ ફિલ્મમાં આવા ઘણા સીન અને ડાયલોગ હતા, જે ખૂબ ફેમસ થયા હતા. આજે પણ ઘણા લોકો એ ડાયલોગ્સ રિપીટ કરતા જોવા મળે છે. સોનુ સૂદના આ ફની વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વિદેશી ખુરશી પર સૂતો છે, જ્યારે સોનુ સૂદ ત્યાં આવે છે અને તેને અંગ્રેજીમાં કહે છે, ‘ભાઈ જી… क्या आप अपनी टांगें मोड़ सकते हैं?’. આના પર વિદેશી હિન્દીમાં જવાબ આપે છે જુઓ વિડીયો
मिलिए साउथ अफ्रीका के “छेदी सिंह” से 😂 pic.twitter.com/ddJOyY7XDF
— sonu sood (@SonuSood) March 15, 2022
સોનુ સૂદે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ ફની વિડિયો શેર કરતા લખ્યું કે, ‘મળો દક્ષિણ આફ્રિકાના ‘છેડી સિંહ’ને. માત્ર 26 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 49 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 4 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. તે જ સમયે, લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, ‘એક ઔર છેદી સિંહ…વાહ’, જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘પાજી, તમારા ફેન્સ પણ વિદેશમાં છે.. મતલબ કે તમે ગ્લોબલ સ્ટાર છો’.
આ પણ વાંચો : Pakistanમાં બોમ્બ બ્લાસ્ટ 4 સૈનિકોના મોત, 6 ગંભીર રીતે ઘાયલ, ઈસ્લામિક સ્ટેટે લીધી જવાબદારી
આ પણ વાંચો : રાજ્યસભામાં વિદેશ મંત્રી જયશંકરે કહ્યું, ‘ઓપરેશન ગંગા’ હેઠળ 90 ફ્લાઇટ્સથી 22,500 વિદ્યાર્થીઓ યુક્રેનથી ભારત પરત ફર્યા
Published On - 7:22 pm, Tue, 15 March 22