Corona Vaccine : આરોગ્ય પ્રધાને વેક્સિનેશનને પ્રમોટ કરવા માટે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરીયલની કરી પ્રશંસા

|

Aug 20, 2021 | 2:17 PM

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ TMKOC સિરીયલની પ્રશંસા કરતા લોકોને અપીલ કરી હતી કે, વહેલી તકે વેક્સિન (Vaccine) મેળવીને કોરોના સામેની આપણી લડાઈને મજબૂત કરો. વધુમાં કહ્યુ કે, તમારા મિત્રો, પરિવાર અને પડોશીઓને પણ વેક્સિન માટે પ્રોત્સાહિત કરો.

Corona Vaccine : આરોગ્ય પ્રધાને વેક્સિનેશનને પ્રમોટ કરવા માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલની કરી પ્રશંસા
Mansukh Mandaviya (File Photo)

Follow us on

Corona Vaccine : કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviya) દેશમાં રસીકરણને પ્રોત્સાહન આપવા માટે ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની પ્રશંસા કરી છે. આ સાથે તેમણે લોકોને રસીકરણ અભિયાનને (Vaccination Program) સફળ બનાવવા હાકલ પણ કરી હતી.

તમને જણાવી દઈએ કે, માંડવિયાએ શો દ્વારા પોસ્ટ કરવામાં આવેલી એક વીડિયો ક્લિપ પણ રીટ્વીટ કરી હતી. અને લખ્યું કે,” ગોકુલધામ સોસાયટી સાચા માર્ગ પર છે ! શક્ય તેટલી વહેલી તકે રસીકરણ દ્વારા #COVID19 સામેની અમારી લડાઈને મજબૂત કરો અને તમારા મિત્રો, પરિવાર અને પડોશીઓને પણ આવું કરવા માટે પ્રોત્સાહિત કરો. ચાલો #SabkoVaccineMuftVaccine અભિયાનને સફળતા બનાવીએ.”

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

વેક્સિનેશનને પ્રોત્સાહન

તમને જણાવી દઈએ કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ વીડિયો ક્લિપ સાથે ટ્વિટ (Tweet) કર્યું હતુ, જેમાં ગોકુલધામ સોસાયટીમાં વેક્સિન મહોત્સવ ચાલી રહ્યો છે. ઉપરાંત બહાર જતી વખતે માસ્ક પહેરવું ફરજિયાત છે, હેન્ડ સેનિટાઈઝર વાપરો, જાહેર સ્થળોએ સામાજિક અંતર જાળવો, શક્ય તેટલી વહેલી તકે રસીકરણ કરાવો, તમારી અને તમારા પરિવારની કાળજી લો. આમ વેક્સિનેશનને (Vaccination) પ્રોત્સાહન આપવા માટે “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

નકલી વેક્સિનની તપાસ કરવામાં આવશે : કેન્દ્રીય આરોગ્ય પ્રધાન

કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગુરુવારે જણાવ્યુ હતુ કે, સરકારે એવા અહેવાલોની તપાસ શરૂ કરી છે જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે કોવિશિલ્ડ (Covishield) રસીના નકલી ડોઝ જપ્ત કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, રાજકોટમાં પત્રકારો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે દેશમાં કોવિશિલ્ડની બનાવટી રસીઓ વેચાઈ રહી છે. ત્યારે ભારત સરકાર આ દાવાઓની તપાસ કરી રહી છે અને જો આ દાવા સાચા હશે તો સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

ટૂંક સમયમાં વધુ ત્રણ વેક્સિન ઉપલબ્ધ થશે

આરોગ્ય પ્રધાન માંડવિયાએ જણાવ્યુ હતુ કે,” દેશમાં પુખ્ત વયના લોકો માટે વધુ ત્રણ રસી ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે.” વધુમાં કહ્યું કે, હાલમાં ભારતમાં ત્રણ રસી ઉપલબ્ધ છે, જેમાં કોવિશિલ્ડ, કોવેક્સિન અને સ્પુતનિકનો (Sputnik) સમાવેશ થાય છે. આગામી દિવસોમાં વધુ ત્રણ રસીઓ આવશે, જેમાં ઝાયડસ કેડિલાનો (Zydus Cadila) પણ સમાવેશ થાય છે.

 

આ પણ વાંચો: Super Dancer 4 માં કમબેક કર્યા બાદ રડી પડી શિલ્પા શેટ્ટી, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો: Rocky Aur Rani Ki Prem Kahani: આલિયા અને રણવીરનો ધમાકેદાર અંદાજ, ફિલ્મના શૂટિંગનો વિડીયો આવ્યો સામે

Published On - 2:14 pm, Fri, 20 August 21

Next Article