Manoj Bajpayee Ott Movies: ફિલ્મ ‘દ્રોહકાલ’થી પોતાના અભિનયની શરૂઆત કરનાર અભિનેતાએ પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. મનોજ બાજપેયી 23મી એપ્રિલે તેમનો 53મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તો ચાલો જાણીએ કે અભિનેતાની કઈ ફિલ્મો અને વેબ સિરીઝ (Web series)OTT પર હાજર છે. મનોજના પિતા રાધાકાંત બાજપાઈ (Manoj Bajpayee )એ કહ્યું હતું કે, “અમારા બેતિયામાં પંચાનંદ મિશ્રા નામના એક જ્યોતિષ હતા. મનોજની કુંડળી જોયા પછી તેણે કહ્યું કે, આ છોકરો ઘણું નામ કરશે. તેણે તે જ સમયે કહ્યું હતું કે, આ છોકરો કાં તો નેતા બનશે અથવા અભિનેતા. તે જે પણ ક્ષેત્રમાં જશે, તેનું નામ કરશે
ગેંગ્સ ઓફ વાસેપુરની વાર્તા ધનબાદ નજીક આવેલા ગામ વાસેપુરની છે. આ બે પરિવારોની વાર્તા છે, જેઓ છેલ્લી ત્રણ પેઢીઓથી એકબીજાનો બદલો લઈ રહ્યા છે. આ ફિલ્મ ઝારખંડના ધનબાદના કોલ માઇનિંગ ટાઉનને દર્શાવે છે.
સ્પેશિયલ 26′ સત્ય ઘટનાઓથી પ્રેરિત વાર્તા છે. આ ફિલ્મ એક ટોળકીની વાર્તા કહે છે જે નકલી CBI તરીકે ભ્રષ્ટ અધિકારીઓ અને મોટા દુકાનદારો પર દરોડા પાડે છે અને તેમને લૂંટે છે. આ નકલી સીબીઆઈ ગેંગને પકડવા માટે અસલી સીબીઆઈ પણ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, મનોજ બાજપેયી, અનુપમ ખેર અને જીમી શેરગિલ જેવા દિગ્ગજ કલાકારો છે.
2003ની ફિલ્મ પિંજર વિભાજનની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. તેની વાર્તા અમૃતા પ્રીતમની નવલકથા પિંજર પર આધારિત છે. આ ફિલ્મમાં મનોજ બાજપેયી અને ઉર્મિલા માતોંડકર મુખ્ય ભૂમિકામાં છે.
મનોજ બાજપેયીની વેબ સિરીઝ ધ ફેમિલી મેન અને ધ ફેમિલી મેન 2 બંનેની વાર્તા અને પાત્રો કાલ્પનિક હોઈ શકે છે, પરંતુ તે સત્ય વાર્તાઓના આધારે બનાવવામાં આવી છે.
અલીગઢ એક બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં મનોજ બાજપેયી અને રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પ્રોફેસર શ્રીનિવાસ રામચંદ્ર સિરસ સાથે જોડાયેલી એક સત્ય ઘટના પર આધારિત છે.
આ પણ વાંચો :
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો