BIG B નો ગજબનો ફેન ! આ વ્યક્તિએ પોતાની ગાડી બચ્ચનના ડાયલોગથી પેઈન્ટ કરી, આ ક્રેઝી ફેનને જોઈને અમિતાભ પણ દંગ રહી ગયા

|

Oct 23, 2021 | 3:27 PM

સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની દમદાર એક્ટિંગ અને તેના ડાયલોગના કરોડો લોકો ફેન્સ છે, પરંતુ તાજેતરમાં એક ચાહકે કંઈક એવુ કર્યુ છે, જે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

BIG B નો ગજબનો ફેન ! આ વ્યક્તિએ પોતાની ગાડી બચ્ચનના ડાયલોગથી પેઈન્ટ કરી, આ ક્રેઝી ફેનને જોઈને અમિતાભ પણ દંગ રહી ગયા
man painted the entire car with the dialogues of amitabh bachchan

Follow us on

Viral Post : મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના કરોડો ફેન્સ છે. શ્રેષ્ઠ અભિનય અને મજબૂત અવાજમાં ડાયલોગ બોલવાની રીત દરેક ફેન્સના દિલમાં વસી જાય છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં અમિતાભ (Amitabh Bachchan) છેલ્લા પાંચ દાયકાથી સક્રિય છે. યુવાન હોય કે વૃદ્ધ દરેક ઉંમરના લોકો બચ્ચનને પસંદ કરે છે. તાજેતરમાં બિગ બીના ચાહકે કંઈક એવુ કર્યુ છે, જે ખરેખર પ્રશંશનીય છે. આ ફેન હાલ સોશિયલ મીડિયાની દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.

મહાનાયકનો ક્રેઝી ફેન

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

પશ્વિમ બંગાળમાં અમિતાભ બચ્ચનના ચાહકે મહાનાયકના ડાયલોગથી પ્રભાવિત થઈને કંઈક એવુ કર્યુ કે, સૌ કોઈને આશ્વર્ય થઈ રહ્યુ છે. આ વ્યક્તિએ પોતાની ગાડી બિગ બી ના ડાયલોગથી (Amitabh Dialogue) પેઈન્ટ કરી, એટલુ જ નહિ આ વ્યક્તિએ નક્કી કર્યુ હતુ કે, જ્યાં સુધી ‘મહાનાયક’ ગાડી પર પોતાનો ઓટોગ્રાફ ન આપે, ત્યાં સુધી તે ગાડી ચલાવશે નહિ. આ ક્રેઝી ફેનને જોઈને બચ્ચન પણ પોતાની જાતને રોકી શક્યા નહિ. મહાનાયકે આ ફેન અને ગાડી સાથે એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે, જે ઈન્ટરનેટની દુનિયામાં ખુબ વાયરલ થઈ રહી છે.

જુઓ વાયરલ પોસ્ટ

તસવીર ઈન્ટરનેટ પર વાયરલ

અમિતાભ બચ્ચને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફેન અને તેમની ગાડી સાથે તસવીર શેર કરીને લખ્યુ કે, “આ વ્યક્તિએ મારી ફિલ્મોના ડાયલોગથી તેમની ગાડીને પેઈન્ટ કરાવી છે. તેના શર્ટમાં પણ મારી બધી ફિલ્મોના નામ છે. એટલુ જ નહિ તમે આ ગાડીનો દરવાજો ખોલો છો ત્યારે સાઉન્ડ સિસ્ટમમાં મારા ડાયલોગ સંભળાય છે. આ ખુબ આશ્ચર્યજનક છે.”

આ અગાઉ એક ચાહકે કંઈક આવુ કર્યુ હતુ

ઉલ્લેખનીય કે, ઘણી વખત અમિતાભના ચાહકો કંઈક અલગ કરતા જોવા મળે છે. આ અગાઉ જબલપુરમાં (Jabalpur) પણ એક રિક્ષા ચાલકે પોતાની રિક્ષાને અમિતાભ બચ્ચનનું મંદિર બનાવી દીધું. એટલું જ નહીં, તે દરરોજ બિગ બીની પૂજા પણ કરે છે. શહેરમાં લોકો તેને મનોજ રિક્ષાવાલા (Manoj Rixawala) તરીકે ઓળખે છે. જો કોઈ ગ્રાહક મનોજની સામે અમિતાભ બચ્ચનની પ્રશંસા કરે તો મનોજ તેની પાસેથી ભાડું પણ લેતો નથી. મનોજ કહે છે કે, જેને મારી પસંદગી પસંદ છે, તો હું તેની પાસેથી પૈસા કેવી રીતે લઈ શકું ?

 

આ પણ વાંચો: Viral Video: 50 મીટરની ઊંચાઈ પર લિફ્ટમાં ફસાયા 2 મજૂર, CISF જવાને દેવદૂત બની બચાવ્યો જીવ

આ પણ વાંચો: TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: એક બેનનું સ્ટેટ્સ- આખી દુનિયામાં હું એકલી જ શરદ પૂનમની ચાંદની છું !

Published On - 1:09 pm, Sat, 23 October 21

Next Article