Singer Edava Basheer: લાઈવ કોન્સર્ટ દરમિયાન મલયાલમ ગાયકનું થયું મોત, સ્ટેજ પર્ફોર્મન્સનો વીડિયો વાયરલ

લાઈવ કોન્સર્ટ દરમિયાન સ્ટેજ પર જ ગાયક એડવા બશીર (Singer Edava Basheer)નું મોત થયું હતું. સોશિયલ મીડિયા પર તેના સ્ટેજ પર્ફોર્મન્સનો એક વીડિયો પણ સામે આવ્યો છે,

Singer Edava Basheer: લાઈવ કોન્સર્ટ દરમિયાન મલયાલમ ગાયકનું થયું મોત, સ્ટેજ પર્ફોર્મન્સનો વીડિયો વાયરલ
લાઈવ કોન્સર્ટ દરમિયાન મલયાલમ ગાયકનું થયું મોત, સ્ટેજ પર્ફોર્મન્સનો વીડિયો વાયરલ
Image Credit source: Tv 9
| Edited By: | Updated on: May 30, 2022 | 3:16 PM

Singer Edava Basheer Death: મલયાલમ સંગીત જગતે એક હાન સ્ટારને કાયમ માટે ગુમાવ્યો છે. મલયાલમ ઈન્ડસ્ટ્રીના પીઢ ગાયક (Malayalam singer) સિંગર ઈદાવા બશીર (Singer Edava Basheer) હવે આ દુનિયામાં નથી. તેમણે 28 મે 2022ના રોજ 78 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી માત્ર તેમના ચાહકો જ નહી, પરંતુ મનોરંજન જગતની હસ્તીઓ પણ દુ:ખી છે.

જો કે એડવા (Singer Edava Basheer)એ ઘણા ફિલ્મી ગીતોમાં પોતાનો અવાજ આપીને લોકોના દિલ જીતી લીધા છે, પરંતુ તેઓ મોટાભાગે લાઈવ કોન્સર્ટ માટે જાણીતા હતા. તાજેતરમાં કેરળના અલપ્પુઝામાં બ્લુ ડાયમંડ ઓર્કેસ્ટ્રાની સુવર્ણ જયંતિ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પહોંચ્યા હતા. અહીં તેણે પ્લેબેક સિંગર કે. જે. યેસુદાસ (K. J. Yesudas)નું ગીત ગાયું પણ તે તેનું છેલ્લું ગીત સાબિત થયું.

 

 

જ્યારે એડવા યેસુદાસનું ગીત ‘મના હો તુમ બહુત હસીના’ ગાવા માટે સ્ટેજ પર ગયો, ત્યારે ગીત પૂરું થતાં જ તે સ્ટેજ પર બેહોશ થઈ ગયો. તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. આ ઘટના ગત રાત્રે 9.30 વાગ્યાની આસપાસની છે. સોશિયલ મીડિયા પર તેના સ્ટેજ પર્ફોર્મન્સનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ગીત પૂરું થતાંની સાથે જ તે ત્યાં પડી જાય છે અને તેનું મૃત્યુ થઈ જાય છે.

 

 

એડવા બશીર સંગીત જગતના પીઢ ગાયક હતા. તેમણે સ્વાતિ થિરુનલ સંગીત એકેડમીમાંથી સંગીતમાં શૈક્ષણિક ડિગ્રી મેળવી હતી. 1972માં તેમણે ‘કોલ્લમ સંગીતાલય ગનમેળા મંડળી’ની પણ રચના કરી. તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ‘વીણા વૈકુમ’ ગીતથી ડેબ્યૂ કર્યું અને પછી લોકોના દિલ જીતી લીધા.