અલવિદા પિલ્લઈ : દિગ્ગજ મલયાલમ અભિનેતા જીકે પિલ્લઈનું થયુ નિધન, ચાહકોમાં શોકની લહેર

જીકે પિલ્લઈએ સિનેમામાં જોડાતા પહેલા 13 વર્ષ સેનામાં સેવા આપી હતી. તેમના કાર્યકાળ પછી જ્યારે તેઓ ભારતીય સેના અને નૌકાદળમાંથી નિવૃત્તિ લઈને પાછા ફર્યા, ત્યારે તેમણે ફિલ્મ અને ટેલિવિઝનમાં કારકિર્દીની શરૂઆત કરી હતી.

અલવિદા પિલ્લઈ : દિગ્ગજ મલયાલમ અભિનેતા જીકે પિલ્લઈનું થયુ નિધન, ચાહકોમાં શોકની લહેર
Malayalam Actor GK Pillai passed away
| Edited By: | Updated on: Dec 31, 2021 | 2:14 PM

G K Pillai Death : મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં (Malayalam Film Industry) આજે મોટી ખોટ પડી છે. દિગ્ગજ અભિનેતા જીકે પિલ્લઈનું 97 વર્ષની વયે નિધન થયું છે. તમને જણાવી દઈએ કે, તે ઉંમર સંબધિત બિમારીઓ સામે લડી રહ્યા હતા. જીકે પિલ્લઈનુ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ છે. તેણે ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયથી પ્રેક્ષકોનું મનોરંજન કર્યું અને મલયાલમ સિનેમાને પોતાની પ્રતિભાથી સમગ્ર વિશ્વમાં ઓળખાવી. જીકેએ મોટાભાગની ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી હતી.

13 વર્ષ સુધી ભારતીય સેનામાં સેવા આપી

પિલ્લઈએ સિનેમામાં જોડાતા પહેલા 13 વર્ષ સુધી સેનામાં સેવા આપી હતી. જ્યારે તેઓ તેમના કાર્યકાળ બાદ ભારતીય સેના અને નૌકાદળમાંથી નિવૃત્તિ લઈને પાછા ફર્યા, ત્યારે તેમણે મલયાલમ ફિલ્મ અને ટેલિવિઝનમાં તેમની કારકિર્દીની શરૂઆત કરી. પિલ્લઈ મલયાલમ સિનેમામાં તેમની ખલનાયક ભૂમિકાઓ માટે જાણીતા હતા. તેણે લગભગ 300 ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી હતી. આ સાથે તેમણે રાજ્યના પરંપરાગત લોકગીતો પર આધારિત નાટકોમાં પણ ભાગ ભજવ્યો હતો.

ખલનાયકની ભૂમિકાઓએ તેમને મોટી ઓળખ આપી

તિરુવનંતપુરમના વર્કલામાં જન્મેલા પિલ્લઈએ 1954માં સ્નેહસીમા ફિલ્મમાં કામ કરીને મલયાલમ ફિલ્મોમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મનું નિર્દેશન એસએસ રાજને કર્યું હતું. પિલ્લઈ મલયાલમ સિનેમામાં 1980ના દાયકામાં ખૂબ જ સક્રિય હતા. બાદમાં 1990 સુધીમાં, તે અચાનક ગાયબ થઈ ગયા. ત્યારબાદ તેણે 2000 માં અભિનયની બીજી ઇનિંગ શરૂ કરી હતી. તેની લોકપ્રિય ફિલ્મોની વાત કરીએ તો તેમાં ‘અશ્વમેધમ’, ‘અરોમાલુની’, ‘ચોલા’, ‘અન્નકલરી’ અને ‘કાર્યસ્થાન’નો સમાવેશ થાય છે.

ટેલિવિઝનની દુનિયામાં પણ તેઓ ખૂબ જ લોકપ્રિય હતા

જીકે પિલ્લઈનુ ટેલિવિઝન જગતમાં પણ સારૂ નામ હતુ. તેણે 2004 માં હોરર સોપ ‘કદમથુ કથનાર’ શો સાથે ટેલિવિઝન દુનિયામાં પ્રવેશ કર્યો હતો. જો અહેવાલોનુ માનીએ તો તેમના અંતિમ સંસ્કાર એક દિવસ પછી તેમના વતનમાં કરવામાં આવશે. આ શ્રદ્ધાંજલિ સમારોહમાં ફિલ્મ અને ટેલિવિઝનની સિતારાઓ હાજર રહે તેવી સંભાવના છે.

 

આ પણ વાંચો : શું ફરીથી ખુલશે થિયેટર ? કરણ જોહરે દિલ્હી સરકારને કોરોના પ્રોટોકોલ હેઠળ થિયેટર ખોલવા કરી અપીલ