Looop Lapeta Trailer: તાપસી પન્નુની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘લૂપ લપેટા’નુ ટ્રેલર થયુ રિલીઝ, જાણો ક્યારે થશે સ્ટ્રીમ ?

આકાશ ભાટિયા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ જર્મન ફિલ્મ 'રન લોલા રન'ની ઓફિશિયલ રિમેક છે. ફિલ્મનું ટ્રેલર જોઈને ફેન્સ ખુબ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે.

Looop Lapeta Trailer: તાપસી પન્નુની મોસ્ટ અવેટેડ ફિલ્મ લૂપ લપેટાનુ ટ્રેલર થયુ રિલીઝ, જાણો ક્યારે થશે સ્ટ્રીમ ?
Looop Lapeta trailer released
| Edited By: | Updated on: Jan 13, 2022 | 2:43 PM

Looop Lapeta Trailer: તાપસી પન્નુ (Tapsee Pannu) અને તાહિર રાજ ભસીન(Tahir Raj Bhasin) ની ફિલ્મ લૂપ લપેટાનું ટ્રેલર (Looop Lapeta )રિલીઝ થયુ છે. તમને જણાવી દઈએ કે, આકાશ ભાટિયા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ જર્મન ફિલ્મ ‘રન લોલા રન’ની ઓફિશિયલ રિમેક છે. ફિલ્મનું ટ્રેલર રોમાંચથી ભરપુર જોવા મળી રહ્યુ છે. ટ્રેલરમાં તાપસી અને તાહિરની લવ લાઈફ જોવા મળી રહી છે.

શું તેની ગર્લફ્રેન્ડ તેને આ સમસ્યામાંથી બહાર કાઢી શકશે ?

ફિલ્મમાં  તાપસીને ઝડપી હોશિયાર અને તાહિરને આળસુ બતાવવામાં આવ્યો છે, જેને જુગાર રમવાનુ ખુબ પસંદ છે. આ દરમિયાન તાહિરને એક જવાબદારી મળે છે, પરંતુ તેને મળેલા 50 લાખ રૂપિયા તે જુગારમાં હારી જાય છે.બાદમાં તેને પાસે પૈસા આપનાર તાહિરની પાછળ પડે છે. શું તેની ગર્લફ્રેન્ડ તેને આ સમસ્યામાંથી બહાર કાઢી શકશે ? આ જાણવું ખૂબ જ રસપ્રદ રહેશે.

આ તારીખે થશે સ્ટ્રીમ

આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરતાં નેટફ્લિક્સે ટ્વિટર પર કેપ્શનમાં લખ્યું, “50 લાખ, 50 મિનિટ. શું સમય રહેતા આ રેસ જીતી શકશે ? કે બધું ગુમાવશે ? #LoopalPeta,આકાશ ભાટિયા દ્વારા દિગ્દર્શિત 4 ફેબ્રુઆરીએ આવી રહી છે, ફક્ત Netflix પર.”તમને જણાવી દઈએ કે, આ પહેલા તાપસી પન્નુએ તેના ઈન્સ્ટાગ્રામ પરથી ફિલ્મના ટ્રેલર રિલીઝ વિશે માહિતી આપી હતી.

જુઓ Looop Lapeta Trailer

ફિલ્મના ટ્રેલર રિલીઝ પહેલા તાપસીએ ફિલ્મનું પોસ્ટર તેણે ઈન્સ્ટાગ્રામ પરથી રિલીઝ કર્યું હતું. આ પોસ્ટરને શેર કરતાં તાપસી પન્નુએ લખ્યું- અરે ! તાહિર રાજ ભસીન, આ શોર્ટકટ્સમાંથી બહાર આવવાનુ ક્યારે બંધ કરીશ ! શું આ વખતે સેવી તેને બચાવી શકશે ? તમને જલ્દી ખબર પડી જશે. લૂપ લપેટા માટે તૈયાર થઈ જાઓ.

 

આ પણ વાંચો : Ashmit Patel Birthday : અશ્મિત પટેલ હંમેશા પોતાની લવ લાઈફના કારણે ચર્ચામાં રહ્યો છે, જાણો કઈ કઈ બોલિવૂડ અભિનેત્રીઓનું નામ જોડાયું હતું