Lock Upp : કંગના રનૌતના લોકઅપના કેદીઓએ લીધી છે મસમોટી ફી, જાણો કોણ લે છે કેટલી ફી
લોક-અપમાં રહેતા આ સેલિબ્રિટીઓએ કેદી તરીકે રહેવા માટે તગડી રકમ લીધી હતી. દર અઠવાડિયાની આ લોકોની ફી જાણીને તમને પણ નવાઈ લાગશે.
Lock Upp: બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત (Bollywood actress Kangana Ranaut)એકતા કપૂરના રિયાલિટી શો લોક અપને હોસ્ટ કરી રહી છે. નિશા રાવલ, મુનવ્વર ફારૂકી, પૂનમ પાંડે, સારા ખાન, કરણવીર બોહરા, શિવમ શર્મા, તહસીન પૂનાવાલા, સિદ્ધાર્થ શર્મા અને અંજલી જેવા સ્પર્ધકો લોક અપ (Lock Upp) માં શોનો ભાગ છે. સ્વામી ચક્રપાણીને શોમાંથી બહાર કાઢવામાં આવેલા પ્રથમ વ્યક્તિ છે. એકતા કપૂરના રિયાલિટી શો લોક અપના હોસ્ટ, જેલર અને સ્પર્ધક દ્વારા કેટલી ફી લેવામાં આવે છે? ચાલો જાણીએ તેમની ફી વિશે-
કંગના રનૌત
શોની હોસ્ટ કંગના રનૌત એક એપિસોડ માટે 1 કરોડ ચાર્જ કરે છે. અભિનેત્રીએ આ શો માટે 25 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.
કરણ કુન્દ્રા
કરણ કુન્દ્રાએ જેલર તરીકે શોમાં પ્રવેશ કર્યો છે. કરણ આઉટિંગ માટે 2-3 લાખ રૂપિયા ચાર્જ કરે છે.
પૂનમ પાંડે
પૂનમ પાંડેએ એક અઠવાડિયાની ફી 3 લાખ રૂપિયા લીધી છે.
Ye toh sirf trailer tha..Puri picture abhi baaki hai !!
New chapter begins with Lock Upp.. Poonam Pandey making a bold entry with her sizzling performance setting the stage on 🔥#LockUpp streaming now on @altbalaji and @MXPlayer@ektarkapoor #KanganaRanaut @LockuppGame pic.twitter.com/ySWZMOFi8b— Poonam Pandey (@iPoonampandey) February 28, 2022
મુનવ્વર ફારૂકી
રિપોર્ટ્સ અનુસાર, કોમેડિયન મુનવ્વર ફારૂકી શોમાં એક અઠવાડિયાની 3 થી 3.5 લાખ ફી લઈ રહ્યો છે.
કરણવીર બોહરા
રિપોર્ટ્સ અનુસાર, નાગિન એક્ટર કરણવીર બોહરાએ અઠવાડિયાની 2 લાખ ફી લીધી છે.
સિદ્ધાર્થ શર્મા
રિપોર્ટ્સ અનુસાર, એક્ટર સિદ્ધાર્થ શર્મા શોમાં 2 થી 2.5 લાખ રૂપિયા સુધીની ફી વસૂલી રહ્યો છે.
શિવમ શર્મા
રિપોર્ટ્સ અનુસાર, સ્પ્લિટ્સવિલા ફેમ શિવમ શર્માએ એક અઠવાડિયાની ફી 2 લાખ રૂપિયા લીધી છે.
બબીતા ફોગટ
બબીતા ફોગટને અઠવાડિયાના 3 લાખ રૂપિયા મળે છે.
તહસીન પૂનાવાલા
અહેવાલો અનુસાર, તહસીન પૂનાવાલા શોમાં 1.25 થી 1.5 લાખ રૂપિયા સુધીની ફી વસૂલ કરે છે.
પાયલ રોહતગી
રિપોર્ટ્સ અનુસાર, પાયલ રોહતગી શોમાં 3 લાખ રૂપિયા સુધી ફી લઈ રહી છે.
સાયશા શિંદે
સેલિબ્રિટી ફેશન ડિઝાઈનર સાઈશા શિંદે એક અઠવાડિયા માટે 1 લાખ રૂપિયા ફી લઈ રહી છે.
સારા ખાન
અભિનેત્રી સારા ખાન આ શોમાં એક અઠવાડિયા માટે 2.5 થી 3 લાખ રૂપિયા ફી લઈ રહી છે.
અંજલિ અરોરા
કચા બદામ ફેમ અંજલિ અરોરા એક અઠવાડિયા માટે 3 થી 4 લાખ ફી લઈ રહી છે.
નિશા રાવલ
ટીવી એક્ટ્રેસ નિશા રાવલની એક અઠવાડિયાની ફી 1.75 થી 2 લાખ સુધીની છે.
આ પણ વાંચો : Punjab Election Result: ઈતિહાસમાં પ્રથમ વખત 12 MBBS ડોક્ટરોએ પંજાબ વિધાનસભામાં મેળવ્યુ સ્થાન, AAPનો રહ્યો દબદબો