Lata Mangeshkar Passes Away :ભારત રત્ન લતા મંગેશકરનું નિધન થયુ છે. ભારતે તેનો સૌથી અમૂલ્ય રત્ન ગુમાવ્યો છે.લતા મંગેશકરે ગુજરાતી ભાષામાં ઘણા સુપરહીટ ગીતો ગાયા છે. જેમાં તેમના અવાજમાં સૌથી દીકરી તો પારકી થાપણ કહેવાય,વૈષ્ણવજન તો તેને રે કહીએ અને માને તો મનાવી લેજો રે,એ ખૂબ લોકચાહના મેળવેલા તેમના ગીત છેસ્વરની કોકિલાના લોકપ્રિય લતા મંગેશકર(Lata Mangeshkar)ના અવાજ અને તેના ગીતોના ઘણા ચાહકો છે. 7 દાયકા સુધી ફિલ્મોમાં પોતાના અવાજથી જાદુ કરનારા લતા મંગેશકરે(Lata Mangeshkar) 30 હજારથી વધુ ગીતો ગાયા છે.
લતાના અવાજમાં એવી કેટલીક મીઠાશ છે કે જો કોઈ તેના ગીતો સાંભળે તો તે તેમાં ખોવાઈ જાય છે. આજે પણ લતા મંગેશકરના ગીતોનો જાદુ અકબંધ છે.લતા મંગેશકર(Lata Mangeshkar) જેવી ગાયિકા કોઈ નથી. સંગીત ઈન્ડ્રસ્ટ્રીઝ માં, તેને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે.
હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં સંગીત અને ગીતો મહત્વની ભૂમિકા ભજવે છે. ફિલ્મની અડધી વાર્તા ગીતો દ્વારા જ સમજાય છે. લતા જેટલું રોમેન્ટિક ગીત ગાતી હતી, તેટલું જ તે દેશભક્તિના ગીતોને જીવન આપતી હતી. આજે પણ જ્યારે આપણે સ્વતંત્રતા દિવસ અથવા 26 જાન્યુઆરીએ લતા મંગેશકરનું ગીત આ મેરે વતન કે લોકો સાંભળીએ છીએ, ત્યારે લતા મંગેશકરનો ચહેરો સામે આવે છે.
ગુજરાતી ભાષા સિવાય પણ લત્તા મંગેશકરે મલયાલમ, તેલુગુ, તમિલ, કન્નડા, ઓડિયા, આસમીસ, પંજાબી, બંગાળી, ભોજપુરી, નેપાળી, ઉર્દુ, અંગ્રેજી, કોંકણી, તુલુ, મરાઠી અને મણીપુરી ભાષામાં પણ ગીતો ગાયા છે.
નાની ઉંમરમાં પિતાનું મોત થતાં 13 વર્ષની લતા પર ઘરની જવાબદારી આવી ગઈ હતી. નાનકડી લતા બહેન મીના સાથે મુંબઈ આવીને માસ્ટર વિનાયક માટે કામ કરવા લાગી હતી. 13 વર્ષની ઉંમરમાં 1942માં ‘પહિલી મંગલાગૌર’ ફિલ્મમાં એક્ટિંગ કરી હતી. કેટલીક ફિલ્મમાં હીરો-હીરોઈનની બહેનનો રોલ કર્યો હતો.જોકે, તેમને એક્ટિંગમાં મજા આવી નહો.તી. ‘લવ ઇઝ બ્લાઇન્ડ’ માટે રેકોર્ડિંગ કર્યું હતું, પરંતુ ફિલ્મ રિલીઝ થઈ નહીં.
તેમના પિતા દિનાનાશ ખૂબ મોટા શાસ્ત્રીય સંગીતના જાણકાર હતા. તેમના પિતાએ વારસામાં ગીત અને સંગીત આપ્યું તેના પ્રતિક તરીકે પિતાની સિતાર આજે પણ લતાજીએ સાચવીને રાખી છે.લતા મંગેશકરે ગુજરાતી ગીતોમાં પણ પોતાનો અવાજ આપ્યો છે,લતા મંગેશકર અડધા ગુજરાતી હતા
Published On - 10:17 am, Sun, 6 February 22