Bharat Ratna Lata Mangeshkar Story: લતા મંગેશકર, સંગીતની દુનિયાનું એક એવું નામ, જેમણે માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક આગવી ઓળખ બનાવી. આજે તે આપણી વચ્ચે નથી, પરંતુ તેમણે ગાયેલા ગીતો દ્વારા તે અમર રહેશે. લતા મંગેશકર (Singer Lata Mangeshkar)ને વર્ષ 2001માં દેશનું સર્વોચ્ચ સન્માન ‘ભારત રત્ન એવોર્ડ‘ (Bharat Ratna Award) મળ્યુ હતુ.
ગાયિકા લતાજી જેમણે 700થી વધુ ગીતો ગાયા, તેમણે હિન્દી, મરાઠી સહિત ઘણી ભાષાઓના લોકોને તેમના અવાજના ચાહક બનાવ્યા (Lata Mangeshkar Fans). લતા મંગેશકર સંગીત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરતી રહી છે.
#WATCH Melody queen Lata Mangeshkar awarded the nation’s highest civilian honour, Bharat Ratna in 2001
(ANI Archive) pic.twitter.com/khw3OZTMjG
— ANI (@ANI) February 6, 2022
લતા મંગેશકરને આવા અનેક સન્માન મળ્યા છે. જેમ કે 1989માં દાદાસાહેબ ફાળકે એવોર્ડ, 1997માં મહારાષ્ટ્ર ભૂષણ, 2007માં લીજન ઓફ ઓનર, ફિલ્મ અને સંગીત જગતના અનેક એવોર્ડ. પરંતુ તેમના જીવનના ત્રણ મહત્વપૂર્ણ પુરસ્કારોમાં ભારતના ત્રણ સર્વોચ્ચ નાગરિક સન્માનનો સમાવેશ થાય છે. 1969માં તેમને દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ ભૂષણ અને 1999માં દેશના બીજા સૌથી મહત્વપૂર્ણ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
વર્ષ 2001માં લતા મંગેશકરને તત્કાલિન રાષ્ટ્રપતિ કે.આર. નારાયણનના હાથે ભારત રત્ન પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા, જે દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન રહે છે કે ભારત રત્ન માટે દેશના ચોક્કસ લોકોને કેવી રીતે પસંદ કરવામાં આવે છે. આવો જાણીએ આ વિશે. આ સાથે, અમે એ પણ જાણાવી શું કે આ એવોર્ડમાં સન્માનના ચિહ્ન તરીકે શું આપવામાં આવે છે.
ભારત રત્ન એવોર્ડ એ ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. આ સન્માન કલા, સાહિત્ય, વિજ્ઞાન, રમતગમત, સૈન્ય, જનસેવા વગેરે ક્ષેત્રોમાં રાષ્ટ્ર સેવા માટે આપવામાં આવે છે. આ સન્માનની શરૂઆત 2 જાન્યુઆરી 1954ના રોજ દેશના તત્કાલિન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. પ્રથમ ભારત રત્ન પુરસ્કાર પ્રખ્યાત વૈજ્ઞાનિક ચંદ્રશેખર વેંકટરામનને આપવામાં આવ્યો હતો. શરૂઆતમાં, આ સન્માન ફક્ત જીવંત વ્યક્તિઓને જ આપવામાં આવતું હતું, જ્યારે 1955માં આ સન્માન મરણોત્તર આપવાની જોગવાઈ ઉમેરવામાં આવી હતી. લાલ બહાદુર શાસ્ત્રીને સૌ પ્રથમ મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
ભારત રત્ન માટે પાત્ર વ્યક્તિનું નામ વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ દ્વારા સૂચવવામાં આવે છે. નિષ્ણાતો કહે છે કે, એક વર્ષમાં વધુમાં વધુ ત્રણ વ્યક્તિને જ ભારત રત્ન આપી શકાય છે. આ પુરસ્કાર 1977માં જનતા પાર્ટી દ્વારા બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ કોંગ્રેસ સરકારે તેને 1980માં ફરીથી રજૂ કર્યો હતો.
ભારત રત્ન એ દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે, પરંતુ એવું નથી કે તે માત્ર ભારતીય નાગરિકોને જ આપવામાં આવે. આવી કોઈ લેખિત જોગવાઈ નથી. આ પુરસ્કાર એગ્રેસ ગોંખા બોઝાખિયુને પણ આપવામાં આવ્યો હતો,જેને આપણે મધર ટેરેસા તરીકે ઓળખીએ છીએ. આ સન્માન મેળવનાર તે પ્રથમ વિદેશી હતી. તે અન્ય બે વિદેશીઓ એટલે કે બિન-ભારતીય નાગરિકો ખાન અબ્દુલ ગફાર ખાનને 1987માં અને નેલ્સન મંડેલાને 1990માં ભારત રત્ન આપવામાં આવ્યો છે.
ભારત રત્ન મેળવનારને સરકાર તરફથી પ્રમાણપત્ર અને મેડલ મળે છે. આ ટેગ પીપળાના પાનના આકારમાં બનાવવામાં આવે છે. તેના પર સૂર્ય હોય છે. જ્યાં હિન્દીમાં ભારત રત્ન લખવામાં આવે છે. નીચે ફૂલોનો કલગી બનાવવામાં આવે છે. બીજી તરફ, તેની નીચે રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભ અને મુદ્રાલેખ સત્યમેવ જયતે લખેલું છે. આ સન્માન સાથે કોઈ પૈસા આપવામાં આવતા નથી.
ભારત રત્ન મેળવનાર વ્યક્તિને સરકાર દ્વારા વોરંટ ઓફ પ્રેસિડન્સીમાં સ્થાન આપવામાં આવે છે. આ એક પ્રકારનો પ્રોટોકોલ છે, જેના અનુસાર ભારત રત્ન મેળવનારને પસંદગી આપવામાં આવે છે. આ પ્રોટોકોલ અનુસાર, ભારત રત્ન પુરસ્કાર મેળવનારને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ, પૂર્વ રાષ્ટ્રપતિ, નાયબ વડાપ્રધાન, મુખ્ય ન્યાયાધીશ, લોકસભા અધ્યક્ષ, કેબિનેટ મંત્રી, મુખ્યમંત્રી, પૂર્વ વડાપ્રધાન અને પછી જ સ્થાન મળે છે. સંસદના બંને ગૃહોમાં વિરોધ પક્ષના નેતા પછી જગ્યા મળે છે.
ભારત સરકાર ભારત રત્ન મેળવનારાઓને અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડે છે, જેમાં રેલ્વે ભારત રત્ન મેળવનાર વ્યક્તિને મફત મુસાફરીની સુવિધા આપે છે. આ સિવાય દિલ્હી સરકાર ફ્રી બસ સેવાની સુવિધા પણ આપે છે. આ સિવાય ભારત રત્નથી સન્માનિત વ્યક્તિ પોતાના વિઝિટિંગ કાર્ડ પર આ સન્માનનો ઉલ્લેખ કરી શકે છે. ભારત રત્ન પુરસ્કાર મેળવનારાઓ તેમના કાર્ડ પર ‘રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવેલ ભારત રત્ન’ અથવા ‘ભારત રત્ન પ્રાપ્તકર્તા’ લખી શકે છે.
આ પણ વાંચો : Lata Mangeshkar Passed Away: લતા મંગેશકરનું નિધન, PM મોદી, રાષ્ટ્રપતિ કોવિંદ સહીત દિગ્ગજોએ વ્યક્ત કર્યો શોક