Kishore Kumar Birth Anniversary: ભારતીય સિનેમામાં કિશોર કુમારનું નામ ખુબ માન પૂર્વક લેવામાં આવે છે. તેઓ સિંગર, અભિનેતા, લેખક, ફિલ્મ નિર્માતા, સંગીતકાર, પટકથા લેખક જેવી અનેક પ્રેતીભાના માલિક હતા. આજે કિશોર કુમારનો જન્મદિવસ છે. તેમનો જન્મ મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં 4 ઓગસ્ટ 1929 ના રોજ થયો હતો. ચાલો આજે તમને ધ ગ્રેટ કિશોર કુમાર વિશે કેટલીક અજાણી વાતો જણાવીએ.
વિનોદી સ્વભાવ
ખરેખરમાં કિશોર કુમારનું સાચું નામ આભાસ કુમાર હતું. તેમને ફિલ્મોના કિશોર કુમાર દ્વારા ઓળખ મળી. કિશોર કુમાર અભિન્ન પ્રતિભાથી સમૃદ્ધ હતા. જાણકાર કહે છે તેઓ એક વિનોદી અને મનમોજી સ્વભાવ ધરાવતા વ્યક્તિ હતા. આજે ભલે તેઓ આપણી વચ્ચે નથી પરંતુ તેમના ગીતો સ્વરૂપે તેઓ સદીઓ સુધી અહિયાં જ રહેશે.
ફિલ્મો જોવાનો શોખ
કિશોર કુમારના મોટા પુત્ર અમિત કુમારે એક વાર કહ્યું હતું કે, ‘કિશોર જીને અંગ્રેજી’ ક્લાસિક ‘ફિલ્મો જોવાનો શોખ હતો. એકવાર તે અમેરિકાથી ઘણી ‘વેસ્ટર્ન’ ફિલ્મોની કેસેટ લઇ આવ્યા હતા. એટલું જ નહીં અમિત કુમાર વીકેન્ડમાં તેમની સાથે ફિલ્મો જોવા જતા તો કિશોર કુમાર એક પછી એક ત્રણ ફિલ્મો જોઈ લેતા.
‘કોણ છે ડિરેક્ટર? કાઢો એને’
અમિતે વધુમાં જણાવ્યું હતું કે કિશોરજી પોતે માનતા હતા કે તેઓ ખૂબ જ ‘મનમોજી’ છે. કોઈને ખબર નહોતી કે તે શું કરશે. ‘એકવાર તેમની ફિલ્મનું શૂટિંગ પૂરું થયું અને યુનિટના લોકો તેમની પાસે પૈસા માંગવા આવ્યા, કિશોર કુમારે બીલ જોઇને કહું આટલું બધું કેવી રીતે બન્યું? બીલ આટલું ના હોવું જોઈએ. આ ડિરેક્ટર પોતાની જાતને સમજે છે શું? હું નિર્માતા છું,આ ડિરેક્ટરને ભગાઓ આ કામમાંથી, કોણ છે ડિરેક્ટર?’ આના પર બધાએ કહ્યું – તમે જ છો. અને પછી કિશોર કુમારને ભાન થયું કે ડિરેક્ટર તેઓ પોતે છે.
મસૂરની દાળ જોઈને મસૂરી ચાલ્યા ગયા
આવી ઘણી રમુજી વાતો તેમની સાથે થતી હતી. કિશોર દાને નાની વસ્તુઓ, વિવિધ પ્રકારની વસ્તુઓ ખરીદવા બજારમાં જવાનો શોખ હતો. એકવાર તેઓ બજારમાં ગયા જ્યાં ‘મસૂર’ ની દાળ જોઇને કિશોર કુમારે અચાનક જ ‘મસૂરી’ જવાનો પ્લાન બનાવી દીધો હતો.
અહેવાલ અનુસાર એકવાર તેમણે રેડિયોના અનુભવી અમીન સાહેબને એ શરતે એક ઇન્ટરવ્યૂ પણ આપ્યો કે તે પોતે ઇન્ટરવ્યૂ લેશે. નોંધપાત્ર બાબત એ છે કે કિશોરે આપણા બધાના હૃદયમાં એક એવું ચિત્ર બનાવ્યું છે, જેને સમયના મોજા ભૂંસી શકતા નથી અને એટલે જ તેમના અમર ગીતો હંમેશા યાદ રહેશે.
આ પણ વાંચો: Bigg Boss 14 વિનર રૂબીનાનો બોલ્ડ અવતાર, તસ્વીરો પોસ્ટ થતાની સાથે જ થઈ ગઈ વાયરલ
Published On - 9:57 am, Wed, 4 August 21