KGF 2 નો તરખાટ : સાઉથ સ્ટાર થલાપતિ વિજયની ‘બીસ્ટ’ ફિલ્મ KGF 2 આગળ ઘૂંટણિયે, જાણો ફિલ્મના ક્લેકશન વિશે

કલેક્શનના મામલામાં બીસ્ટ બોક્સ ઓફિસ કલેક્શન પર (Beast Box Office Collection) અત્યાર સુધી કંઈ ખાસ કમાલ કરી શક્યુ નથી.

KGF 2 નો તરખાટ : સાઉથ સ્ટાર થલાપતિ વિજયની  બીસ્ટ ફિલ્મ KGF 2 આગળ ઘૂંટણિયે, જાણો ફિલ્મના ક્લેકશન વિશે
Beast box office collection
| Edited By: | Updated on: Apr 17, 2022 | 11:33 AM

સાઉથ સુપરસ્ટાર યશની ફિલ્મ KGF 2 (South Superstar Thalapathy Vijay )ના એક દિવસ પહેલા સાઉથ સુપરસ્ટાર થલાપતિ વિજયની ફિલ્મ ‘બીસ્ટ’ સિનેમાઘરોમાં (Cinema House) રિલીઝ થઈ હતી. આમ છતાં, ફિલ્મ કમાણીના મામલામાં KGF 2થી પાછળ છે. કલેક્શનના મામલામાં બીસ્ટ બોક્સ ઓફિસ કલેક્શન (Beast Box Office Collection)અત્યાર સુધી કંઈ ખાસ કમાલ કરી શક્યું નથી. આવી સ્થિતિમાં યશની ફિલ્મની સામે થલાપતિ વિજયની (South Star Vijay)  ફિલ્મનો ચાર્મ ઓછો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મને રિલીઝ થયાને 4 દિવસ વીતી ગયા છે, છતાં ફિલ્મ કમાણીના મામલામાં ખૂબ જ ધીમી ચાલી રહી છે. વીકએન્ડ પર પણ ફિલ્મે સ્લો કલેક્શન કર્યું હતું, તેથી હવે ફિલ્મ સારો દેખાવ કરશે કે કેમ તે અંગે અસંમજસ જોવા મળી રહ્યું છે.

બીસ્ટ ફિલ્મ થિયેટરોમાં કેવું પ્રદર્શન કરી રહી છે ?

આ ફિલ્મ જોવા માટે થિયેટરોમાં ઓછા લોકો પહોંચી રહ્યા છે. જ્યારે વધારે ભીડ યશની KGF તરફ જોવા મળી રહી છે. લોકો KGF જોવા થિયેટરોમાં ઉમટી રહ્યા છે, જ્યારે બીસ્ટની સ્ક્રીન માટે સીટો બુક કરવામાં આવી નથી.પ્રારંભિક આંકડાઓ અનુસાર, ફિલ્મે શનિવારે 10 થી 12 કરોડની કમાણી કરી હતી, જ્યારે ફિલ્મે વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર લગભગ 18 થી 20 કરોડની કમાણી કરી છે. આ સાથે જ ફિલ્મે અત્યાર સુધીમાં 155 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે.

તમને જણાવી દઈએ કે, સાઉથ સ્ટાર વિજયની ફિલ્મ બીસ્ટે (Film Beast) 3 દિવસમાં કુલ 70 કરોડ 55 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મે AP/TG રાજ્યમાં કુલ 11 કરોડ 55 લાખ કરોડ, કર્ણાટકમાં 11 કરોડ 15 લાખ, કેરળમાંથી 8 કરોડ 80 લાખ અને વિદેશમાંથી 39 કરોડની કમાણી કરી છે. આ સાથે ફિલ્મે છેલ્લા 3 દિવસમાં કુલ 143.90 કરોડનો બિઝનેસ કર્યો છે. તમને જણાવી દઈએ કે, તેનાથી વિપરીત, યશની ફિલ્મે પહેલા દિવસે જ 100 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. બીજા દિવસે ફિલ્મે બેવડી સદી ફટકારીને 200 કરોડની કમાણી કરી હતી.

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : એક્શન હીરો તરીકેની પોતાની જર્નીમાં આગળ વધ્યા ટાઈગર શ્રોફ, ‘હીરોપંતી 2’ માટે શીખી સ્ટીક ફાઈટીંગ