King Khan : આર્યન ડ્રગ કેસ પછી, શાહરૂખ ખાને પઠાણ માટે શૂટિંગ શરૂ કર્યું, મુંબઈના સેટ પરથી તસવીર સામે આવી

|

Dec 23, 2021 | 9:21 AM

ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનના નામને કારણે શાહરૂખ ખાન અને તેના પરિવાર માટે છેલ્લા કેટલાક દિવસો મુશ્કેલીઓથી ભરેલા હતા. જો કે હવે તેની લાઈફ પહેલાની જેમ પાટા પર આવી ગઈ છે અને લગભગ 3 મહિના પછી શાહરૂખ શૂટિંગ સેટ પર જોવા મળ્યો છે. શૂટિંગ સેટ પરથી અભિનેતાની તસવીર વાયરલ થઈ રહી છે

King Khan : આર્યન ડ્રગ કેસ પછી, શાહરૂખ ખાને પઠાણ માટે શૂટિંગ શરૂ કર્યું, મુંબઈના સેટ પરથી તસવીર સામે આવી
Shah Rukh Khan sports long hair

Follow us on

King Khan : બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન (Shah Rukh Khan)જ્યારથી તેનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસ (Aryan Khan Drugs Case)માં ફસાયો હતો ત્યારથી કેમેરાથી દૂર હતો, પરંતુ હવે લગભગ બે મહિના પછી તે સેટ પર પાછો ફર્યો છે. શાહરૂખે બુધવારે મુંબઈ (Mumbai)માં પઠાણ(Pathan) ફિલ્મનું  શૂટિંગ ફરી શરૂ કર્યું છે, જ્યાંથી તેની તસવીર પણ સામે આવી છે.

શાહરૂખ ખાનની તસવીર ઈન્સ્ટાગ્રામ (Instagram)પર ખૂબ જ વાયરલ થઈ રહી છે, જેમાં શાહરૂખ (Shah Rukh Khan)પોતાના બોડીગાર્ડ સાથે શૂટ માટે જતા જોવા મળે છે. આ દરમિયાન તેને બ્લેક ટી-શર્ટ અને ચશ્મા પહેરેલા જોઈ શકાય છે. અભિનેતાની આ આ વાયરલ તસવીરને લઈને એવી અટકળો ચાલી રહી છે કે, શાહરૂખ ખાને તેની ફિલ્મ પઠાણ (Pathan) માટે શૂટિંગ કર્યું છે, જ્યારે કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તે એક જાહેરાતના શૂટિંગ માટે પહોંચ્યો હતો. જો કે, આ વિશે હજુ સુધી કોઈ અભિનેતા અથવા ફિલ્મ નિર્માતાઓ તરફથી કોઈ સત્તાવાર માહિતી નથી. જો કે, અભિનેતાનો ફોટો જોયા પછી, તેના ચાહકો ચોક્કસપણે ખુશ થઈ ગયા છે.

Owl Seeing Sign: ઘુવડ દેખાવવું શુભ કે અશુભ? જાણો રાત્રે દેખાય તો શું સંકેત આપે છે
આજનું રાશિફળ તારીખ 02-04-2025
રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સમાંથી થશે બહાર ?
રેમો તેની પત્નીને સુપરવુમન માને છે, જુઓ ફોટો
હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયાની કુલ નેટવર્થ કેટલી છે?
મૌની રોય કેટલા કરોડની માલિક છે? જાણો

 

 

શાહરુખે વિદેશમાં શૂટિંગ માટે એક શરત મૂકી

શાહરૂખે તેની આગામી ફિલ્મો માટે નિર્દેશકોને વિનંતી કરી છે કે, તેમનું શેડ્યૂલ એવું સેટ કરવું જોઈએ કે તેઓ દર અઠવાડિયે મુંબઈ આવી શકે અને આ દરમિયાન બાકીના કલાકારો તેમના પાર્ટનું શૂટિંગ કરી શકે. આ સાથે શાહરૂખ તેના પરિવારને પણ મળી શકશે અને શૂટિંગમાં કોઈ અડચણ નહીં આવે.

આર્યન કેસ બાદ ફિલ્મ મોકૂફ રાખવામાં આવી હતી

આ ફિલ્મ પહેલા સ્પેનમાં શૂટ થવાની હતી, પરંતુ આર્યન ખાન ડ્રગના કેસમાં ફસાયા બાદ ઓક્ટોબરમાં મુલતવી રાખવામાં આવી હતી. આ ફિલ્મમાં શાહરૂખ ઉપરાંત દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ લીડ રોલમાં જોવા મળશે.

શાહરૂખ પાસે ત્રણ મોટી ફિલ્મો છે

પઠાણ ઉપરાંત, શાહરૂખ ટૂંક સમયમાં એટલી દ્વારા નિર્દેશિત અનટાઈટલ્ડ ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ સિવાય શાહરૂખ સલમાન ખાનની ફિલ્મ ટાઈગર 3માં કેમિયો કરતો જોવા મળશે.

આ પણ વાંચો : Cricket: સચિન તેંડુલકર ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઝડપી બોલર પર થયા ફિદા, પ્રશંસા કરતા કહી મોટી વાત