સોશિયલ મીડિયા પર વોર : અજય દેવગણના નિવેદન પર કિચ્ચા સુદીપે કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું સાઉથ એક્ટર સુદીપે ?

સાઉથ એક્ટર કિચ્ચા સુદીપે (kichcha sudeep) હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો, ત્યારપછી અજય દેવગણ અને કિચ્ચા સુદીપ વચ્ચે ટ્વિટર પર યુદ્ધ છેડાઈ ગયુ હતુ.

સોશિયલ મીડિયા પર વોર : અજય દેવગણના નિવેદન પર કિચ્ચા સુદીપે કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું સાઉથ એક્ટર સુદીપે ?
Kichcha Sudeep and Ajay devgan
| Edited By: | Updated on: Apr 28, 2022 | 9:37 AM

તમે ઘણી વખત જોયું હશે કે નેતાઓ  હિન્દી ભાષાને (Hindi Language)  લઈને એકબીજા સાથે ટકરાતા હોય, પરંતુ આ વખતે કોઈ નેતા નથી પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના (Film Industry) બે દિગ્ગજ કલાકારો સામસામે આવી ગયા છે. બંને વચ્ચે સોશિયલ મીડિયા (Social Media) પર યુદ્ધ છેડાયુ છે. બંને હિન્દીને લઈને પોતપોતાના અભિપ્રાય આપી રહ્યા છે. બુધવારે, અભિનેતા અજય દેવગણે સાઉથ અભિનેતા કિચ્ચા સુદીપ (kichcha sudeep)દ્વારા હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે સ્વીકારવાનો ઇનકાર કરતી ટિપ્પણી પર ખૂબ જ અલગ રીતે જવાબ આપ્યો. આના પર અજય દેવગણે તેને ટ્વીટ કરીને પૂછ્યું કે તો પછી તમે તમારી ભાષાની ફિલ્મોને હિન્દીમાં કેમ ડબ કરો છો ? હવે આ અંગે કિચ્ચા સુદીપે ખુલાસો કર્યો છે.

તમને જણાવી દઈએ કે, સાઉથ અભિનેતા સુદીપે તાજેતરમાં કહ્યું હતું કે હિન્દી ભારતની રાષ્ટ્રભાષા નથી. જેના પર અજય દેવગણે પોતાની નારાજગી વ્યક્ત કરતા બુધવારે ટ્વિટર પર પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે, ‘મારા ભાઈ, જો તમારા મતે હિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી તો તમે તમારી માતૃભાષાની ફિલ્મોને હિન્દીમાં ડબ કરીને શા માટે રિલીઝ કરો છો ? હિન્દી આપણી માતૃભાષા અને રાષ્ટ્રભાષા હતી, છે અને રહેશે. જન ગણ મન…….’

અજયના ટ્વીટ પર કિચ્ચા સુદીપની પ્રતિક્રિયા

જેના માટે કિચ્ચા સુદીપે હવે ટ્વીટ કર્યું છે અને કહ્યું છે કે, ‘હેલો @AjayDevgan સર.. મેં આ કેમ કહ્યું તેનો સંદર્ભ મારા તમારા સુધી પહોંચવાની અપેક્ષા કરતાં સંપૂર્ણપણે અલગ છે. જ્યારે હું તમને અંગત રીતે મળીશ, ત્યારે હું તમને કહીશ કે મેં આવું નિવેદન કેમ કર્યું? આ કોઈને નુકસાન પહોંચાડવા, ઉશ્કેરવા અથવા દલીલ શરૂ કરવાનો ન હતો. હું આવું કેમ કરીશ સાહેબ ? હું દેશની દરેક ભાષાને પ્રેમ અને સન્માન કરું છું. હું ઇચ્છું છું કે આ વિષય અહીં સમાપ્ત થાય. કારણ કે મેં તે વાક્ય સંપૂર્ણપણે અલગ સંદર્ભમાં કહ્યું હતું. તમને હંમેશા ખૂબ પ્રેમ અને શુભેચ્છાઓ. મને આશા છે કે આપડે જલ્દી મળીશું.

સુદીપે બીજું ટ્વીટ કરીને કહ્યું હતું કે, અજય દેવગણ સર, તમે હિન્દીમાં મોકલેલ ટેક્સ્ટ હું સમજી ગયો છું. આ માત્ર એટલા માટે છે કારણ કે આપણે બધા હિન્દીને માન આપતા, પ્રેમ કરતા અને શીખીએ છીએ. ખરાબ ન લગાડશો સાહેબ પણ વિચારી રહ્યો છું કે જો મેં કન્નડમાં જવાબ આપ્યો હોત તો શું થાત….. શું અમે પણ ભારતના નથી સર ?

આ પણ વાંચો : Happy Birthday Samantha : જાણો કયા કારણોસર અભિનેત્રી સામંથા છે આજે ડિવોર્સી

આ પણ વાંચો :  દીપિકા પાદુકોણ ફરીથી વિદેશમાં ધૂમ મચાવી રહી છે, અભિનેત્રી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલની જ્યુરી મેમ્બર બની