વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ KGF સ્ટાર યશ અને કંટારા ફેમ અભિનેતા ઋષભ શેટ્ટી સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ બેંગલુરુમાં એરો ઈન્ડિયા 2023માં હાજરી આપી હતી. આ અવસર પર તેઓ કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા સિતારાઓને મળ્યા. ભાજપના કર્ણાટક યુનિટે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ મુલાકાતની તસવીરો શેર કરી છે.
આ પણ વાંચો: કોણ છે આ બ્યુટી ક્વિન ઓક્શનર મલાઇકા અડવાણી કે જે મહિલા IPLમાં હરાજીની પ્રક્રિયામાં ભજવશે મહત્વનો રોલ
ઘણા સ્ટાર્સ સાથે પીએમ મોદીની મુલાકાતની તસવીર શેર કરતા કર્ણાટક બીજેપીએ જણાવ્યું છે કે સ્ટાર્સ સાથે વડાપ્રધાને સંસ્કૃતિ, નવા ભારત અને કર્ણાટક રાજ્યની પ્રગતિ વિશે ચર્ચા કરી. તસવીરમાં ઋષભ શેટ્ટી અને યશ પણ ઈન્ડસ્ટ્રીના અન્ય ઘણા લોકો સાથે જોવા મળે છે.
ಪ್ರಧಾನಿ ಶ್ರೀ @narendramodi ಅವರು ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಕರ್ನಾಟಕ ಚಿತ್ರರಂಗದ ಪ್ರಮುಖರನ್ನು ಭೇಟಿಯಾದರು. ಸಂಸ್ಕೃತಿ, ನವ ಭಾರತ ಮತ್ತು ಕರ್ನಾಟಕದ ಪ್ರಗತಿಗೆ ಅವರು ನೀಡಬಹುದಾದ ಕೊಡುಗೆಗಳ ಕುರಿತು ಚರ್ಚಿಸಿದರು. pic.twitter.com/XMjNLdMXB0
— BJP Karnataka (@BJP4Karnataka) February 13, 2023
ફિલ્મ KGF 2 કન્નડ ઉદ્યોગની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ છે. તેણે વિશ્વભરમાં લગભગ 1,250 કરોડનો મજબૂત બિઝનેસ કર્યો છે. બીજી તરફ, ઓછા બજેટની કંતારાએ પણ તેની રિલીઝ પછી વિશ્વભરમાં હલચલ મચાવી દીધી હતી. મજબૂત એક્શન, મજબૂત અભિનય અને શાનદાર કહાની ધરાવતી આ ફિલ્મે વિશ્વભરમાં 400 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ બંને ફિલ્મોએ કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને દુનિયાભરમાં ઓળખ અપાવી છે.
PM મોદીને મળનારાઓમાં શ્રદ્ધા (અય્યો શ્રાદ્ધ) પણ સામેલ હતી. શ્રદ્ધા એક પ્રખ્યાત ઇન્સ્ટાગ્રામ પર્સનાલિટી છે. શ્રદ્ધાએ પીએમ સાથેની મુલાકાતની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેયર કરી છે. તેણે લખ્યું, “હા, હું આપણા દેશના વડાપ્રધાનને મળી. મને મળીને તેમણે પહેલો શબ્દ જે બોલ્યો તે હતો ‘અય્યો’. આ મીટિંગ પર ખુશી વ્યક્ત કરતાં તેણે કહ્યું છે કે તે પોતાની પાંપણ પણ પટકાવતી નહોતી.
આ દરમિયાન પીએમ મોદી સ્વર્ગસ્થ કન્નડ અભિનેતા પુનિત રાજકુમારની પત્ની અશ્વિની પુનિત રાજકુમારને પણ મળ્યા હતા. આપને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે જ અશ્વિની પુનિતે એક રોડનું નામ તેના પતિ પુનિત રાજુકમારના નામ પર રાખવા બદલ કર્ણાટક સરકારનો આભાર માન્યો હતો.