શું કેટરીનાએ સલમાન અને તેના પરિવારને આપ્યુ છે આમંત્રણ ? અર્પિતાએ આપ્યો જવાબ

|

Dec 02, 2021 | 12:00 PM

અભિનેતા વિકી કૌશલ કેટરીનાના ઘરની બહાર જોવા મળ્યો હતો. તે કારમાં બેસીને કેટરીનાના ઘરેથી નીકળતા જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે બ્લેક કલરનું માસ્ક, ચશ્મા સ્વેટશર્ટ અને બ્લુ જીન્સ પહેર્યુ હતુ.

શું કેટરીનાએ સલમાન અને તેના પરિવારને આપ્યુ છે આમંત્રણ ? અર્પિતાએ આપ્યો જવાબ
Katrina Kaif and Vicky Kaushal

Follow us on

હાલમાં ચારેતરફ કેટરીના (Katrina Kaif) અને વિકી કૌશલના (Vicky Kaushal) લગ્નના સમાચાર છવાયેલા છે. એમ કહેવું ખોટુ નહી હોય કે બંને બોલીવૂડના (Bollywood) પ્રખ્યાત અને સૌથી વધુ પસંદ કરાયેલ કપલ છે. છેલ્લા કેટલાક દિવસોથી બંનેના લગ્નને લગતા સમાચાર જોવા મળી રહ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે 9 ડિસેમ્બરના રોજ બંને રાજસ્થાનમાં (Rajasthan) લગ્ન કરવા જઇ રહ્યા છે. મળતી માહિતી મુજબ બંનેના લગ્નમાં લગભગ 200 જેટલા લોકોને આમંત્રણ આપવામાં આવ્યુ છે અને લગ્નમાં ઉપસ્થિત રહેનારા મહેમાનો પાસે એક કોન્ટ્રેક્ટ સાઇન કરાવવામાં આવ્યો છે જે પ્રમાણે કોઇ પણ ગેસ્ટ લગ્નના ફોટોઝ કે વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) શેયર નહી કરી શકે.

સલમાન તથા પરિવારને નથી આમંત્રણ !

થોડા દિવસોથી એ પણ સમાચાર સામે આવી રહ્યા હતા કે કેટરીનાએ સલમાન ખાનને લગ્નમાં બોલાવ્યો છે કે નહીં. હવે આ વાત પરથી પડદો ઉઠી ગયો છે. સલમાનની બહેન અર્પિતાએ એક મીડિયા હાઉસ સાથે વાત કરતા જણાવ્યુ કે તેમને કેટરીના તરફથી કોઇ આમંત્રણ મળ્યુ નથી. આ સિવાય તેમના નજીકના એક સંબંધીએ પણ જણાવ્યુ છે અર્પિતા, અલવીરા અને ફેમીલીમાં કોઇને ઇન્વિટેશન નથી મળ્યુ. અને તેમને બોલાવ્યા હોવાની વાત સાવ ફેક છે.

શાર્દુલ ઠાકુરની પત્ની બેકરીની માલિક છે, જુઓ ફોટો
70ની ઉંમરમાં રેખા ફરી બની ઉમરાવ જાન ! ચહેરાનો નૂર જોઈ દિવાના થયા લોકો
29 માર્ચે શનિ અને રાહુનો મહાસંયોગ ! આ 4 રાશિઓ થઈ જશે માલામાલ
આજે અચાનક 15% વધ્યો આ શેર...હવે કંપની બોનસ પણ આપશે, રોકાણકારો થયા ગદગદ!
'સિકંદર'નો વિલન સલમાન ખાન કરતાં વધુ ભણેલો છે, જાણો
Peacock Feather At Home: ઘરમાં મોરપંખ રાખવાથી શું થાય છે? જાણો અહીં

કેટરીનાના ઘર બહાર દેખાયો વિકી કૌશલ

સોમવારે ફરીથી અભિનેતા વિકી કૌશલ કેટરીનાના ઘરની બહાર જોવા મળ્યો હતો. તે કારમાં બેસીને કેટરીનાના ઘરેથી નીકળતા જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે બ્લેક કલરનું માસ્ક, ચશ્મા સ્વેટશર્ટ અને બ્લુ જીન્સ પહેર્યુ હતુ.

હજુ સુધી આ બન્ને કલાકારોએ તેમના લગ્નના અહેવાલોને કન્ફર્મ નથી કર્યા પણ કહેવામાં આવે છે કે બન્નેના લગ્ન ડિસેમ્બરમાં રાજસ્થાનમાં થઈ શકે છે, હજુ તેનું ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી નથી થયું તેમ છતાં મીડિયા રિપોર્ટનું માનીએ તો કેટરીના કેફ-વિકી કૌશલના લગ્નમાં કરણ જોહર, ફરાહ ખાન, જોયા અખ્તર જેવી બોલિવૂડની બિગ સેલિબ્રિટીઓ સામેલ થઈ શકે છે.

આ પણ વાંચો –

Ashes 2021: ટિમ પેઈનના બદલે ઓસ્ટ્રેલિયાને મળ્યો નવો વિકેટકીપર, એશિઝ સિરીઝની પ્રથમ મેચ બ્રિસ્બેન ટેસ્ટમાં કરશે ડેબ્યૂ

આ પણ વાંચો –

CM ભુપેન્દ્ર પટેલે ગીર સોમનાથના કલેકટર સાથે કરી વાત, બે હેલિકોપ્ટર દ્વારા લાપતા માછીમારોની બચાવ કામગીરી શરુ

આ પણ વાંચો –

Omicron Variant : સાઉદી અરબ અને UAE માં પણ ઓમિક્રોન વેરિઅન્ટના પહેલા કેસની પુષ્ટિ, આફ્રિકન દેશથી આવ્યા હતા સંક્રમિતો