Vicky-Katrina Wedding : લગ્ન દરમિયાન ઈમોશનલ થઈ કેટરિના કૈફ, વિકીએ આ રીતે સંભાળી કેટરીનાને….!

|

Dec 10, 2021 | 12:02 PM

વિકી કૌશલ અને કેટરીના કૈફ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

Vicky-Katrina Wedding :  લગ્ન દરમિયાન ઈમોશનલ થઈ કેટરિના કૈફ, વિકીએ આ રીતે સંભાળી કેટરીનાને....!
Vicky-Katrina Wedding

Follow us on

Vicky-Katrina Wedding : વિકી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કૈફ(Katrina Kaif)  ગુરુવારે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આ લગ્ન રાજસ્થાનના સવાઈ માધોપુરમાં સિક્સ સેન્સ ફોર્ટ બરવારામાં થયા હતા. ફેન્સ આ લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.વિકી અને કેટરીનાના લગ્નની તસવીરો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ છે.

તમને જણાવવુ રહ્યુ કે,કેટરીના અને વિકી બંનેએ લગ્નમાં ડિઝાઈનર સબ્યસાચી દ્વારા ડિઝાઈન કરેલા કપડા પહેર્યા હતા. જેમાં આ કપલ ખૂબ જ સુંદર લાગી રહ્યું હતું. પરંતુ શું તમે જાણો છો કે કેટરિના કૈફ લગ્ન દરમિયાન ભાવુક થઈ ગઈ હતી….

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

તસવીરો વાયરલ થઈ

કેટરીના કૈફે લગ્નની તસવીરો (Wedding Photos) સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં એક તસવીરમાં તેની આંખોમાં આંસુ દેખાય છે. આ તસવીર જોયા બાદ ફેન્સ તરત જ એક્ટ્રેસની લાગણીને સમજી ગયા. આ તસવીરમાં કેટરિના હસતી જોવા મળી રહી છે અને સાથે તેની આંખોમાં આંસુ પણ છે. આ દરમિયાન વિકી કૌશલ તેનો હાથ પકડતો જોવા મળે છે.

યુઝર્સ પ્રતિક્રિયા આપી

કેટરિનાને ઈમોશનલ જોઈને ફેન્સે તસવીરો શેર કરવાનું શરૂ કર્યુ છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યું, આ સાચું છે કે કેટરીના લગ્ન દરમિયાન રડી પડી….. તેની આંખોમાં આનંદના આંસુ છે.

તમને જણાવવુ રહ્યુ કે, રાજસ્થાનમાં 7 ડિસેમ્બરથી જ કેટરિના અને વિકીના લગ્નના ફંક્શન (Wedding Function) શરૂ થયા હતા. સંગીત, મહેંદી અને હલ્દી બાદ લવ બર્ડસે 9 ડિસેમ્બરના રોજ સાત ફેરા લીધા. લગ્નમાં બંનેના ખાસ મિત્રો અને પરિવારના સભ્યોએ હાજરી આપી હતી.

જયપુર જવા રવાના થયા

વિકી અને કેટરીના લગ્ન બાદ આજે મુંબઈ જવા રવાના થશે. હાલ તેઓ સવાઈ માધોપુરથી ખાનગી હેલિકોપ્ટરમાં જયપુર એરપોર્ટ જવા રવાના થયા છે. વિકી અને કેટરીનાની એરપોર્ટ (Jaipur Airport) પરની કેટલીક તસવીરો હાલ વાયરલ થઈ રહી છે. જેમાં કેટરીનાએ પીચ રંગનો સૂટ પહેર્યુ છે, જ્યારે વિકીએ ડેનિમ શર્ટ અને બ્લેઝર પહેરેલો જોવા મળે છે.

 

આ પણ વાંચો : લગ્ન બાદ વિક્કી અને કેટરીના બનશે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના પાડોશી, એક્ટ્રેસે કર્યો ખુલાસો

આ પણ વાંચો : 83 film : રણવીર સિંહની ફિલ્મ 83ની મુશ્કેલી વધી, UAEની કંપનીએ નિર્માતાઓ પર છેતરપિંડીનો લગાવ્યો આરોપ

Next Article