Viral Video : રોડ સાઇડ લેમ્બોર્ગિનીના બોનેટ પર ચાઇનીઝ ખાતો જોવા મળ્યો કાર્તિક આર્યન, વીડિયો જોઇ ફેન્સ થયા ખુશ

ઘણીવાર બોલિવૂડ (Bollywood) સેલેબ્સ ફાઇવ સ્ટાર કાફે, રેસ્ટોરન્ટની બહાર જોવા મળે છે, જ્યાં તેઓ તેમના મિત્રો સાથે બ્રંચ કરતા અથવા લંચ કે ડિનર લેતા જોવા મળે છે.

Viral Video : રોડ સાઇડ લેમ્બોર્ગિનીના બોનેટ પર ચાઇનીઝ ખાતો જોવા મળ્યો કાર્તિક આર્યન, વીડિયો જોઇ ફેન્સ થયા ખુશ
Kartik Aaryan was seen eating Chinese on Lamborghini's bonnet, VIDEO went viral
| Edited By: | Updated on: Nov 16, 2021 | 8:02 AM

ઘણીવાર બોલિવૂડ (Bollywood) સેલેબ્સ ફાઇવ સ્ટાર કાફે, રેસ્ટોરન્ટની બહાર જોવા મળે છે, જ્યાં તેઓ તેમના મિત્રો સાથે બ્રંચ કરતા અથવા લંચ કે ડિનર લેતા જોવા મળે છે. પરંતુ જ્યારે બી-ટાઉનનો અભિનેતા સામાન્ય માણસની જેમ રોડ પર ઉભો રહીને સ્ટ્રીટ ફૂડનો આનંદ માણે ત્યારે શું ? હા, તમે સાચું જ વાંચ્યું છે, આ દિવસોમાં કાર્તિક આર્યન (Kartik Aryan) રોડ કિનારે ચાઈનીઝ ફૂડની મજા લેતા જોવા મળ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે રસ્તાની બાજુમાં ઉભા રહીને તેને ચાઈનીઝ ફૂડની મજા લેતા જોઈ શકો છો. આ દરમિયાન દુકાનમાં કામ કરનાર વ્યક્તિ તેને ખાવાનું લાવી આપે છે. એક્ટર્સ પણ ખૂબ જ આરામથી ખાવાની મજા માણી રહ્યો છે. કાર્તિકની લક્ઝરી કાર ફૂડ વેનની બાજુમાં પાર્ક કરેલી જોવા મળે છે અને તે પોતાની કારના બોનેટ પર ફૂડ મુકીને ખાતો જોવા મળે છે. તેની સાથે એક ફિલ્મમેકર મિત્ર પણ છે.

સોશિયલ મીડિયા પર દરેક લોકો કાર્તિકની સાદગીના વખાણ કરી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે – ‘કાર્તિક જેટલો સારો એક્ટર છે તેટલો જ સારો વ્યક્તિ પણ છે. જ્યારે બીજાએ લખ્યું – ‘કાર્તિક અન્ય કલાકારો જેવો નથી જે નાની દુકાનોને અસ્વચ્છ માને છે. વીડિયો પર કોમેન્ટ કરતાં અન્ય યુઝરે લખ્યું, ‘સ્ટ્રીટ ફૂડની સામે ફાઈવ સ્ટાર ફૂડ નિષ્ફળ ગયું છે.’ જ્યારે બોલિવૂડ સેલેબ્સ ઘણીવાર ફાઈવ સ્ટાર હોટલ કે કેફે કે રેસ્ટોરાંની બહાર જોવા મળે છે. બીજી તરફ કાર્તિકને રસ્તાની બાજુમાં આ રીતે જમતો જોઈને ફેન્સ તેના પર દિલથી પ્રેમ વરસાવી રહ્યા છે.

આ પણ વાંચો – તણાવ વચ્ચે શી જિનપિંગે બાઈડન સાથે કરી વાતચીત, કહ્યું- ચીન બંને દેશોના સંબંધોને સકારાત્મક દિશામાં આગળ વધારવા છે તૈયાર

આ પણ વાંચો – ભારતે 99 દેશોના વિદેશી પ્રવાસીઓને ક્વોરેન્ટાઇન ફ્રી મુસાફરીની આપી મંજૂરી, પરંતુ આ શરતોનું કરવું પડશે પાલન

આ પણ વાંચો – Income Tax Rules: ITR કઈ રીતે e-Verify કરી શકાય? જાણો શું છે ઇલેક્ટ્રોનિક વેરીફિકેશન કોડ અને ચકાસણીની સંપૂર્ણ પ્રક્રિયા