Kartik Aryan : બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન (Kartik Aaryan) સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ એક્ટિવ છે.તે અવારનવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતો રહે છે.ઘણી વખત તે તેના પરિવારની તસવીરો પણ શેર કરે છે.તાજેતરમાં કાર્તિકે તેની માતા વિશે એક વીડિયો ઈનસ્ટાગ્રામ પરથી શેર કર્યો છે.જેમાં તેણે કહ્યુ કે,મારી માતા કેન્સર સર્વાઈવર છે.
તમને જણાવી દઈએ કે, કાર્તિકની માતા માલા તિવારી બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે. જો કે 4 વર્ષ સુધી આ ગંભીર બીમારી સામે લડ્યા બાદ તે આ લડાઈ જીતી.અભિનેતા કાર્તિક આર્યને તેના ઈન્સ્ટાગ્રામ પરથી આ અંગેનો એક વીડિયો શેર કર્યો છે.
કાર્તિકે કહ્યુ કે, મેં અને મારા પરિવારે અમારી જાતને એ સમયે કેવી રીતે સંભાળી હતી…તે સમયને ક્યારેય ભૂલી શકતો નથી.વીડિયોમાં જ્યારે કાર્તિક આર્યન તેની માતા વિશે કહી રહ્યો હતો ત્યારે તેની આંખોમાં આંસુ આવી જાય છે.તમને જણાવી દઈએ કે,કાર્તિકે જે વીડિયો શેર કર્યો છે,તેમાં તે હોસ્પિટલમાં કેન્સર વિશે બોલતો જોવા મળે છે.
કાર્તિકે વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યુ કે,’કીમો થેરાપી સેશનથી લઈને આજે આ મંચ પર ડાન્સ સુધી, તેની સકારાત્મકતા અને નિર્ભયતા હંમેશા તેની સાથે રહી છે. આજે હું ખૂબ ગર્વ સાથે કહી શકું છું કે મારી માતાએ કેન્સર સામેની લડાઈ જીતી છે, તે વિજેતા છે. અમે બધા તેમના કારણે સ્ટ્રોંગ ફીલ કરીએ છીએ. માતા, મને તમારા પર ખૂબ ગર્વ છે,હું તે બધા માટે પ્રાર્થના કરું છું જેઓ આ લડાઈ જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે.’
આ પણ વાંચો : Google my name : કોમેડિયન રોઝી ઓ’ડોનેલ પર ભડકી પ્રિયંકા ચોપરા, સોશિયલ મીડિયા પર આપી આ સલાહ
Published On - 4:43 pm, Fri, 25 February 22