કરીના કપૂરે પોતાની ગર્લ ગેન્ગ સાથે કરી પાર્ટી, હોટનેસમાં મલાઇકા અરોરાને પણ પાછળ છોડી

હાલમાં જ કરીના કપૂર પતિ સૈફ અલી ખાન અને બંને દિકરા તૈમૂર અને જહાંગીર સાથે વેકેશન મનાવવા માલદીવ્સ ગઇ હતી. આખા પરિવારે સૈફનો જન્મ દિવસ માલદીવ્સમાં જ મનાવ્યો.

કરીના કપૂરે પોતાની ગર્લ ગેન્ગ સાથે કરી પાર્ટી, હોટનેસમાં મલાઇકા અરોરાને પણ પાછળ છોડી
Kareena Kapoor surpasses Malaika Arora in hotness
| Edited By: | Updated on: Aug 29, 2021 | 9:11 AM

કરીના કપૂર ખાન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે ક્યારે પોતાની પાઉટ વાળી સેલ્ફી તો ક્યારે ફેમિલી ફોટો શેયર કરતી જોવા મળે છે. આ વખતે કરીનાએ તેની ગર્લ ગેન્ગ સાથેની તસવીર શેયર કરી છે. કરીના કપૂરે તેની બેસ્ટ ફ્રેન્ડ મલાઇકા અરોરા (Malika Arora), કરિશ્મા કપૂર (Karisma Kapoor), મલ્લિકા ભટ્ટ, અમૃતા અરોરા (Amrita Arora) સાથે મળીને પાર્ટી કરી. આ પાર્ટીની તસવીર તેણે શેયર કરી.

ફોટોમાં કરીના કપૂર પોતાની ગર્લ ગેન્ગને હોટનેસના મામલામાં ટક્કર આપતી જોવા મળી છે. કરીનાએ વ્હાઇટ શર્ટની સાથે ડેનિસ શોર્ટ પહેર્યુ હતુ જ્યારે મલાઇકા અરોરાએ બિકિની ટોપની સાથે મેચિંગ શ્રગ અને પેંટ પહેર્યુ હતુ. હોટનેસમાં બંને એકબીજાને ટક્કર આપતી જોવા મળી.

કરીનાએ ફોટો શેયર કરતા લખ્યુ કે, મારી ફોરએવર ગર્ગ. કરીનાની આ પોસ્ટ તેના ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે. આ ફોટોને 4 લાખથી વધુ લોકો લાઇક કરી ચુક્યા છે. કરીનાની આ પોસ્ટ પર તેની ફ્રેન્ડ અમૃતાએ હાર્ટ ઇમોજી પોસ્ટ કરી છે.

હાલમાં જ કરીના કપૂર પતિ સૈફ અલી ખાન અને બંને દિકરા તૈમૂર અને જહાંગીર સાથે વેકેશન મનાવવા માલદીવ્સ ગઇ હતી. આખા પરિવારે સૈફનો જન્મ દિવસ માલદીવ્સમાં જ મનાવ્યો. માલદીવ્સથી કરીનાએ તેની ઘણી બધી તસવીરો શેયર કરી હતી. તેના ફેન્સને તેની અને તેના દિકરા જેહની ઘણી બધી તસવીરો જોવા મળી.

વર્કફ્રંટની વાત કરીએ તો કરીનાએ હાલમાં જ તેની પ્રેગ્નેન્સી બુક બાઇબલ લોન્ચ કરી છે. આ બુકમાં તેણે પોતાની બંને પ્રેગ્નેન્સી દરમિયાનના અનુભવને શેયર કર્યો છે. કેવી રીતે તેના શરીર અને ઇમોશનમાં બદલાવ આવ્યા. આ સાથે કરીના હવે પ્રોડ્યૂસર પણ બની ગઇ છે. તે હંસલ મહેતાના ડાયરેક્શનમાં બની રહેલી ફિલ્મને પ્રોડ્યૂસની સાથે સાથે તેમાં એક્ટિંગ પણ કરશે.

આ પણ વાંચો –

Benefits Of Saffron Oil: વાળ, ત્વચા અને આરોગ્યની સમસ્યા માટે ચમત્કારિક છે આ તેલ, જાણો કેસર તેલના ફાયદા

આ પણ વાંચો –

Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે આજે મન કી બાત, કોરોના-ખેતી-તહેવારને લઈને વાત કરે તેવી સંભાવના

આ પણ વાંચો –

Kabul Airport Attack: આગામી 24-36 કલાકમાં કાબુલ એરપોર્ટ પર ફરીથી થઈ શકે છે આતંકી હુમલો- જો બાઈડને ઉચ્ચારી ચેતવણી