Mumbai : બોલિવુડ સેલેબ્સ કોરોનાની ઝપેટમાં, પાર્ટી આયોજક કરણ જોહરે સોશિયલ મીડિયા દ્વારા BMC પર કર્યા કટાક્ષ

|

Dec 15, 2021 | 5:05 PM

ફિલ્મ નિર્માતા કરણ જોહર અને તેના પરિવારનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સોશિયલ મીડિયા દ્વારા BMC પર કટાક્ષ કરતા કરણે કહ્યું કે 'જો 8 લોકો ભેગા થાય તો તેને પાર્ટી ન કહેવાય.'

Mumbai : બોલિવુડ સેલેબ્સ કોરોનાની ઝપેટમાં, પાર્ટી આયોજક કરણ જોહરે સોશિયલ મીડિયા દ્વારા BMC પર કર્યા કટાક્ષ
Karan Johar

Follow us on

Karan Johar: ફિલ્મ નિર્માતા અને નિર્દેશક કરણ જોહરનો (Film Director Karan Johar) કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. નિર્માતાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે “મારા પરિવારના તમામ સભ્યોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે જો 8 લોકો મળી રહ્યા છે તો તેને પાર્ટી ન કહેવાય અને મારું ઘર કોરોનાનું હોટસ્પોટ નથી. કરણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી BMC પર આ કટાક્ષ કર્યો હતો.

 

જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?

 

સંજય કપૂર અને શનાયાનો રિપોર્ટ પણ નેગેટિવ

તમને જણાવી દઈએ કે આજે BMCએ સંજય કપૂરના જુહુમાં આવેલા ઘરને સીલ કરી દીધું છે અને તેને કન્ટેનમેન્ટ ઝોન (Containment zone) તરીકે જાહેર કર્યું છે. સંજયની પત્ની મહિપ કોરોના પોઝિટિવ આવી છે. જ્યારે અનિલ કપૂરના ભાઈ સંજય કપૂરની દીકરી શનાયા કપૂર અને સંજય કપૂરનો RTPCR રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

 

જ્યારે સંજય કપૂરની પત્ની મહિપ કપૂર જુહુમાં હિરાલાઈ એપાર્ટમેન્ટના 6ઠ્ઠા માળે એક અલગ રૂમમાં આઈસોલેશનમાં છે અને કોવિડની સારવાર લઈ રહી છે. મહિપ કપૂરમાં કોરોનાના હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે. જ્યારે સંજય કપૂર અને શનાયા કપૂરને BMC કોવિડ પ્રોટોકોલ (Covid Protocol) હેઠળ અલગ રહેવા માટે કહેવામાં આવ્યું છે.

 

8 ડિસેમ્બરે કરણ જોહરના ઘરે પાર્ટી રાખવામાં આવી હતી

આ પહેલા BMCએ કરીના કપૂર અને અમૃતા કપૂરની બિલ્ડિંગને સીલ કરી દીધી હતી. અહેવાલો અનુસાર કરણ જોહરે પોતાના ઘરે એક પ્રાઈવેટ ડિનર પાર્ટી આપી હતી. પાર્ટીમાં અર્જુન કપૂર, મલાઈકા અરોરા, કરિશ્મા કપૂર, કરીના કપૂર, સોહલ ખાનની પત્ની સીમા ખાન, અમૃતા અરોરા, મહિપ કપૂર અને આલિયા ભટ્ટે હાજરી આપી હતી. તેથી BMC અધિકારીઓ ટ્રેસિંગ દ્વારા સંપર્કમાં આવેલા લોકોનો RT-PCR ટેસ્ટ કરી રહ્યા છે. તમને જણાવવુ રહ્યુ કે મંગળવારે સવારે BMC સ્ટાફે કરણ જોહર, કરીના કપૂર અને અમૃતા અરોરાની બિલ્ડિંગને સેનિટાઇઝ કરી હતી.

 

આ પણ વાંચો : Raj Kundra Case : શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને મોટી રાહત, કોર્ટ આટલા સમય સુધી ધરપકડ પર લગાવી રોક

 

આ પણ વાંચો : Ankita Vicky Reception : રિસેપ્શનમાં એક્ટ્રેસ અંકિતા લોખંડે જોવા મળી ટ્રેડિશનલ લુકમાં, જુઓ ગ્રાન્ડ રિસેપ્શનના Photos

Next Article