Video : કપૂર પરિવારે આ રીતે કરી ક્રિસમસની ઉજવણી, રણબીર-આલિયા સહિત આ સ્ટાર્સ ન થયા સામેલ

|

Dec 26, 2021 | 12:38 PM

દર વર્ષની જેમ આ વર્ષ પણ કપૂર પરિવારે સાથે મળીને ક્રિસમસની ઉજવણી કરી હતી. જેની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Video : કપૂર પરિવારે આ રીતે કરી ક્રિસમસની ઉજવણી, રણબીર-આલિયા સહિત આ સ્ટાર્સ ન થયા સામેલ
kapoor family celebrate christmas

Follow us on

Viral Photos : સામાન્ય રીતે દર વર્ષે કપૂર પરિવાર (Kapoor Family) સાથે મળીને ક્રિસમસ ઉજવે છે. આ દિવસે આખો કપૂર પરિવાર એક સાથે આવે છે અને ખૂબ જ મસ્તી કરે છે. આ વર્ષે ક્રિસમસ લંચનું આયોજન શશિ કપૂર અને જેનિફર કેન્ડલના મોટા પુત્ર કુણાલ કપૂરે (Krunal Kapoor) કર્યું હતું. કરીના કપૂર,(Kareena Kapoor)  સૈફ અલી ખાન(Saif Ali Khan), કરિશ્મા કપૂર તમામ ક્રિસમસ સેલિબ્રેશનમાં સામેલ થયા હતા. આ સેલિબ્રેશનની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ (Viral) થઈ રહી છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ કપૂર પરિવારની ક્રિસમસ સેલિબ્રેશનની તસવીર સામે આવી છે. જેમાં આખો પરિવાર સાથે જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, અરમાન જૈને(Arman Jain)  આ ફેમિલી ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં શમ્મી કપૂરની પત્ની નીલા દેવી અને રીમા જૈન ડાઈનિંગ ટેબલ પર બેઠા છે અને પાછળ બધા ઉભેલા જોવા મળી રહ્યા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

અરમાન જૈને આ તસવીર શેર કરી

આ વર્ષે ક્રિસમસ સેલિબ્રેશનમાં રણધીર કપૂર, નીતુ કપૂર, રણબીર,(Ranbeer Kapoor)  આલિયા ભટ્ટ (Alia Bhatt) આ વખતે સામેલ થયા નહોતા. ફોટોમાં કરીના, સૈફ, તૈમૂર, અરમાન જૈન, આદર જૈન, તારા સુતારિયા, કરિશ્મા કપૂર સાથે તેમની પુત્રી અદારા કપૂર પણ જોવા મળે છે. ફોટો શેર કરતા અરમાને લખ્યું કે, મેરી ક્રિસમસ.

જુઓ વાયરલ તસવીર

વિડીયો થયો વાયરલ 

કપૂર પરિવારના ક્રિસમસ સેલિબ્રેશનનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં શશિ કપૂરનો પૌત્ર જહાન મહેમાનને ભોજન પીરસી રહ્યો છે અને કુણાલ કેકને ફાઈનલ ટચ આપતો જોવા મળે છે અને તૈમૂર તેમને ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો છે.

જુઓ વીડિયો

આ પણ વાંચો: MP: પરીક્ષામાં કરીના કપૂરના પુત્રનું નામ પૂછવામાં આવતા હંગામો મચ્યો, શિક્ષણ વિભાગે ફટકારી નોટિસ

આ પણ વાંચો: 83 Box Office Collection Day 2: ક્રિસમસ પર ચાલ્યો રણવીર સિંહનો જાદુ, જાણો બીજા દિવસે કેટલા કરોડની કરી કમાણી

Next Article