Dwarakish Death : મશહુર અભિનેતાનું હાર્ટ એટેક આવતા થયું નિધન, 100થી વધુ ફિલ્મોમાં કરી ચૂક્યા છે કામ

|

Apr 16, 2024 | 4:26 PM

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. મશહુર અભિનેતાનું નિધન થયું છે. આ સમાચારથી સૌ કોઈમાં શોકની લાગણી ફેલાઈ છે. તમામ લોકો અભિનેતાને યાદ કરી ભાવુક થઈ રહ્યા છે.

Dwarakish Death : મશહુર અભિનેતાનું હાર્ટ એટેક આવતા થયું નિધન, 100થી વધુ ફિલ્મોમાં કરી ચૂક્યા છે કામ

Follow us on

મશહુર અભિનેતાનું નિધન થયું છે. આજે સવારે પદ્મશ્રીથી સન્માનિત મશહુર સંગીતકાર અને ગાયક જી જયનનું નિધન થયું છે. હજુ તો ચાહકો સિંગરના નિધનના સમાચારમાંથી બહાર આવ્યા નથી ત્યાં મશહુર અભિનેતા, ડાયરેક્ટર અને પ્રોડ્યુસરના નિધનના સમાચાર સામે આવ્યા છે. કન્નડ ફિલ્મોના મશહુર અભિનેતા બંગલ શામા રાવ દ્રારકાનાથનું 81 વર્ષની વયે નિધન થયું છે. પોતાના ફિલ્મી કરિયરમાં તેમણે 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તે પાત્ર માટે ઘર ઘરમાં લોકપ્રિય છે.તેઓ દ્વારકિશ તરીકે પણ જાણીતા હતા. મંગળવારે હાર્ટ એટેક આવ્યા બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

100થી વધુ ફિલ્મોમાં કર્યું છે કામ

પોતાના ફિલ્મી કરિયરમાં તેમણે અંદાજે 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને અંદાજે 50 ફિલ્મોનું નિર્માણ કર્યું છે. મૈસુર જિલ્લાના હુનસુરમાં જન્મેલા દ્રારકિશ ફિલ્મોમાં હાસ્ય ભૂમિકાઓ માટે મશહુર હતા. પોતાની એક્ટિંગથી દરેક ઘરમાં ફેમસ હતા.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

 

 

 

તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અભ્યાસ કર્યો છે. દ્રારકિશએ 1966માં થુંગા પિકચર્સના બેનર હેઠળ મમથેયા બંધનનું સહ-નિર્માણ કરી ઈન્ડસ્ટ્રીમાં પોતાની શરુઆત કરી હતી. તેમણે પોતાની ફિલ્મ મેયર મુથન્નાથી એક નિર્માતાના રુપમાં મોટી સફળતા મેળવી છે. આ ફિલ્મમાં કન્નડ મૈટિની આઈડલ ડો. રાજકુમાર અને ભારતી મુખ્ય ભુમિકાઓમાં હતા.

નેતાઓ આપી રહ્યા છે શ્રદ્ધાજંલિ

તેના નિધન પર અનેક રાજનેતાઓ તેમને શ્રદ્ધાજંલિ આપી રહ્યા છે. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું કે દ્વારકિશ કોમેડિયન, હીરો અને સપોર્ટિંગ એક્ટર તરીકે પાત્રોમાં નાંખી દેતા હતા. પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ કહ્યું કે, તે માત્ર એક કલાકારના રુપમાં, એક નિર્માતા અને એક નિર્દેશકના રુપમાં કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધણું યોગદાન આપ્યું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને શિકારીપુરાના ધારાસભ્ય બી વાઈ વિજયેન્દ્ર અને પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમ્બેઈએ પણ તેના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે.

આ પણ વાંચો : 52 વર્ષની ઉંમરે પણ સ્લિમ બોડી ફિગર માટે જાણીતી, આઈપીએલની પહેલી સ્પોર્ટસ એન્કરનો આવો છે પરિવાર

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article