આલિયા ભટ્ટ અને તેની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ પર કંગના રનૌતે કાઢ્યો ગુસ્સો, કહ્યું- 200 કરોડ રાખ થઈ જશે…

હંમેશા એક યા બીજા કારણોસર વિવાદોમાં રહેતી કંગના રનૌતે હવે નામ લીધા વગર આલિયા ભટ્ટ અને તેની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી પર નિશાન સાધ્યું છે.

આલિયા ભટ્ટ અને તેની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી પર કંગના રનૌતે કાઢ્યો ગુસ્સો, કહ્યું- 200 કરોડ રાખ થઈ જશે...
Kangana Ranaut Reacts on Gangubai Kathiawadi film
| Edited By: | Updated on: Feb 20, 2022 | 12:56 PM

પોતાના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહેતી કંગના રનૌતે (Kangana Ranaut)  હવે આલિયા ભટ્ટ અને તેની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી (Gangubai Kathiawadi)પર નિશાન સાધ્યું છે.ભલે કંગનાએ આલિયાનું (Alia Bhatt) નામ નથી લીધું, પરંતુ તેની પોસ્ટ વાંચ્યા પછી તમને સ્પષ્ટ થશે કે તે કોનું નામ લઈ રહી છે.તમને જણાવી દઈએ કે,અભિનેત્રી કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી છે.

200 કરોડ રૂપિયાની રાખ થઈ જશે….

કંગનાએ લખ્યુ કે, આ શુક્રવારે બોક્સ ઓફિસ પર 200 કરોડ રૂપિયાની રાખ થઈ જશે. પાપાની(મુવી માફિયા ડૈડી) કી પરી (જેની પાસે બ્રિટિશ પાસપોર્ટ છે) કારણ કે પાપા સાબિત કરવા માગે છે કે રોમ કોમ બિમ્બો એક્ટિંગ કરી શકે છે. આ ફિલ્મની સૌથી મોટી ખામી ફિલ્મનું કાસ્ટિંગ છે. તેઓ સુધરશે નહીં એટલે હવે સ્ક્રીન હોલીવુડ અને સાઉથ તરફ આગળ વધી રહી છે એમાં કોઈ નવાઈ નથી.

જુઓ કંગનાની પોસ્ટ

 

 

વિવાદાસ્પદ નિવેદનો માટે અવાર નવાર ચર્ચામાં રહે છે અભિનેત્રી

તમને જણાવી દઈએ કે,અગાઉ કંગનાએ એક નાની છોકરીના વીડિયો પર પોતાની ભડાસ કાઢી હતી.જેમાં તેણે આલિયાની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ નાપાત્રનો ડાયલોગ બોલીને એક્ટિંગ કરી હતી. કંગનાએ કહ્યું હતુ કે આવા બાળકોના માતા-પિતા સામે કાર્યવાહી થવી જોઈએ જેઓ તેમના બાળકોને આવું કામ કરાવે છે. જ્યારે આલિયાએ તે છોકરીના વીડિયોના ખૂબ વખાણ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ઘણી વખત કંગના આલિયા ભટ્ટ વિશે ઘણા નિવેદન આપી ચુકી છે. જો કે માત્ર આલિયા જ નહીં, કંગનાએ ઘણી અભિનેત્રીઓને નિશાન બનાવી છે. તે બોલિવૂડ વિશે ઘણી વખત વિવાદાસ્પદ નિવેદનો માટે અવાર નવાર ચર્ચામાં રહે છે.

આલિયાની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી

આલિયાની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીની વાત કરીએ તો આમાં આલિયા ગંગુબાઈનું પાત્ર ભજવી રહી છે જે સારા ઘરની છે, પરંતુ તેનો પતિ તેને થોડા પૈસા માટે વેચી દે છે. આ પછી તે કેવી રીતે ખોટી જગ્યાએ ફસાઈ જાય છે અને પછી તેના અધિકારો માટે કઈ રીતે લડે છે, તે આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો: Gangubai Kathiawadi : અજય દેવગનના પાત્ર ‘કરીમ લાલા’ની જોરદાર ઝલક જોવા મળી, ગંગુબાઈના ગોડફાધરની ભૂમિકામાં દેખાયા