Kangana Ranaut એ Taapsee Pannu ને કહ્યું- ‘શીમૈન’, નારાજ ચાહકોએ લગાવી ક્લાસ, અભિનેત્રીએ પછી આપી સ્પષ્ટતા

|

Apr 25, 2021 | 7:35 PM

કંગના રનૌતે તાપ્સી પન્નુ સાથે અનેક વખત પંગા લઈ ચુકી છે. હવે કંગનાએ તાપ્સીને શીમૈન કહી દીધું છે, ત્યારબાદ અભિનેત્રીને ટ્રોલ કરવામાં આવી રહી છે

Kangana Ranaut એ Taapsee Pannu ને કહ્યું- શીમૈન, નારાજ ચાહકોએ લગાવી ક્લાસ, અભિનેત્રીએ પછી આપી સ્પષ્ટતા
Kangana Ranaut, Taapsee Pannu

Follow us on

કંગના રનૌત અનેક વખત તાપ્સી પન્નુ સાથે પંગા લઈ ચુકી છે. કંગનાએ ઘણી વખત તાપસી પર નિશાન સાધ્યા છે, ત્યારબાદ અભિનેત્રીએ પણ તેનો કડક જવાબ આપ્યો છે. હવે ફરી કંગનાએ તાપ્સી વિશે કોમેન્ટ કરી છે. જો કે, આ વખતે ચાહકોએ કંગનાની ક્લાસ લિધી છે. આટલું જ નહીં, જ્યારે લોકોએ કંગનાને તેમના શબ્દો માટે ટ્રોલ કરી હતી, ત્યારે અભિનેત્રીએ પણ તેનો ખુલાસો આપ્યો છે.

એક વેબસાઇટએ તાપ્સી પન્નુ માટે એક પોસ્ટ શેર કરી હતી. તે પોસ્ટ પર કંગનાએ તાપ્સી વિશે ટિ્‌વટ કર્યું હતું, ‘હાહાહા, શીમૈન આજે ખૂબ ખુશ થશે.’

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

કંગનાનું તાપ્સીને શીમૈન કહેવું ચાહકોને પરંદ આવ્યું નથી. તેમણે અભિનેત્રીને આ શબ્દનો ઉપયોગ કરવા માટે ટ્રોલ કરી. એકએ કોમેન્ટ કરી કે, તમારા આવા શબ્દોનો ઉપયોગ કરવાથી તમારા અને બોલિવૂડમાં શું ફરક છે? એકએ કોમન્ટ કરી, તે તમારા જેવી સારી અભિનેત્રી છે, પરંતુ તે તમારા કરતા સારી વ્યક્તિ છે. તો એકે કહ્યું, જ્યારે તમને ફિલ્મોમાં અને એરપોર્ટ પર જોઈએ છિએ ત્યારે તમે એક પ્રતિષ્ઠિત મહિલા લાગો છો, પરંતુ સોશિયલ મીડિયા પર તમે એકદમ અલગ છો.

આ કોમેન્ટ્સને વાંચ્યા પછી, કંગનાએ એક યુઝરને જવાબ આપ્યો, ‘શીમૈન હોવું ચિપ છે? આ કેવી વાત કરી રહ્યા છો? મને લાગ્યું કે તેમના ટફ લુક્સ માટે કોમ્પ્લીમેન્ટ છે. હું સમજી શકતી નથી કે તમે આટલું નકારાત્મક કેવી રીતે વિચારી શકો.’

 

 

તાપ્સીએ કરી હતી કંગનાની પ્રશંસા

થોડા દિવસો પહેલા, શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મેળવ્યા બાદ તાપ્સીએ દીપિકા પાદુકોણ, વિદ્યા બાલન, જાનવી કપૂર સહિત કંગનાની પ્રશંસા કરી હતી. એવોર્ડ જીત્યા પછી, તાપ્સીએ તેની સ્પીચમાં કહ્યું, ‘કંગના બાઉન્ડ્રીને આગળ લઇ જવા બદલ આભાર. તમે તમારી શ્રેષ્ઠ અભિનય સાથે દર વર્ષે એક નવું બેંચમાર્ક સેટ કરી રહ્યા છો. ‘

કંગનાનો જવાબ

તાપ્સીની આ સ્પીચ સાંભળીને કંગનાએ સોશ્યલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. કંગનાએ લખ્યું હતું, આભાર તાપ્સી, તમે વિમલ ફિલ્મફેર એવોર્ડ ડિસર્વ કરો છો. તમારાથી વધુ કોઈ આ માટે સક્ષમ નથી.

તમને જણાવી દઈએ કે ટ્વિટર પર કંગના અને તાપ્સીનું યુદ્ધ ચાલતું રહે છે. કંગનાતો તાપ્સીને તેની સસ્તી કોપી અને બી ગ્રેડની અભિનેત્રી પણ કહી દીધી હતી.

આગામી પ્રોજેક્ટ્સ

કંગના ટૂંક સમયમાં જ ફિલ્મ થલાઈવીમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે જે જયલલિતાની ભૂમિકા નિભાવી રહી છે. ફિલ્મનું ટ્રેલર થોડા દિવસો પહેલા રિલીઝ થયું હતું. ટ્રેલરને સારો પ્રતિસાદ મળ્યો. એવા અહેવાલ મળ્યા હતા કે કોવિડના વધતા જતા કેસોને કારણે આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થશે, પરંતુ અભિનેત્રીએ પોતે ફરી કહ્યું હતું કે તેમની ફિલ્મ માત્ર થિયેટર પર રિલીઝ થશે.

Next Article