Film Vikran and Major Collection: સુપરસ્ટાર કમલ હાસન(Kamal Haasan) ની ‘વિક્રમ’ (Vikram) બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મ આ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. વિક્રમના પહેલા દિવસથી જ બોક્સ ઓફિસ પર કમાણીનો સિલસિલો ચાલુ રહ્યો છે. વિક્રમે અક્ષય કુમારના બાદશાહ પૃથ્વીરાજ અને મેજરને પણ પાછળ છોડી દીધો છે. બે દિવસમાં ફિલ્મ વિક્રમે વર્લ્ડ વાઈડ 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. મેજર ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મ કમાણીના મામલામાં વિક્રમથી પાછળ છે. 3 જૂને રિલીઝ થનારી ‘સમ્રાટ પૃથ્વીરાજ’ બોક્સ ઓફિસ પર ‘વિક્રમ’ અને ‘મેજર’ વચ્ચે સીધી સ્પર્ધાની ટક્કર મળી રહી છે.
ફિલ્મ નિર્માતા લોકેશ કનાગરાજની એક્શન થ્રિલર ફિલ્મમાં કમલ હાસને મોટા પડદા પર જોરદાર કમબેક કર્યું છે. શુક્રવારે બોક્સ ઓફિસના રિપોર્ટ અનુસાર, પહેલા દિવસે આ ‘વિક્રમ’ ફિલ્મે દેશભરમાં 34 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ ફિલ્મનું કલેક્શન બીજા દિવસે પણ ચાલુ છે. આ ફિલ્મે તમામ ભાષાઓમાં વિશ્વભરમાં રૂ. 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. એવું માનવામાં આવે છે કે, ફિલ્મ જેટલી ઝડપથી કમાણી કરી રહી છે તેટલી જ ઝડપથી તે ‘KGF ચેપ્ટર 2’ની નજીક પહોંચી જશે.
In 2 days, #Vikram crosses the ₹ 100 Cr Mark at the WW Box Office..
Phenomenal.. 🔥@ikamalhaasan @VijaySethuOffl #FahadhFaasil @Suriya_offl @Dir_Lokesh @anirudhofficial @RKFI @turmericmediaTM
— Ramesh Bala (@rameshlaus) June 5, 2022
જો વિશ્લેષકોનું માનીએ તો, ફિલ્મ ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા જેવા દેશોમાં ખૂબ જ સારો દેખાવ કરશે તેવી અપેક્ષા છે.
સાઉથના સુપરસ્ટાર આદિવી શેષની ફિલ્મ મેજરને ભલે દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો હોય, પરંતુ કમાણીના મામલામાં ફિલ્મ હજુ પણ પાછળ છે. ફિલ્મની વાર્તા મુંબઈ હુમલામાં શહીદ થયેલા મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન પર આધારિત છે. ફિલ્મે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં બે દિવસમાં 7.57 કરોડની કમાણી કરી લીધી છે. જો ફિલ્મના પ્રારંભિક આંકડાઓ પર નજર કરીએ તો, મેજરે હિન્દી બેલ્ટમાં અત્યાર સુધીમાં 13.4 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે તરણ આદર્શ અનુસાર, ફિલ્મે યુએસમાં લગભગ 2.10 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ ‘મેજર’ના નિર્માતા છે. ફિલ્મમાં આદિવીની સાથે શોભિતા ધુલીપાલ અને સાઈ માંજરેકરે મુખ્ય પાત્રો ભજવ્યા હતા. તે જ સમયે, મેજરના પિતાનું પાત્ર પ્રકાશ રાજે ભજવ્યું છે. આ ફિલ્મનું નિર્માણ જીએમબી એન્ટરટેઈનમેન્ટ અને પ્લસ યસ મૂવીઝ દ્વારા સોની પિક્ચર ફિલ્મ્સ ઈન્ડિયા સાથે મળીને કરવામાં આવ્યું છે.