
રામાયણ બાદ હવે અનેક ફિલ્મ મેકર્સ મહાભારતની તૈયારી કરી રહ્યા છે. આમીર ખાન, વિવેક અગ્નિહોત્રી, અને નેટફ્લિક્સ બાદ આ વિષય પર કથાવસ્તુ પર એક ફિલ્મ બનવા જઈ રહી છે. હાલ આ પ્રોજેક્ટનું ટેન્ટીટિવ ટાઈટલ દુર્યોધન રાખવામાં આવ્યુ છે. સમાચાર એવા છે કે તેમા દુર્યોધનનો લીડ રોલ પ્લે કરવા માટે જ્હોન અબ્રાહમને કાસ્ટ કરવામાં આવ્યા છે.
પિંકવિલાની રિપોર્ટ અનુસાર તેહરાનના ડાયરેક્ટર અરુણ ગોપાલન જ્હોન અબ્રાહમ સાથે એક ફિલ્મ બનાવવા માગે છે. તેનો બેકડૅોપ તો મહાભારતનો હશે પરંતુ કથા આજના સમયની મોર્ડન ટાઈમલાઈનની હસે. સૂત્રો અનુસાર જ્હોન અબ્રાહમ એક ફિલ્મ પર કામ કરી રહ્યા ચે. જે મહાભારત પર આધારીત છે. પરંતુ તેમા મોર્ડન જમાનાની કહાની હશે. ‘તેહરાન’ ફેમ ડાયરેક્ટર અરુણ ગોપાલને એક સ્ક્રિપ્ટ ડેવલપ કરી છે. જે મહારાભારતને આજના સમયમાં દેખાડશે. જ્હોન અબ્રાહમને અરુણ ગોપાલનનો આ આઈડિયા ઘણો પસંદ આવ્યો છે. જેમા મહાભારત જેવી મહાન કહાનીને એક નવા અંદાજમાં રજ કરવાનું વિઝન રાખવામાં આવ્યુ છે.
જ્હોન આ પ્રોજેક્ટમાં દૂર્યોધનો લીડ રોલ પ્લે કરશે. ફિલ્મ આ કિરદારની ખૂબીઓ અને ખામીઓને એક્સપ્લોર કરશે. મળતી જાણકારી અનુસાર ફિલ્મનું ટેન્ટીટિવ ટાઈટલ ‘દૂર્યોધન’ રાખવામાં આવ્યુ છે. તેનુ શુટીંગ 2026 વચ્ચે શરૂ થશે. તેને જ્હોન અબ્રાહમ અને સંદીપ લેયજેલ સાથે મળીને પ્રોડ્યુસ કરશે. તેના પ્રોડક્શનનું કામ આગામી વર્ષની શરૂઆતમાં શરૂ થઈ જશે. મેકર્સની યોજના છે કે તેઓ જૂન 2026 સુધીમાં ફિલ્મનું શુંટીંગ શરૂ કરી દે.
આ પ્રોજેક્ટ ઉપરાંત અનેક અન્ય પ્રોજેક્ટ્સની સ્ક્રિપ્ટ પણ સાંભળી રહ્યા છે. તેઓ હાઈ-કોન્સેપ્ટ એક્શન ફિલ્મ કરવા ઈચ્છે છે. સાથે જ તેઓ એવી કથાવસ્તુની શોધ કરી રહ્યા છે. જે એક્ટર તરીકે તેને ચેલેન્જ કરી રહ્યા છે. હાલમાં જ તેમણે અનિલ ગોપાલન સાથે ‘તેહરાન’માં કામ કર્યુ હતુ. વાસ્તવિક ઘટનાઓ પરથી પ્રેરિત આ ફિલ્મમાં જોન ઉપરાંત નીરુ બાજવા, માનુષી છિલ્લર, મધુરિમા તુલી જેવા એક્ટર્સે કામ કર્યુ છે. આ ફિલ્મ Zee5 પર રિલીઝ થઈ હતી. આ સમયે તેઓ રાકેશ મારિયાની બાયોપિક પ કામ કરી રહ્યા છે. આ ફિલ્મને રોહિત શેટ્ટી ડાયરેક્ટ કરી રહ્યા છે.