Jacqueline Fernandez એ એવો દોડાવ્યો ઘોડો, વીડિયો જોઈ ચાહકોએ કહ્યું – ‘રીયલ હીરો’

|

Mar 07, 2021 | 12:12 PM

જેક્લીન ફર્નાન્ડીઝે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ઉત્સાહ અને આત્મ વિશ્વાસ સાથે ઘોડેસવારી કરી રહી છે. આની સાથે એક તસવીરમાં તે તેના ઘોડાને ચુંબન કરતી જોવા મળી રહી છે.

Jacqueline Fernandez એ એવો દોડાવ્યો ઘોડો, વીડિયો જોઈ ચાહકોએ કહ્યું - રીયલ હીરો
Jacqueline Fernandez

Follow us on

અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝ કંઈક એવું કરે છે જેનાથી તેના પ્રશંસકોને આશ્ચર્ય થાય છે. હવે ફરી એકવાર અભિનેત્રીએ પોતાનો નવો શોખ ચાહકો સાથે શેર કર્યો. જેક્લીન ફર્નાન્ડીઝે એક વીડિયો અને ફોટો દ્વારા ઇન્સ્ટાગ્રામ પર તેના ઘોડા સવારીનો શોખ જાહેર કર્યો છે.

અહીં જેક્લીન ફર્નાન્ડીઝ દ્વારા શેર કરેલા વીડિયોમાં, અપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે અભિનેત્રી કેટલો ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે ચલાવી રહી છે. આની સાથે એક તસવીરમાં તે તેના ઘોડાને ચુંબન કરતી જોવા મળી રહી છે. જેક્લીને આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી અને તેમને કેપ્શનમાં લખ્યું, ‘ આપકા સ્વાગત હૈ હોમ એસ્પેલા.’

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

 

 

આ જોકીએ હૃદય જીતી લીધું

જેક્લીન ફર્નાન્ડીઝે વીડિયો દ્વારા જણાવ્યું છે કે તેમણે ઘોડા સવારી સત્રમાં ભાગ લીધો હતો. લોકો આ પોસ્ટ જોયા પછી તેમની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે. લોકો ટિપ્પણીઓમાં ‘રિયલ હિરો’, ‘માઇન્ડબ્લોઇંગ જોકી’ વગેરે કહીને લોકો તેમના વખાણ કરી રહ્યા છે અને તેમને તેના નવા શોખ વિશે પ્રોત્સાહિત કરી રહ્યા છે.

આ ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છે

જેક્લીન ફર્નાન્ડીઝ તાજેતરમાં જ જેસલમેરમાં આગામી ફિલ્મ ‘બચ્ચન પાંડે’નું શૂટિંગ પૂરું કરીને મુંબઈ પરત ફરી છે. તે અક્ષય કુમાર અને ક્રિતી સેનન સાથે એક્શન કોમેડીમાં પડદા પર જોવા મળશે.

 

 

 

આ ફિલ્મો પણ જોવા મળશે

અક્ષય કુમાર અભિનીત ફિલ્મ ‘બચ્ચન પાંડે’ ઉપરાંત, જેકલીન ફર્નાન્ડીઝ ટૂંક સમયમાં સલમાન ખાન-સ્ટારર ‘કિક 2’, હોરર કોમેડી ‘ભૂત પોલીસ’ અને ‘સર્કસ’માં જોવા મળશે.

Next Article