શું ભૂતપૂર્વ બોયફ્રેન્ડ સિદ્ધાર્થે સામંથા રૂથ પ્રભુને કહી છે ‘Cheater’? ‘રંગ દે બસંતી’ અભિનેતાએ કરી સ્પષ્ટતા

તમને જણાવી દઈએ કે નાગા ચૈતન્ય (Naga Chaitanya) સાથેના સંબંધમાં આવતા પહેલા સામંથા રૂથ પ્રભુ અભિનેતા સિદ્ધાર્થ નારાયણ સાથે સંબંધમાં હતી. બંને લાંબા સમય સુધી એકબીજા સાથે રહ્યા હતા, પરંતુ કેટલાક કારણોસર પછીથી બંને અલગ થઈ ગયા.

શું ભૂતપૂર્વ બોયફ્રેન્ડ સિદ્ધાર્થે સામંથા રૂથ પ્રભુને કહી છે Cheater? રંગ દે બસંતી અભિનેતાએ કરી સ્પષ્ટતા
Siddharth Narayan
| Edited By: | Updated on: Oct 09, 2021 | 11:43 PM

‘રંગ દે બસંતી’ (Rang De Basanti) જેવી ફિલ્મોમાં અભિનય કરનાર અભિનેતા સિદ્ધાર્થ નારાયણે (Siddharth Narayan) સ્પષ્ટતા કરી હતી કે તેની તાજેતરની ‘ચીટર્સ નેવર પોસ્પર ‘ (Cheater Never Prosper) વાળુ ટ્વીટ તેમની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ સામંથા રૂથ પ્રભુ (Samanth Ruth Prabhu) પર કોઈ કટાક્ષ નહોતો. તમને જણાવી દઈએ કે સામંથાએ તાજેતરમાં જ તેમના પતિ નાગા ચૈતન્ય (Naga Chaitanya)થી અલગ થવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ સામંથાના કેરેક્ટર પર સવાલો ઉભા થયા હતા.

 

આ દરમિયાન સિદ્ધાર્થે પણ આવી ટ્વિટ કરી હતી, જેના વિશે કહેવામાં આવ્યું હતું કે તેમણે સામંથાને ચીટર કહી છે. જોકે, હવે તેમણે પોતાના ટ્વીટ પર સ્પષ્ટતા કરી છે. સિદ્ધાર્થનું કહેવું છે કે તેમણે માત્ર તેમના જીવન વિશે ટ્વિટ કર્યું હતું અને તેમણે અન્ય કોઈ બાબત તરફ ઈશારો કર્યો ન હતો. એનટીવી તેલુગુ દ્વારા બહાર પાડવામાં આવેલા વીડિયોમાં સિદ્ધાર્થને તેના તાજેતરના ટ્વીટ વિશે પ્રશ્ન કરવામાં આવ્યા હતા.

 

તેમના તાજેતરના ટ્વીટ પર સિદ્ધાર્થે કહ્યું – તે કોઈ માટે નહોતું …

તેલુગુ ભાષામાં વાત કરતા સિદ્ધાર્થે કહ્યું કે આ ગમે ત્યાંથી કઈ પણ કેમ આવી રહ્યું છે. હું 12 વર્ષથી ટ્વીટ કરું છું. એક દિવસ, જો હું કહું કે રખડતા કૂતરાઓ મારા ઘરની બહાર ભસતા હોય છે અને લોકો આવીને મને પૂછે કે, ‘શું તમે મને કૂતરો કહી રહ્યા છો?’, હું શું કરી શકું? હું ખરેખર તો કુતરા વિશે વાત કરું છું.

 

સિદ્ધાર્થે કહ્યું કે તેમ છતાં તે નિયમિતપણે ટ્વીટ કરે છે, પરંતુ તેને તેની અન્ય પોસ્ટ્સ વિશે ક્યારેય પૂછવામાં આવ્યું નથી. તેમને પૂછવામાં આવ્યું કે શું તેમનું તાજેતરનું ટ્વીટ સામંથાના ચૈતન્યથી અલગ થવાનો કટાક્ષ હતો, તેમણે કહ્યું કે “હું ફક્ત મારા જીવન વિશે વાત કરું છું.” તેને બીજી કોઈ વસ્તુ સાથે કોઈ લેવાદેવા નથી. જો તમે તેને કોઈ એવી વસ્તુ સાથે સાંકળી રહ્યા છો જેનો તેની સાથે કોઈ સંબંધ નથી તો તે તમારી સમસ્યા છે.

 

પોતાની ટ્વીટ પાછળનું કારણ જણાવતા સિદ્ધાર્થે કહ્યું કે તેઓ તેમની ફિલ્મ મહાસમુદ્રમના ડિરેક્ટર સાથે ચીટિંગ પર વાત કરી રહ્યા હતા, જે તેમની ફિલ્મની થીમ છે. અને આ એક પાઠ હતો જે તેના શિક્ષકે તેને શીખવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, “જો દુનિયાનો દરેક છેતરપિંડી કરનાર અચાનક આવે અને મને પૂછે કે શું આ ટ્વીટ તેના વિશે છે, તો મારે શું કરવું જોઈએ?”

 

 

 

આ પણ વાંચો:- Aryan Shahrukh Khan: શાહરૂખ ખાનના ડ્રાઈવરને સમન્સ મોકલીને બોલાવવામાં આવ્યો, NCB ઓફિસમાં પૂછપરછ શરૂ

 

આ પણ વાંચો:- Akshra Singh ના ગ્લેમરસ અવતારે લગાવી આગ, ચાહકોએ કહ્યું- ‘ક્વીન ઓફ ભોજપુરી’