અત્યારે બોલીવુડમાં (Bollywood) દરેક વ્યક્તિ માત્ર ને માત્ર આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂરના (Ranbir Kapoor) લગ્નને લઈને ચર્ચાઓ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ બંને આવતા અઠવાડિયે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આલિયા ભટ્ટ પણ અક્ષય કુમાર અને જેકલીન ફર્નાન્ડીઝની જેમ ભારતીય નાગરિક નથી? શું આલિયા ભટ્ટ ખરેખર એક ભારતીય નાગરિક છે ?? આ પ્રશ્ન છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પાર ઉઠતો જોવા મળ્યો છે. આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટ ગુજરાતી છે. જયારે આલિયા ભટ્ટની માતા સોની રાઝદાન એ બ્રિટિશ મુસ્લિમ છે.
આલિયા ભટ્ટ એ આજે એવી અભિનેત્રીમાંની એક છે, કે જેણે ઘણા ઓછા સમયમાં બોલિવૂડની ટોચની અભિનેત્રીઓની યાદીમાં પોતાનો સમાવેશ કરી લીધો છે. તેની ટૂંકી કરિયરમાં તેણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. હાલમાં જ ‘RRR’ માટે ચર્ચામાં રહેલી આલિયા હવે રણબીર કપૂર સાથે તેના લગ્નને લઈને ચર્ચામાં છે.
બોલિવૂડ સિનેમામાં પોતાનો ડંકો વગાડનાર આલિયા ભટ્ટ પાસે બ્રિટિશ નાગરિકતા છે અને આ જ કારણ છે કે તે ભારત સરકારની કોઈપણ ચૂંટણીમાં પોતાનો વોટ આપી શકતી નથી. આલિયાની માતા એટલે કે સોની રાઝદાન બ્રિટિશ મૂળની છે. તેનો જન્મ બર્મિંગહામમાં થયો હતો. તેથી જ આલિયાને બ્રિટિશ નાગરિકતા મળી છે.
આલિયાએ એક વખત ભારતીય નાગરિકતા ન હોવાનો અફસોસ પણ વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યું હતું કે, ”દુર્ભાગ્યવશ હું મતદાન કરી શકતી નથી, કારણ કે મારી પાસે બ્રિટિશ નાગરિકતા છે.” અમે તમને જણાવી દઈએ કે, અક્ષય કુમાર એ મૂળ કેનેડાનો નાગરિક છે. જયારે જેકલીન ફર્નાન્ડિઝ એ આપણા પાડોશી રાષ્ટ્ર શ્રીલંકાની નાગરિક છે.
આ પણ વાંચો – નીતુ કપૂર રિશી કપૂરને યાદ કરીને થઇ ભાવુક, જણાવી આ ખાસ વાત….
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો